TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: એક બહેન ગાડીની બેટરી બદલાવા ગયા અને પછી થયુ કઇંક આવું…

TV9 GUJARATI

|

Updated on: Oct 13, 2021 | 1:01 PM

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

TV9 Gujarati 'હાસ્યનો ડાયરો': એક બહેન ગાડીની બેટરી બદલાવા ગયા અને પછી થયુ કઇંક આવું...
TV9 Gujarati 'Hasya no Dayro

Follow us on

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

1

ગોલૂએ ડોકટરને ફોન કર્યો : ડોકટર સાહેબ…મે કોરોનાથી બચવા અમુક ઉપાય ચાલુ કર્યા છે…જેવા કે, યોગ, વોકીંગ, લીંબુ પાણી, હળદર વાળુ દુધ, ફણગાવેલ કઠોળ, લસણ, બદામ, આદુ, મીથીલીન બ્લુ, સુંઠ, અજમો, કપુર, લવીંગની પોટલી એ પણ રાખુ છુ. હર્બલ ઉકાળો, સવાર સાંજ ગરમ વરાળ, ગરમ પાણી, ગળો, હોમીયોપેથીક અને અમુક એલોપથી દવા તથા મોઢા પર ડબલ માસ્ક, સેનિટાઈઝર અને દિવસમાં પચાસ વખત હાથ ધોવ છુ….સામાન હોમ ડીલેવરીથી મંગાવુ છુ, ને, પેમેન્ટ paytmથી કરૂ છુ, કોઈના લગનમાં જાતો નથી, થાળી, વાટકા વગાડી લીધા છે, દિવો પણ કરી લીધો છે, કોરોનામાંનું વ્રત પણ રાખી લીધુ છે, અને ટર્મ લાઈફ વીમો પણ લઈ લીધો છે, અને વેક્સિનના બે ડોઝ લઈ લીધા છે, ઓક્સિજનનો બાટલો અને ઈન્જેકશનની વ્યવસ્થા પણ કરી લીધી છે.

ડોકટર : હવે તને કોક નાભી ( દુંટી) માં તીર મારે ને તો જ તુ મરીશ…બાકી હવે તૂ અમર થઈ ગયો છો. 😂😂😂😂

2

એક બહેન કારની બેટરી બદલાવવા ગેરેજ વાળા પાસે આવ્યાં,

ગેરેજ વાળોઃ બહેનજી, એક્સાઈડ (Excide) ની લગાવી દઉં?

બહેનજી (થોડો વિચાર કરીને)- ઘડી ઘડી કોણ ધક્કા ખાય,એમ કરો બન્ને સાઈડની લગાવી દો

3

શિક્ષકે પૂછ્યું એક શિક્ષકે વિદ્યાર્થીઓને પૂછ્યું- મરતે હુએ આદમી કે મૂહ મેં ક્યા ડાલના ચાહિયે ?

એટલામાં એક મગન નામનો વિદ્યાર્થી ઉભો થયો અને બોલ્યો – બિરલા સિમેન્ટ સર-

ક્યોં મગન – ક્યોં કી ઈસમેં જાન હૈ

સાહેબ બેભાન

4

એક શરારતી બાળકે ક્લાસમાં મેડમને આઈ લવ યૂ કહી દીધું…

મેડમ (બહુ ગુસ્સામાં )- મને બાળકોથી નફરત છે.

વિદ્યાર્થી- કંઈ વાંધો નહિ આપણે બાળકો નહિ કરીએ.

5

પપ્પૂ- તેં તારા લગ્ન કેમ તોડી નાખ્યા…

બંટીઃ- અરે યાર, એનો કોઇ બૉયફ્રેન્ડ ન હતો.

પપ્પૂ- તો?

બંટી- જે આજસુધી કોઇની ના થઇ શકી એ મારી શું થવાની

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

આ પણ વાંચો –

Mumbai Kurla Fire Broke Out : કુર્લાની સોસાયટીમાં ભીષણ આગ, 20 બાઈક બળીને ખાખ, ફાયર બ્રિગેડે આગ કરી કાબૂ

આ પણ વાંચો –

Lakhimpur Kheri Case: રાહુલ, પ્રિયંકા સહિતના વિપક્ષના નેતાઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળશે, લખીમપુર ખીરી કેસ સંદર્ભે, આવેદનપત્ર આપશે

આ પણ વાંચો –

પીએમ મોદીએ ગતિશકિત યોજનાને લોન્ચ કરી, દેશના વિકાસને આપશે વધુ વેગ

Latest News Updates

Click on your DTH Provider to Add TV9 Gujarati