AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Turkey-Syria Viral Video : દીકરાનો જીવ બચાવવા પિતાએ આપી દીધો જીવ, ભયકર ભૂકંપ પછી હ્દય દ્રાવક Video Viral

ભૂકંપ પછીના વિનાશને કારણે મૃત્યુઆંક દિવસેને દિવસે વધી રહ્યો છે. તુર્કીમાં અત્યાર સુધીમાં 15,000 લોકોના મોત થયા છે.આ બધા વચ્ચે ભૂકંપ બાદનો એક પિતા-પુત્રનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. 

Turkey-Syria Viral Video : દીકરાનો જીવ બચાવવા પિતાએ આપી દીધો જીવ, ભયકર ભૂકંપ પછી હ્દય દ્રાવક Video Viral
Turkey Syria earthquake Viral VideoImage Credit source: twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 09, 2023 | 12:32 PM
Share

પ્રકૃતિ જ્યારે રોદ્ર રુપ ધારણ કરે છે ત્યારે કેવો વિનાશ થાય છે, તેના દ્રશ્યો આપણે અનેક વાર જોયા છે. હાલમાં જ તુર્કી સહિતના દેશોમાં ભૂકંપના કારણે ભારે તબાહી મચી છે. એકબાદ એક આવેલા 5 ભૂકંપને કારણે તુર્કીનું ભવિષ્ય અંધકારમય થઈ ગયું છે. તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ હવે રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે કરવામાં આવી રહ્યું છે. ભૂકંપ પછીના વિનાશને કારણે મૃત્યુઆંક દિવસેને દિવસે વધી રહ્યો છે. તુર્કીમાં અત્યાર સુધીમાં 15,000 લોકોના મોત થયા છે.આ બધા વચ્ચે ભૂકંપ બાદનો એક પિતા-પુત્રનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં ભૂકંપ પછીના ભયાનક દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. બચાવ અને રાહતની ટીમ મકાનોના કાટમાળ નીચેથી માનવ મૃતદેહો અને જીવિત લોકોને કાઢવાનું કામ કરી રહી છે. એક કાટમાળ નીચેથી તેમને કેટલાક મૃતદેહો મળે છે, જેને આગળની પ્રક્રિયા માટે કાઢીને લઈ જવામાં આવે છે. તે સમયે ત્યાં એક માણસનો મૃતદેહ બેસેલી અવસ્થામાં જોવા કાટમાળ નીચે દબાયેલો જોવા મળે છે.

બચાવ અને રાહતની ટીમ તે માણસના કાઢયા બાદ તેના નીચેથી એક બાળકને પણ બહાર કાઢે છે. પહેલા લાગે છે કે તે બાળક મૃત છે, પણ જેવા કાટમાળના અંધકારમાં બાળક બહાર આવે છે કે બહારના પ્રકાશના કારણે તેની આંખો ખુલે છે. બચાવ અને રાહતની ટીમ આ દ્રશ્યો જોઈ આશ્ચર્યમાં મુકાઈ જાય છે. તેના પિતાએ પોતાના પરિવાર અને દેશના ભવિષ્યને જીવિત રાખવા માટે પોતાના જીવની આહુતી આપી દીધી હતી.

આ રહ્યો એ હ્દયદ્રાવક વાયરલ વીડિયો

સોશિયલ મીડિયા  પ્લેટફોર્મ ટ્વિટર પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યાં છે. મોટા ભાગના યુઝર્સ આ વીડિયો જોઈને આશ્ચર્યમાં મુકાઈ ગયા છે.

એક યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે, બલિદાની પિતા. બીજા એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે, આ વીડિયો પિતાના અદ્દભુત પ્રેમની સાબિતી આપી રહ્યો છે. અન્ય એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે, આ વીડિયો જોઈ હું તો રડી જ પડયો, પોતાના જીવ ગુમાવી દીકરાનો બચાવી લીધો, આ પિતાને સલામ.

સુરતના ઉધના, પુણાગામ, વરાછા, હીરાબાગની ડેરીના ઘી-માખણ સબસ્ટાન્ડર્ડ !
સુરતના ઉધના, પુણાગામ, વરાછા, હીરાબાગની ડેરીના ઘી-માખણ સબસ્ટાન્ડર્ડ !
ઊર્જા અને ઉત્સાહ સકારાત્મક પરિણામો લાવશે, બિઝનેસમાં નવા કરાર થશે
ઊર્જા અને ઉત્સાહ સકારાત્મક પરિણામો લાવશે, બિઝનેસમાં નવા કરાર થશે
તળાજા હાઇવે પર રખડતા ઢોરે લીધો યુવકનો ભોગ - જુઓ Video
તળાજા હાઇવે પર રખડતા ઢોરે લીધો યુવકનો ભોગ - જુઓ Video
ચોટીલામાં કરોડોની લાકડાની હેરાફેરીનો ભંડાફોડ, 15 ટ્રક જપ્ત
ચોટીલામાં કરોડોની લાકડાની હેરાફેરીનો ભંડાફોડ, 15 ટ્રક જપ્ત
અમદાવાદમાં પોલીસકર્મીએ મહિલાને લાફો મારવા મામલે થયો ચોંકાવનારો ખૂલાસો
અમદાવાદમાં પોલીસકર્મીએ મહિલાને લાફો મારવા મામલે થયો ચોંકાવનારો ખૂલાસો
મુસ્લિમ મહિલાના રૂપમાં વેશ બદલીને ચોરી કરતો યુવક ઝડપાયો - જુઓ Video
મુસ્લિમ મહિલાના રૂપમાં વેશ બદલીને ચોરી કરતો યુવક ઝડપાયો - જુઓ Video
દાહોદમાં સૌથી ઓછુ 8 ડિગ્રી તાપમાન નોંધાયુ
દાહોદમાં સૌથી ઓછુ 8 ડિગ્રી તાપમાન નોંધાયુ
આ રાશિના લોકો પરિવાર સાથે કોઈ પવિત્ર ધામની મુલાકાત લેશે
આ રાશિના લોકો પરિવાર સાથે કોઈ પવિત્ર ધામની મુલાકાત લેશે
આવી રીતે શરૂ થતો હનીટ્રેપનો કાંડ, જુઓ Video
આવી રીતે શરૂ થતો હનીટ્રેપનો કાંડ, જુઓ Video
સુરતમાં દીવાલ ધરાશાયી થવાના મામલે એક્શન મોડમાં તંત્ર, જુઓ Video
સુરતમાં દીવાલ ધરાશાયી થવાના મામલે એક્શન મોડમાં તંત્ર, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">