Viral video : ‘મેરા દિલ યે પુકારે’નું કવ્વાલી વર્ઝન થયું વાયરલ, પાકિસ્તાની સંગીતકારોએ આયેશા સામે ગાયું ગીત
Viral video : આયેશાએ જ્યારથી 'મેરા દિલ યે પુકારે' ગીત પર ડાન્સ કર્યો છે ત્યારથી ગીત અને આયેશા બંને સુપર પોપ્યુલર બની ગયા છે. ઘણા લોકોએ ડાન્સ રિક્રિએટ કર્યો જ્યારે ઘણા લોકોએ ઈન્સ્ટાગ્રામ રીલ્સ બનાવવા માટે ગીતનો ઉપયોગ કર્યો.
કહેવાય છે કે સંગીતની કોઈ સીમા હોતી નથી. તેને કોઈ રોકી નથી શકતું. તે સાત સમંદર પાર પણ જઈ શકે છે. લોકો સંગીત પાછળ દિવાના હોય છે. ભારત અને પાકિસ્તાનના સંબંધથી આપણે લોકો જાણીતા જ છીએ. ભલે બંન્ને દેશો વચ્ચે કોઈ કોઈ બાબત ને લઈને કોઈ મતભેદ હોય શકે પણ સંગીત સાથે સારો રસ્તો છે. જે આ ટેન્શનનો અંત લાવે છે અને સંબંધના દોરને બાંધી રાખે છે.
આ પણ વાંચો : ‘મેરા દિલ યે પુકારે આજા’ ગીત પર અમિતાભ બચ્ચનનો ડાન્સ વીડિયો થયો વાયરલ, ફેન્સ કરી રહ્યા છે પ્રશંસા
પાકિસ્તાનમાં પણ લોકો ભારતીય ગીતોને ખૂબ પસંદ કરે છે. તેનું લેટેસ્ટ ઉદાહરણ તાજેતરમાં જોવા મળ્યું, જ્યારે એક પાકિસ્તાની છોકરીએ લતા મંગેશકરના ગીત ‘મેરા દિલ યે પુકારે આજા..’ પર ડાન્સ કરીને હલચલ મચાવી દીધી. હવે આ છોકરીનો વધુ એક ડાન્સ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. તે રાતો રાત સ્ટાર બની ગઈ છે.
જુઓ ‘મેરા દિલ યે પુકારે’નું કવ્વાલી વર્ઝન
View this post on Instagram
આ વખતે કંઈક નવું અપડેટ જોવા મળી રહ્યું છે. આ ગીત પર કવ્વાલી વર્ઝન વગાડતા પાકિસ્તાની સંગીતકારોના જૂથનો એક વીડિયો ઓનલાઈન વાયરલ થયો છે.
ગીત અને આયેશા બન્યા પોપ્યુલર
આયેશાએ જ્યારથી ડાન્સ કર્યો છે ત્યારથી ગીત અને આયેશા બંને સુપર પોપ્યુલર બની ગયા છે. ઘણા લોકોએ ડાન્સ રિક્રિએટ કર્યો જ્યારે ઘણા લોકોએ ઈન્સ્ટાગ્રામ રીલ્સ બનાવવા માટે ગીતનો ઉપયોગ કર્યો. હવે, મેરા દિલ યે પુકારેનું કવ્વાલી વર્ઝન વગાડતા પાકિસ્તાની સંગીતકારોના જૂથનો એક વીડિયો ઓનલાઈન વાયરલ થયો છે. આટલું જ નહીં, આ સંગીતકારોએ આયેશાની સામે જ ગીત ગાયું છે.
કમર રઝા સંતુએ આ વાયરલ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તેણે પોતાના બાયોમાં પોતાને કવ્વાલ અને ગાયક તરીકે ગણાવ્યા છે. ટૂંકી ક્લિપમાં પાકિસ્તાની સંગીતકારો હાર્મોનિયમ પર આકર્ષક ગીતનું કવ્વાલી વર્ઝન વગાડતા જોઈ શકાય છે.
તમને જણાવી દઈએ કે આ ગીત મેરા દિલ પુકારે આજા લતા મંગેશકરે સ્વર બદ્ધ કરેલું છે. ઓનલાઈન શેર કરવામાં આવ્યો ત્યારથી આ વીડિયોને 28 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.