Fact Check: બિઝનેસ અને મિત્રતા માટે સારું નહીં રહે ! ટેરિફની જાહેરાત પર PM મોદીના મૌનથી ટ્રમ્પ વિફર્યો? જાણો વાયરલ પોસ્ટનું સત્ય
ટ્રમ્પના ટ્રુથ સોશિયલના આ સ્ક્રીનશોટમાં કહેવામાં આવ્યું છે કે, એ માનવું મુશ્કેલ છે કે વડા પ્રધાન મોદીએ હજુ સુધી મારા ટ્વીટ, નિવેદનો અથવા ટેરિફ સંબંધિત ચિંતાઓનો જવાબ આપ્યો નથી.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટ્રુથ સોશિયલ પોસ્ટનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારત પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત પછી પીએમ મોદીએ કોઈ પ્રતિક્રિયા ન આપ્યા બાદ ટ્રમ્પે આ પોસ્ટ કરી હતી. જોકે, ફેક્ટ ચેકમાં આવી પોસ્ટના દાવા ખોટા હોવાનું જાણવા મળ્યું છે.
ટ્રમ્પે PM મોદીને આપી ધમકી !
ટ્રમ્પના ટ્રુથ સોશિયલના આ સ્ક્રીનશોટમાં કહેવામાં આવ્યું છે કે, એ માનવું મુશ્કેલ છે કે વડા પ્રધાન મોદીએ હજુ સુધી મારા ટ્વીટ, નિવેદનો અથવા ટેરિફ સંબંધિત ચિંતાઓનો જવાબ આપ્યો નથી. અમે ભારતને ઘણું આપ્યું છે, ગ્રેટ ડીલ, સંરક્ષણ સહયોગ, છતાં સંપૂર્ણ મૌન.” આ સ્ક્રીનશોટ શુક્રવારે (1 ઓગસ્ટ, 2025) સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
Disgruntled lover https://t.co/0zuDNMImn1 pic.twitter.com/QgSQE3Ji95
— Wokeflix (@wokeflix_) August 1, 2025
આ પોસ્ટમાં આગળ લખ્યું છે કે, “ભૂલશો નહીં કે હું તે વ્યક્તિ છું જેણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. બીજું કોઈ આ કરી શક્યું ન હોત.” ઘણા લોકોએ કહ્યું કે મને આ માટે નોબેલ પુરસ્કાર મળવો જોઈતો હતો.” તેમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે અમેરિકન કામદારોને તકલીફ પડી રહી છે ત્યારે ભારતને ફાયદો થતો રહ્યો.
ક્હ્યું વ્યવસાય અને મિત્રતા માટે સારું નહી રહે
વાયરલ પોસ્ટમાં લખ્યું છે કે, “મને હંમેશા પીએમ મોદી ગમ્યા છે, પરંતુ આ પ્રકારનો અનાદર ક્યારેય ભૂલાશે નહીં. વ્યવસાય માટે સારું નહીં રહે, મિત્રતા માટે પણ . #AmericaFirst”.
શું છે આ પોસ્ટનું સત્ય?

આ પોસ્ટ વાયરલ થતા લોકો તેને સત્ય માની રહ્યા હતા પણ હવે Press Trust Of India(PTI)એ આ પોસ્ટને તદ્દન ખોટી અને ફેક ગણાવી છે. તેમજ જ્યારે અમારી ટીમે છેલ્લા બે દિવસમાં યુએસ રાષ્ટ્રપતિની પોસ્ટ્સ શોધી, ત્યારે વાયરલ સ્ક્રીનશોટના દાવાવાળી પોસ્ટ ક્યાંય મળી નહીં. એટલું જ નહીં, ટ્રમ્પે એવી કોઈ પોસ્ટ કરી નથી જેમાં તેમણે સીધા ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હોય. આ સ્ક્રીનશોટ Wokeflix (@wokeflix_) ના ભૂતપૂર્વ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.
