AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Gatishakti: પીએમ મોદીએ ગતિશકિત યોજનાને લોન્ચ કરી, દેશના વિકાસને આપશે વધુ વેગ

Pradhan Mantri Gatishakti National Master Plan: પીએમ મોદીએ ગેમ ચેન્જર ગતિશકિત યોજનાને લોન્ચ કરી. આ યોજના રેલવે અને રસ્તા સહિત 16 મંત્રાલયોને જોડાનારું એક ડિજિટલ મંચ છે. આ યોજના દ્વારા લગભગ 100 લાખ કરોડ રૂપિયાના માળખાકીય પ્રોજેક્ટ્સના વિકાસને વેગ મળશે

PM Gatishakti: પીએમ મોદીએ ગતિશકિત યોજનાને લોન્ચ કરી, દેશના વિકાસને આપશે વધુ વેગ
PM Modi
| Updated on: Oct 13, 2021 | 11:57 AM
Share

પીએમ મોદીએ ગેમ ચેન્જર ગતિશકિત યોજનાને લોન્ચ કરી. વડાપ્રધાન મોદી દ્વારા પીએમ ગતિ શક્તિ માસ્ટર પ્લાનનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. 75મા સ્વતંત્રતા દિવસની ઉજવણી સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી ગતિ શક્તિ યોજના 2021 (Pradhan Mantri Gati Shakti Yojana 2021)ની જાહેરાત કરી હતી.

આ યોજના રેલવે અને રસ્તા સહિત 16 મંત્રાલયોને જોડાનારું એક ડિજિટલ મંચ છે. આ યોજના દ્વારા લગભગ100 લાખ કરોડ રૂપિયાના માળખાકીય પ્રોજેક્ટ્સના વિકાસને વેગ મળશે. આ માટે 16 મંત્રાલયોનું ગ્રુપ બનાવવામાં આવ્યું છે, જે મુખ્યત્વે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સંબંધિત છે.

જેમાં રેલવે, માર્ગ પરિવહન, જહાજ, IT, કાપડ, પેટ્રોલિયમ, ઉર્જા, ઉડ્ડયન જેવા મંત્રાલયોનો સમાવેશ થાય છે. આ મંત્રાલયોના તમામ ચાલુ પ્રોજેક્ટ્સ અથવા 2024-25 સુધીમાં પૂર્ણ થવાની યોજનાઓને ગતિ શક્તિ હેઠળ GIS મોડ પર મૂકવામાં આવશે. 15 ઓગસ્ટના રોજ વડાપ્રધાને લાલ કિલ્લા પરથી આ યોજનાની જાહેરાત કરી હતી..

પ્રધાનમંત્રી ગતિ શક્તિ યોજના 100 લાખ કરોડની હશે જે લાખો યુવાનો માટે નવું રોજગાર સર્જવાનો મોકો આપશે.તે આપણા દેશ માટે એક રાષ્ટ્રીય માળખાગત માસ્ટર પ્લાન હશે જે સર્વગ્રાહી માળખાકીય સુવિધાનો પાયો નાખશે તેમજ અર્થવ્યવસ્થા માટે એકીકૃત અને સર્વગ્રાહી સાબિત થશે

વર્તમાન સમયમાં ટ્રાન્સપોર્ટેશનના સાધનોમાં કોઈ તાલમેલ નથી. પરંતુ ગતિ શક્તિ આ સમસ્યાઓને દૂર કરશે. જેના કારણે સામાન્ય નાગરિકોના મુસાફરીના સમયમાં ઘટાડો થશે. ગતિ શક્તિ યોજન લોકલ મેન્યુફેક્ચરને ગ્લોબલ સ્તરે લાવવામાં મદદ કરશે.અંદાજે 100 લાખ કરોડની આ યોજના છે

Gati Shakti Yojana- દેશના વિકાસના રસ્તામાં આ યોજનાની મહત્વની ભૂમિકા બતાવવામાં આવી રહી છે

મહત્વનું છે કે આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકારના (Central Government)16 મંત્રાલયો અને વિભાગોને એક પ્લેટફોર્મ પર લાવવામાં આવશે. તેના દ્વારા કેન્દ્ર સરકારની બધી મોટી યોજનાઓ માટે બધા વિભાગોમાં સમન્વય સ્થાપિત થશે. દેશના વિકાસના રસ્તામાં આ યોજનાની મહત્વની ભૂમિકા બતાવવામાં આવી રહી છે.

ગતિ શક્તિ યોજના અંતર્ગત એક વેબસાઇટ લોન્ચ થશે જેમાં કેન્દ્ર સરકારની વર્ષ 2024-25 સુધીની બધી મોટી યોજનાઓની પૂરી જાણકારી હશે. સાથે જ દરેક પ્રોજેક્ટનું સ્થાન, તેનો ખર્ચ, પરિયોજના તૈયાર થવાની તારીખ, તેના ફાયદા અને ખતરા, આ બધી જાણકારી વેબસાઇટ પર મુકવામાં આવશે.

પ્રોજેક્ટમાં થ્રીડી ઇમેજનો થશે પ્રયોગ

આ પ્રોજેક્ટની GIS મેપિંગ અને થ્રીડી ઇમેજ પણ ઉપલબ્ધ રહેશે. એટલે કે કોઇપણ વ્યક્તિ આસાનીથી જાણી શકશે કે તે પ્રોજેક્ટ કયા પ્લોટ પર છે. કયા ગામ કે શહેરમાં છે ત્યાં સુધી પહોંચવાનો રસ્તો શું છે. તે પ્રોજેક્ટની આજુબાજુમાં શું છે.

મહત્વ નું છે કે હાલ એક મંત્રાલય શું કરી રહ્યું છે તેની બીજા મંત્રાલયને ખબર હોતી નથી. તેથી હવે વેબસાઇટ દ્વારા કોઇપણ મોટા પ્રોજેક્ટની બધી જાણકારી એક સ્થાને ઉપલબ્ધ રહેશે. એટલે કે જો કોઇ ટેક્સટાઇલ પાર્ક બનાવવામાં આવી રહ્યો છે તો તેના આધારે નેશનલ હાઇવે ઓથોરિટી પોતાની સડક યોજનાનો પ્લાન બનાવશે.

ઉલ્લેખનીય છે કે PM નરેન્દ્ર મોદી શરૂઆતથી એ ઇચ્છતા હતા કે સરકારનું દરેક મંત્રાલય એકબીજા સાથે જોડાયેલું રહે. તેનાથી મોટા પ્રોજેક્ટમાં પૈસાની બચત કરવી સંભવ થશે. આની સાથે યોજનાને જલ્દી પૂરી કરવામાં મદદ મળશે. પ્રધાનમંત્રીની ગતિ શક્તિ યોજના તેમના આ સપનાને સાકાર કરશે એવું હાલમાં માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : અમદાવાદની ખાનગી કંપનીને પુરાતત્વ વિભાગે એનઓસી આપવાના મુદ્દે સીબીઆઇ એકશનમાં, નવ સ્થળે દરોડા પાડયા 

આ પણ વાંચો :અદાણી ગેસે સીએનજીના ભાવમાં 1. 63 રૂપિયા અને પીએનજીના ભાવમાં રૂપિયા 70 નો વધારો ઝીંકયો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">