રંગોના તહેવાર પર સોશિયલ મીડિયા ખાસ રીતે રંગાયું, યુઝર્સે તેમના મિત્રો અને પરિવારજનોને ખાસ આ રીતે આપ્યા અભિનંદન

#Happy Holi સવારથી જ સોશિયલ મીડિયા પર ટોપ ટ્રેન્ડમાં છે. આ હેશટેગ સાથે લોકો પોતાની પ્રતિક્રિયા અને મિત્રને અભિનંદન સંદેશો આપી રહ્યા છે.

રંગોના તહેવાર પર સોશિયલ મીડિયા ખાસ રીતે રંગાયું, યુઝર્સે તેમના મિત્રો અને પરિવારજનોને ખાસ આ રીતે આપ્યા અભિનંદન
Holi Wishes 2022
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 18, 2022 | 10:00 AM

રંગોના તહેવાર હોળીની દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. દેશના લાખો લોકો આ તહેવારની આતુરતાથી રાહ જોતા હોય છે. હિંદુ ધર્મમાં પણ હોળીનું વિશેષ મહત્વ છે. કારણ કે તે પ્રહલાદ અને હોલિકાની વાર્તા દ્વારા અનિષ્ટ પર સારાની જીતની પુષ્ટિ કરે છે. આ દિવસે લોકો જૂની ફરિયાદો ભૂલી જાય છે અને હોળી (Happy Holi 2022) ઉજવે છે. મિત્રો અને સંબંધીઓ બધા એકબીજાને રંગો અને ગુલાલ લગાવે છે અને આ તહેવારને માણે છે. કેમ કે હોળી પર જવાનો અને રંગીન થવાનો આનંદ જ કંઈક અનેરો હોય છે. આ આનંદ ભારતની ધરતી પર જ મળી શકે છે.

આજકાલ સોશિયલ મીડિયાના જમાનામાં લોકો વોટ્સએપ અને ફેસબુક પર મેસેજ કરીને એકબીજાને હોળીની શુભકામનાઓ પાઠવે છે. #Happy Holi સવારથી જ સોશિયલ મીડિયા પર ટોપ ટ્રેન્ડમાં છે. આ હેશટેગ સાથે લોકો પોતાની પ્રતિક્રિયા અને મિત્રને અભિનંદન સંદેશો આપી રહ્યા છે.

હોળી પ્રહલાદ અને હોલિકાની વાર્તા દ્વારા અનિષ્ટ પર સારાની જીતની પુષ્ટિ પણ કરે છે. હિંદુ કેલેન્ડર મુજબ આ તહેવાર ફાગણ મહિનામાં પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે.

આ પણ  વાંચો: Holi Celebration 2022: ગુજરાતમાં આ ગામડામાં આજે પણ અંગારા પર ચાલવાની પંરપરા, હોળી પર જાણો વિશેષ પરંપરા

આ પણ  વાંચો: Holi 2022: લાઠીમાર હોળીથી લઈને રોયલ હોળી સુધી, જાણો કેવી રીતે દેશના અલગ-અલગ ભાગોમાં ઉજવવામાં આવે છે હોળી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">