AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ‘ઉર્ફા જાવેદે’ તેના ફેશનથી સોશિયલ મીડિયા પર મચાવ્યો કહેર, લોકોએ કહ્યું- આ દેશને બરબાદ કરીને જ રહેશે

ઉર્ફીને ટક્કર આપવા તેના ભાઈ ઉર્ફા જાવેદ તરીકે ઓળખાતો યુવક તેની પણ ફેશન સેન્સથી કહેર વર્તાવી રહ્યા છે. આ યુવાનની ફેશન સેન્સ જોઈને લોકો તેને સતત ટ્રોલ કરી રહ્યા છે અને કટાક્ષમાં ઉર્ફા જાવેદ તરીકે ઉલ્લેખી રહ્યા છે. ત્યારે તેનો આ વીડિયો જોઈ તમે પણ ભડકી ઉઠશો.

Viral Video: 'ઉર્ફા જાવેદે' તેના ફેશનથી સોશિયલ મીડિયા પર મચાવ્યો કહેર, લોકોએ કહ્યું- આ દેશને બરબાદ કરીને જ રહેશે
Viral
TV9 Gujarati
| Edited By: | Updated on: May 29, 2023 | 11:08 AM
Share

ભાગ્યે જ કોઈ એવું હશે જે ઉર્ફી જાવેદ વિશે જાણતું ન હોય. હા, એ જ મોડલ જેણે પોતાની વિચિત્ર ફેશન અને બોલ્ડ સ્ટાઇલના આધારે સોશિયલ મીડિયાની ‘દુનિયા’માં લોકપ્રિયતા મેળવી છે. જો કે, ઉર્ફીને આ કારણે લોકો સોશિયલ મીડિયામાં ટ્રોલ પણ કરી રહ્યા છે, પરંતુ તેને તેનાથી કોઈ જ વાંધો નથી. પણ હવે એવું લાગે છે કે ઉર્ફીને ટક્કર આપવા તેના ભાઈ ઉર્ફા જાવેદ તરીકે ઓળખાતો યુવક તેની પણ ફેશન સેન્સથી કહેર વર્તાવી રહ્યા છે. આ યુવની ફેશન સેન્સ જોઈને લોકો તેને સતત ટ્રોલ કરી રહ્યા છે અને કટાક્ષમાં ઉર્ફા જાવેદ તરીકે ઉલ્લેખી રહ્યા છે. ત્યારે તેનો આ વીડિયો જોઈ તમે પણ ભડકી ઉઠશો.

https://twitter.com/HasnaZarooriHai/status/1662339738601390080?s=20

ઉર્ફીના ભાઈ ઉર્ફાનો વીડિયો વાયરલ

આ વાયરલ ક્લિપ માત્ર થોડીક સેકન્ડની છે, પરંતુ જે અવતારમાં છોકરો જોવા મળે છે તે જોઈને લોકોને ઉર્ફી જાવેદ ટાઈપની ફેશન યાદ આવી ગઈ. કેટલાક કહે છે કે તે ઉર્ફીનો ભાઈ છે, તો કેટલાક કહે છે કે આ લોકો દેશને બરબાદ કર્યા પછી જ રાજી થશે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે છોકરાએ પોતાને રંગબેરંગી પ્લાસ્ટિકના ફૂલોથી ઢાંકી દીધા છે. બેકગ્રાઉન્ડમાં કેટરિના કૈફનું આઈટમ નંબર ચિકની ચમેલી વાગી રહ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ગીત વાગતા જ તે પોતાના લટકા-ઝટકા બતાવવા લાગે છે. આ દરમિયાન કેટલાક ફૂલ પણ ખરી પડે છે, જેને જોઈને તમે તમારુ હસવાનું નહી રોકી શકો.

વીડિયો જોઈ લોકો ભડક્યા

પોતાની હાસ્યાસ્પદ ફેશનથી લોકોના દિલ જીતવાના પ્રયાસમાં આ છોકરાને ટ્રોલ કરવામાં આવ્યો છે. @HasnaZarooriHai હેન્ડલથી ટ્વિટર પર વીડિયો શેર કરીને યુઝરે લખ્યું છે કે, આ વ્યક્તિનું નામ ઉર્ફા જાવેદ હોવું જોઈએ. વીડિયો પર 1 લાખથી વધુ વ્યૂઝ આવ્યા છે, જ્યારે ડઝનેક લોકોએ રિટ્વીટ અને કોમેન્ટ કરી છે.

એક યુઝરે લખ્યું છે કે, આ લોકો દેશને બરબાદ કર્યા પછી જ રાજી થશે. બીજી તરફ અન્ય યુઝર કહે છે કે, તે ભૈયા ઉર્ફીના ભાઈ ખુરફી જેવો લાગે છે. અન્ય એક યુઝરે કમેન્ટ કરી છે કે, લોકો ગમે તેટલા કરે, તેઓ ઉર્ફી સાથે સ્પર્ધા કરી શકશે નહીં.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">