પોલીસે Squid Gameના મીમ્સ શેયર કરીને ટ્રાફિક નિયમ પાળવા માટે સંદેશો આપ્યો, મીમ્સ સોશિયલ મીડિયામાં વાયરલ

આ મીમ મેન ઓફ ધ અમ્બ્રેલા ગેમમાંથી છે. આને શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું - UP 112 - અમારી ઇમરજન્સી હેલ્પલાઇન જે ટૂંક સમયમાં કોઇપણ સમસ્યાને હલ કરી શકે છે. આ બંને પોસ્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવી છે.

પોલીસે Squid Gameના મીમ્સ શેયર કરીને ટ્રાફિક નિયમ પાળવા માટે સંદેશો આપ્યો, મીમ્સ સોશિયલ મીડિયામાં વાયરલ
Up police use squid game meme for traffic rules and emergency helpline

ઘણીવાર બધી રમુજી પોસ્ટ સોશિયલ મીડિયા (Social Media) પર શેર કરવામાં આવે છે. માત્ર સોશિયલ મીડિયા યુઝર્સ જ નહીં પરંતુ પોલીસ અધિકારીઓ પણ આ મામલે આગળ છે. તમે બધા જાણતા હશો કે સાઉથ કોરિયન વેબ સિરીઝ સ્ક્વિડ ગેમ (Squid Game) ચર્ચામાં છે. આ વેબ સિરીઝનો ક્રેઝ સામાન્ય લોકોમાં તો ખરો જ પણ સરકારી કર્મચારીઓમાં પણ વધી ગયો છે. ઈન્ટરનેટ પર સ્ક્વિડ ગેમને લઈને ઘણાં મીમ્સ પણ જોવા મળી રહ્યા છે, કેટલાક મીમ્સ એવા પણ છે જે ખૂબ રમુજી છે. હવે ઉત્તરપ્રદેશ પોલીસે સ્ક્વિડ ગેમ પર બનાવેલા મીમ્સનો પણ રસપ્રદ ઉપયોગ કર્યો છે.

હવે ઉત્તરપ્રદેશ પોલીસે સિરીઝમાંથી રેડ લાઇટ-ગ્રીન લાઇટ ગેમનો ફોટો શેર કર્યો છે, જેના સંદર્ભમાં તેઓએ દરેકને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની સલાહ આપી છે. તસવીર શેર કરતી વખતે યુપી પોલીસે કેપ્શનમાં લખ્યું – ‘લાલ લાઈટ કે લીલી લાઈટ, તમારું હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેરો … ટ્રાફિકના નિયમોને પડકારશો નહીં.’

હવે તેમની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહી છે, સાથે જ સોશિયલ મીડિયા યુઝર્સ તેમની પ્રતિક્રિયા શેર કરી રહ્યા છે. તમને બધાને જણાવી દઈએ કે આ સિવાય યુપી પોલીસે અન્ય એક મીમ શેર કર્યો છે.

આ મીમ મેન ઓફ ધ અમ્બ્રેલા ગેમમાંથી છે. આને શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું – UP 112 – અમારી ઇમરજન્સી હેલ્પલાઇન જે ટૂંક સમયમાં કોઇપણ સમસ્યાને હલ કરી શકે છે. આ બંને પોસ્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવી છે.

 

સાઉથ કોરિયન વેબ સિરીઝ સ્ક્વિડ ગેમની વાત કરીએ તો તેમાં નવ એપિસોડ છે, જેની અંદર 6 ગેમ્સ છે. આ રમત ભારતમાં સ્ટેચ્યુ ગેમ તરીકે ઓળખાય છે. બીજાની વાત કરીએ તો તે ‘ધ મેન વિથ ધ અમ્બ્રેલા’ છે. આમાં, ખેલાડીએ આપેલ આકારને ગોળ મીઠી કેન્ડીમાંથી દૂર કરવાનો છે. આ આકાર ત્રિકોણ, વર્તુળ, છત્ર અથવા તારો હોઈ શકે છે. આ આકારોને સમાન આકારની મીઠી કેન્ડીમાંથી કાળજીપૂર્વક દૂર કરવા પડશે. અમે તમને બધાને જણાવી દઈએ કે આ વેબ સીરિઝ આ સમયે હેડલાઈન્સમાં રહે છે.

આ પણ વાંચો –

Infosys Q2 Results : ઇન્ફોસિસના નફામાં 11.9% અને આવકમાં 20.5%નો વધારો, પ્રતિ શેર 15 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ અપાશે

આ પણ વાંચો –

Surat: બિસ્માર રસ્તાને ફળી ઓનલાઈન ફરિયાદ, મંત્રીજીએ કહ્યું સુરતમાં 92 ટકા બિસ્માર રસ્તાઓ રીપેર થઇ ગયા

આ પણ વાંચો –

Petrol Diesel Price Today: ભડકે બળતા ઇંધણ ભાવ ઉપર ક્યારે નિયંત્રણ આવશે? જાણો આજે કેટલા મોંઘા થયા પેટ્રોલ – ડીઝલ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati