લગ્નમાં હાજર રહેવા માટે ભારતીય સેનાને મળ્યુ આમંત્રણ, કંકોત્રી પર દુલ્હા-દુલ્હને લખી આ વાત

અનેક ભારતીયો પણ પોતાના તહેવારો સરહદ પર તૈનાત જવાનો સાથે ઉજવતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક કંકોત્રી વાયરલ થઈ રહી છે, જેમાં એક કપલ ભારતીય સેનાને પોતાના લગ્નમાં આમંત્રિત કરી રહ્યા છે.

લગ્નમાં હાજર રહેવા માટે ભારતીય સેનાને મળ્યુ આમંત્રણ, કંકોત્રી પર દુલ્હા-દુલ્હને લખી આ વાત
Couple invited indian army in wedding
Image Credit source: Instagram
TV9 GUJARATI

| Edited By: Abhigna Maisuria

Nov 21, 2022 | 7:37 PM

ભારતીય સેનાના જવાનો દેશની રક્ષા માટે 24 કલાક દેશની અલગ અલગ સરહદ પર તૈનાત હોય છે. તેઓ પોતાના પરિવારથી દૂર પોતાના જીવના જોખમ પર સરહદ પર દુશ્મનો વિરુદ્ધ લડે છે. ભારતીય સેનાના અનેક જવાનો ભારતમાતા અને ભારતીયોની રક્ષા કરતા કરતા શહીદ થયા હતા. ભારતીય સેના માટે તમામ ભારતીય પરિવારના સભ્યો જ છે. અનેક ભારતીયો પણ પોતાના તહેવારો સરહદ પર તૈનાત જવાનો સાથે ઉજવતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક કંકોત્રી વાયરલ થઈ રહી છે, જેમાં એક કપલ ભારતીય સેનાને પોતાના લગ્નમાં આમંત્રિત કરી રહ્યા છે.

આ ઘટના કેરળની છે. રાહુલ નામના દુલ્હા અને કાર્તિકા નામની દુલ્હનના 10 નવેમ્બરે લગ્ન હતા. તેમણે પોતાના લગ્ન સમયે ભારતીય સેના માટે કંકોત્રી પર અંગ્રેજીમાં ચિઠ્ઠી પણ લખી હતી. તેમાં લખ્યુ હતુ કે દેશ માટે પ્રેમ, સંકલ્પ અને સાચી દેશભક્તિ રાખવા માટે આભાર. અમને સુરક્ષિત રાખી શાંતિથી ઊંઘી શકીએ એવું જીવન આપવા માટે આભાર. સોશિયલ મીડિયા પર આ કંકોત્રીનો ફોટો ખુબ વાયરલ થયો છે. લોકો આ દુલ્હા-દુલ્હનની ખુબ પ્રસંશા પણ કરી રહ્યા છે.

આ છે એ વાયરલ કંકોત્રી

આ કંકોત્રી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ ભારતીય સેના દ્વારા શેયર કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર આ કંકોત્રી ભારે વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ પોસ્ટને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ પોસ્ટને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, વાહ… આ કપલ જીવનભર સુખી રહેશે. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે આ કપલને ભારતીય સેનાની સાથે સાથે આખા દેશના આશીર્વાદ મળશે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આ છે આપણુ સાચુ ભારત.

ભારતીય સેના પોસ્ટના કેપ્શનમાં લખ્યુ છે કે, શુભકાનાઓ…ભારતીય સેના લગ્નના આમંત્રણ માટે રાહુલ અને કાર્તિકાનો આભાર વ્યક્ત કરે છે. આ કપલનું વૈવાહિક જીવન સફળ રહે તેવી શુભકામનાઓ. આ ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati