AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Syed Mushtaq Ali Trophy: વોશિંગ્ટન સુંદરે ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચ્યુ, રાહુલ દ્રવિડની સલાહ પર નિર્ણય લીધો

વોશિંગ્ટન સુંદર (Washington Sundar) વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (World Test Championehip) બાદ કોઇ જ ટુર્નામેન્ટ કે શ્રેણી રમ્યો નથી.

Syed Mushtaq Ali Trophy: વોશિંગ્ટન સુંદરે ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચ્યુ, રાહુલ દ્રવિડની સલાહ પર નિર્ણય લીધો
Washington Sundar-Team India
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2021 | 9:10 AM
Share

ભારતીય બોલર વોશિંગ્ટન સુંદર (Washington Sundar) આગામી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (SMAT) માંથી બહાર થઈ ગયો છે. રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમી (National Cricket Academy) ના પ્રમુખ રાહુલ દ્રવિડ (Rahul Dravid) ની સલાહ બાદ વોશિંગ્ટને આ નિર્ણય લીધો. વોશિંગ્ટન તમિલનાડુની ટીમમાં ભાગ લઈ રહ્યું હતો. જેની કેપ્ટનશિપ ઓલરાઉન્ડર વિજય શંકરને આપવામા આવી છે. ટીમના નિયમિત કેપ્ટન દિનેશ કાર્તિક (Dinesh Karthik) પણ ટુર્નામેન્ટમાંથી ખસી ગયો છે.

વોશિંગ્ટનને આંગળીમાં ઈજા થઈ છે, જેના કારણે રાહુલ દ્રવિડે તેને ઓછામાં ઓછા ચાર અઠવાડિયા આરામ કરવાની સલાહ આપી છે. તમિલનાડુ ક્રિકેટ એસોસિએશનના સચિવ એસ રામાસ્વામીએ મીડિયા રિપોર્ટમાં એક વાતચીત દરમિયાન કહ્યું, ‘મેં રાહુલ દ્રવિડ સાથે વાત કરી અને તેમણે કહ્યું કે વોશિંગ્ટન હજી સંપૂર્ણપણે તૈયાર નથી. તેમણે કહ્યું કે આપણે વોશિંગ્ટનને પરત લાવવા માટે કોઈ ઉતાવળ ન કરવી જોઈએ.

વોશિંગ્ટનની ઈજા ઠીક નથી થઇ

આ વર્ષે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ બાદ વોશિંગ્ટને એક પણ મેચ રમી નથી. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી, IPL અને ICC T20 વર્લ્ડ કપ માટે તેની ટીમમાં પસંદગી કરવામાં આવી ન હતી. NCA ના તબીબી નિષ્ણાતોનું કહેવું છે કે વોશિંગ્ટન અત્યારે બેટિંગ માટે તૈયાર છે પરંતુ તેને બોલિંગમાં તકલીફ પડી શકે છે.

રામાસ્વામીએ આગળ કહ્યું, ‘તેની સમસ્યાનો સંપૂર્ણ ઈલાજ નથી. તેની ઇંડેક્સ ફિંગર સંપૂર્ણપણે ઠીક થઇ નથી. તે બેટ્સમેન તરીકે રમી શકે છે, પરંતુ તેનાથી ઈજા થવાનું જોખમ વધી શકે છે.

વિજય શંકર તમિલનાડુના કેપ્ટન હશે

ઓલરાઉન્ડર વિજય શંકર ઇજાગ્રસ્ત દિનેશ કાર્તિકની જગ્યાએ આગામી સૈયદ મુશ્તાક અલી T20 ટૂર્નામેન્ટમાં તમિલનાડુનું નેતૃત્વ કરશે. તમિલનાડુ ક્રિકેટ એસોસિએશન (TNCA) એ સોમવારે આ જાહેરાત કરી હતી. અહીં જારી કરવામાં આવેલા TNCA ના મીડિયા રિલીઝ મુજબ આદિત્ય ગણેશ ને કાર્તિકના રિપ્લેસમેન્ટ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. વિકેટકીપર બેટ્સમેન એન જગદીસનને ટીમના વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે. તમિલનાડુ પસંદગી સમિતિના વડા એસ વાસુદેવને મીડિયા અહેવાલમાં જણાવ્યું હતું કે, અમને કહેવામાં આવ્યું છે કે દિનેશ કાર્તિકને ઘૂંટણમાં ઈજા છે.

અનુભવી વિકેટકીપર બેટ્સમેન કાર્તિક ગયા શુક્રવારે ચેન્નાઇ સુપર કિંગ્સ સામે ઇન્ડિયન પ્રીમિયર લીગની ફાઇનલમાં કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી રમ્યો હતો. ડાબા હાથના ઝડપી બોલર ટી નટરાજન, જે કોવિડ-19 સંક્રમણને કારણે UAE માં IPL ના બીજા તબક્કામાંથી બહાર હતા. તેમને તમિલનાડુની 20 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ Team India: ભારતીય ટીમના ખેલાડીઓની જર્સી પર જોવા મળતા ત્રણ સ્ટારનુ શુ છે મહત્વ ? શા માટે અંકિત કરવામાં આવે છે, જાણો

આ પણ વાંચોઃ T20 World Cup 2021: ભારત અને પાકિસ્તાન માટે ઓમાન ક્રિકેટે આપ્યો જબરદસ્ત સંદેશ, ચાહકોને શિખવી રહી છે એકતાનો પાઠ

કેરી રસિકો માટે માઠા સમાચાર, આ વર્ષે મોડી ખાવા મળી શકે છે કેસર- Video
કેરી રસિકો માટે માઠા સમાચાર, આ વર્ષે મોડી ખાવા મળી શકે છે કેસર- Video
અમદાવાદમાં થર્ટી ફર્સ્ટના દિવસે બહાર નીકળવાના હોવ તો આ વાત જાણી લેજો,
અમદાવાદમાં થર્ટી ફર્સ્ટના દિવસે બહાર નીકળવાના હોવ તો આ વાત જાણી લેજો,
PGVCL અને GETCO પરીક્ષામાં ગેરરીતિ, યુવરાજસિંહનો મોટો આરોપ
PGVCL અને GETCO પરીક્ષામાં ગેરરીતિ, યુવરાજસિંહનો મોટો આરોપ
હોટેલ રેસ્ટોરન્ટ્સમાં અન્નનો બગાડ નહી કરનાર ગ્રાહકને મળશે આ ઓફરનો લાભ
હોટેલ રેસ્ટોરન્ટ્સમાં અન્નનો બગાડ નહી કરનાર ગ્રાહકને મળશે આ ઓફરનો લાભ
નાતાલની રજાઓમાં સાસણ ગીર પ્રવાસીઓથી છલકાયું, જુઓ Video
નાતાલની રજાઓમાં સાસણ ગીર પ્રવાસીઓથી છલકાયું, જુઓ Video
હિટ એન્ડ રનની ઘટનામાં ટ્રક ચાલક સામે કોઈ કાર્યવાહી નહીં!
હિટ એન્ડ રનની ઘટનામાં ટ્રક ચાલક સામે કોઈ કાર્યવાહી નહીં!
સુરેન્દ્રનગર NA કૌભાંડમાં EDની કાર્યવાહી તેજ
સુરેન્દ્રનગર NA કૌભાંડમાં EDની કાર્યવાહી તેજ
તમારી કિંમતી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખો, થાક અને તણાવમાંથી રાહત મળશે
તમારી કિંમતી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખો, થાક અને તણાવમાંથી રાહત મળશે
ગીર સોમનાથના તાલાલામાં મહિલા તલાટીએ ખેડૂત સાથે કર્યું ગેરવર્તણૂક
ગીર સોમનાથના તાલાલામાં મહિલા તલાટીએ ખેડૂત સાથે કર્યું ગેરવર્તણૂક
મ્યાનમારમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની MLA કેતન ઈનામદારે કરી માગ
મ્યાનમારમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની MLA કેતન ઈનામદારે કરી માગ
g clip-path="url(#clip0_868_265)">