TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’ : એક માણસે 61 નંબર પર સટ્ટો લગાવ્યો અને નંબર લાગી ગયો, પછી થયું આ…

TV9 Gujarati 'હાસ્યનો ડાયરો' : એક માણસે 61 નંબર પર સટ્ટો લગાવ્યો અને નંબર લાગી ગયો, પછી થયું આ...
TV9 Gujarati 'Hasya no Dayro'

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

TV9 GUJARATI

| Edited By: Bhavyata Gadkari

Oct 20, 2021 | 9:57 AM

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

એક માણસે એકસઠ નંબર પર સટ્ટો લગાવ્યો અને નંબર લાગી ગયો. માણસ કરોડપતિ બની ગયો. એક પત્રકાર ઈન્ટરવ્યુ લેવા માટે આવ્યો. “ભાઈ તમે એકસઠ નંબર પર જ સટ્ટો કેમ લગાવ્યો? ” માણસઃ વાત એમ છે કે હું જ્યારે સવારે ઉઠ્યો ત્યારે મને આકાશમાં આઠ પંખી દેખાયા અને તારીખ હતી નવ એટલે મેં પંખીની સંખ્યા અને તારીખનો ગુણાકાર કરીને આઠ નવા એકસઠ કરીને સટ્ટો લગાવ્યો. પત્રકારઃ પણ ભાઈ આઠ નવા તો બોત્તેર થાય. માણસઃ સારૂ થયું કે તમારા જેવાં ભણેલા ગણેલાનાં ચક્કરમાં નહોતો પડ્યો…. નહીં તો લાગી ગઈ હોત લોટરી.

પત્નીઃ સાંભળો છો…. હું મારા જુના કપડાં દાનમાં આપી દઉં? બિચારા કોઈ ભૂખ્યા તરસ્યા અને ગરીબ લોકોને કામ આવશે. પતિઃ ઓહ…. આજે સવાર સવારમાં મજાક ? પત્નીઃ કેમ હું તો સિરીયસલી કહી રહી છું. પતિઃ તારા માપનાં કપડાં જેને ફીટ બેસે તે તો ભૂખ્યા તરસ્યા અને ગરીબ ન જ કહેવાય. પતિને આજે સવારની ચા પણ મળી નથી.

લગ્ન પહેલાં મારી પત્નીને પિયરમાં લાડથી ગુડ્ડી કહીને બોલાવતાં. લગ્ન પછી એવો અનુભવ થાય છે કે તેઓ “ગુડ્ડી” ઉપર મીંડું લગાવવાનું ભૂલી ગયા હતા.

ડોક્ટર અડધી રાત્રે ઉઠ્યા અને પત્નીને કહ્યું : હોસ્પિટલમાં ઈમરજન્સી છે મારે અત્યારે તાત્કાલિક જવું પડશે. પત્નીઃ કોઈકને તો પોતાની રીતે મરવા દો.

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

આ પણ વાંચો –

Syed Mushtaq Ali Trophy: વોશિંગ્ટન સુંદરે ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચ્યુ, રાહુલ દ્રવિડની સલાહ પર નિર્ણય લીધો

આ પણ વાંચો –

Alert ! તમે પણ ભારે ડિસ્કાઉન્ટ સાથે ઓનલાઇન શોપિંગ કરવા જઇ રહ્યા છો તો આ પાંચ બાબત ધ્યાનમાં જરૂરથી રાખો

આ પણ વાંચો –

T20 World Cup 2021: ભારત અને પાકિસ્તાન માટે ઓમાન ક્રિકેટે આપ્યો જબરદસ્ત સંદેશ, ચાહકોને શિખવી રહી છે એકતાનો પાઠ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati