AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video: પીઠ ખંજવાળીને મહિને ₹14 લાખ છાપે છે આ શખ્સ, એક નાનકડી આદતમાંથી બન્યો કરોડોનો બિઝનેસ

દુનિયામાં બિઝનેસ કરવા માટે લોકો નવનવા આઇડિયા શોધતા હોય છે પણ ચીનના એક યુવકે એવો અનોખો કમાલ કરી બતાવ્યો છે કે, જેના વિશે સાંભળીને કોઈ પણ દંગ રહી જાય. 32 વર્ષના યુવકે લોકોની પીઠ અને શરીર પર ખંજવાળવાની એક સ્પેશિયલ દુકાન શરૂ કરી છે. સોશિયલ મીડિયા પરથી મળેલા એક આઇડિયાથી શરૂ થયેલો આ અજીબોગરીબ બિઝનેસ એટલો સુપરહિટ થઈ ગયો છે કે, યુવક દર મહિને 14 લાખ રૂપિયાથી વધુની કમાણી કરી રહ્યો છે.

Trending Video: પીઠ ખંજવાળીને મહિને ₹14 લાખ છાપે છે આ શખ્સ, એક નાનકડી આદતમાંથી બન્યો કરોડોનો બિઝનેસ
| Updated on: Sep 05, 2026 | 2:01 PM
Share

દુનિયામાં બિઝનેસ માટે લોકો ભાત-ભાતના આઇડિયા શોધતા હોય છે. કોઈ જમવાનું વેચે છે તો કોઈ કપડાં કે બીજી વસ્તુઓનો કારોબાર કરે છે પરંતુ ચીનના એક શખ્સે એવો બિઝનેસ શરૂ કર્યો છે કે, જેના વિશે સાંભળીને કદાચ તમને પહેલીવારમાં વિશ્વાસ જ નહીં થાય પણ આ સચ્ચાઈ છે.

શખ્સનો આ બિઝનેસ આઇડિયા એટલો અદ્ભુત નીકળ્યો કે, તેની દર મહિને લગભગ 14 લાખ રૂપિયાની કમાણી થઈ રહી છે. આ બિઝનેસ આઇડિયા માર્કેટમાં એ હદે ધૂમ મચાવી રહ્યો છે કે, હવે તેણે એક બીજી બ્રાન્ચ પણ ખોલી લીધી છે.

ખંજવાળવાની ખોલી દુકાન

એક શખ્સે પીઠ ખંજવાળવાની દુકાન ખોલી અને તેની દુકાન ખૂલતાં જ જાણે તેની લોટરી લાગી ગઈ. લોકો પૈસા આપીને અહીં પોતાની પીઠ અને શરીર પર ખંજવાળ કરાવવા પહોંચી રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, આ અનોખો બિઝનેસ ચીનના દક્ષિણ ભાગમાં રહેતા 32 વર્ષના ઝાંગ શિયાઓચિયાઓએ શરૂ કર્યો છે. તેમણે એવી દુકાન ખોલી છે કે, જ્યાં કર્મચારીઓ ગ્રાહકોને ખાસ રીતે ખંજવાળવાની સર્વિસ આપે છે.

1 કલાકના લાગે છે 3500 રૂપિયા

આ દુકાનનો માહોલ કંઈક-કંઈક મસાજ સેન્ટર જેવો છે. ગ્રાહક બેડ પર ઊંધા સૂઈ જાય છે અને કર્મચારીઓ ખાસ ડિઝાઈનના નેલ્સ (નખ) પહેરીને તેમની પીઠ કે શરીરના બીજા ભાગો પર ધીમે-ધીમે ખંજવાળે છે. આ એક કલાકની સર્વિસ માટે ગ્રાહક પાસેથી લગભગ 300 યુઆન એટલે કે આશરે 3,500 રૂપિયા લેવામાં આવે છે. ગ્રાહક પોતાની જરૂરિયાત મુજબ શરીરના કોઈ ખાસ ભાગ પર પણ ખંજવાળ કરાવવા માટે કહી શકે છે.

ઝાંગનું કહેવું છે કે, આ સર્વિસનો હેતુ માત્ર ખંજવાળ મટાડવાનો નથી. તેમના મતે, કેટલાક લોકોને આનાથી આરામ અનુભવાય છે અને તણાવ દૂર કરવામાં પણ મદદ મળી શકે છે. કેટલાક ગ્રાહકો તો આને મસાજ કરતાં પણ વધુ સુકૂન આપનારું ગણાવે છે.

કેવી રીતે આવ્યો આટલો અજીબ આઇડિયા?

ઝાંગ પહેલાં પણ ઘણા પ્રકારના બિઝનેસ અને નોકરીઓ અજમાવી ચૂક્યો છે પરંતુ તેને આ અનોખા બિઝનેસનો આઇડિયા એક સોશિયલ મીડિયા વીડિયો જોઈને આવ્યો. વીડિયોમાં એક મહિલા તેના પતિની પીઠ ખંજવાળી રહી હતી. તેની કમેન્ટ્સમાં ઘણા લોકોએ લખ્યું હતું કે, જો કોઈ તેમના માટે આવું કરે તો તેઓ આના પૈસા આપવા માટે તૈયાર છે.

બસ, અહીંથી જ ઝાંગના મગજમાં બિઝનેસનો આઇડિયા આવ્યો. તેમને પોતાના બાળપણની એક યાદ પણ આવી. તેમના પિતા અવારનવાર તેમની પીઠ ખંજવાળતા હતા અને તેનાથી તેમને ઘણો આરામ મળતો હતો. ઝાંગે વિચાર્યું કે, જો લોકોને આવી સર્વિસ પ્રોફેશનલ રીતે આપવામાં આવે તો કદાચ તેઓ આના માટે પૈસા પણ આપશે.

એક મહિના પછી ખોલી દીધી ‘બીજી બ્રાન્ચ’

ઝાંગે પોતાની પહેલી દુકાન શેનઝેનના બાઓઆન જિલ્લામાં મે મહિનાની શરૂઆતમાં ખોલી હતી. તેના લગભગ એક મહિના પછી તેમણે ફુતિયાન જિલ્લામાં બીજી બ્રાન્ચ પણ શરૂ કરી દીધી. રિપોર્ટ મુજબ, બંને દુકાનોથી દર મહિને લગભગ 1 લાખ યુઆન એટલે કે આશરે 14-15 લાખ રૂપિયાની ગ્રોસ કમાણી થઈ રહી છે.

બંને આઉટલેટ હવે પોતાનો ખર્ચ કાઢ્યા પછી નફા તરફ આગળ વધી રહ્યા છે. હવે ઝાંગનું સપનું આ બિઝનેસને વધુ મોટો કરવાનું છે. તે ચીનના અલગ-અલગ શહેરોમાં લગભગ 100 દુકાનો ખોલવા માગે છે. તેમનું માનવું છે કે, જે કામને લોકો પહેલાં અજીબ સમજતા હતા, તે ભવિષ્યમાં એક વિધિવત પ્રોફેશન બની શકે છે. ટૂંકમાં, જેને આપણે રોજિંદી એક નાની જરૂરિયાત સમજીએ છીએ, ઝાંગે તેને જ લાખો રૂપિયાના બિઝનેસ આઇડિયામાં બદલી નાખ્યો.

ચોરીના ડરથી માલિકે તેની સ્કોર્પિયો કારને ધાબા પર કરી પાર્ક, ક્રેનની મદદથી ચઢાવી ઉપર, જુઓ-Video

Follow Us
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?
યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?
અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક
અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક
જૂની અદાવતમાં પાલતુ જર્મન શેફર્ડ શ્વાનથી બચકા ભરાવ્યા, યુવાન ઈજાગ્રસ્ત
જૂની અદાવતમાં પાલતુ જર્મન શેફર્ડ શ્વાનથી બચકા ભરાવ્યા, યુવાન ઈજાગ્રસ્ત
ગુજરાતના 16 જિલ્લામાં 1 ઓક્ટોબરથી ESIC યોજના થશે અમલી ! Video
ગુજરાતના 16 જિલ્લામાં 1 ઓક્ટોબરથી ESIC યોજના થશે અમલી ! Video
Breaking News : નવરાત્રી પહેલા જ સાસણમાં શરૂ થશે સિંહ દર્શન
Breaking News : નવરાત્રી પહેલા જ સાસણમાં શરૂ થશે સિંહ દર્શન
રાજકોટમાં સસ્તી લૌનના કૌભાંડનો આંકડો 700 કરોડ સુધી પહોંચ્યો
રાજકોટમાં સસ્તી લૌનના કૌભાંડનો આંકડો 700 કરોડ સુધી પહોંચ્યો
g clip-path="url(#clip0_868_265)">