ભારત ધીરેધીરે આર્થિક પ્રગતિના પંથ પર નવા આયામો સર કરી રહ્યું છે. આજે વિશ્વભરમાં ભારતીયોની બોલબાલા વધી છે. એ પછી રાજકારણ હોય, વિદ્યાર્થીઓ હોય કે પછી વ્યાપાર હોય. આજે વિશ્વના દરેક ખૂણે ભારતીયો વસે છે. અને દેશનું નામ રોશન કરી રહ્યા છે. તો બીજી તરફ આપણો જ પાડોશી દેશ વિશ્વભરમાં પોતાના કાળા કારનામાઓને કારણે હંમેશા બદનામ જ રહે છે. ટ્રેન્ડિંગ ન્યુઝ અહીં વાંચો.
આજે સ્થિતિ એવી છેકે પાકિસ્તાનને પોતાના અસ્તિત્વને લઇને જોખમ છે. પાકિસ્તાન દેશ એટલો નામચીન બની ગયો છે કે વિશ્વમાં તેમના નામ પર કોઇ વિશ્વાસ કરતું નથી. અને, પાકિસ્તાની લોકોને હવે પોતાની શાખ બચાવવા ભારતીય નામ-છાપનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. એમાં પણ પાકિસ્તાની લોકો ભારતીય ખાણીપીણીનો પણ પોતાના ધંધારોજગાર વધારવા ઉપયોગ કરી રહ્યા છે.
થાઇલેન્ડનો એક વીડિયો વાયરલ, જુઓ વીડિયોમાં શું છે
આવો જ એક જીવતો જાગતો પુરાવો થાઇલેન્ડમાં જોવા મળે છે. અહીં, થાઇલેન્ડના એક પ્રસિદ્ધ પ્રવાસી બીચનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં આપણા પંજાબી ભાઇએ પ્રવાસ દરમિયાન આ વીડિયો શૂટ કર્યો છે. આ પંજાબી ભાઇએ વીડિયોમાં દર્શાવ્યું છેકે થાઇલેન્ડના બીચ પર પાકિસ્તાની ધંધાર્થીઓ છે.
પરંતુ આ પાકિસ્તાની ધંધાર્થીઓ ભારતીય ખાણીપીણીને વેચી રહ્યા છે. અને, ભારતીય ખાણીપીણીના ધંધામાં તમામ લોકો વિદેશી છે. જેમાં પાકિસ્તાની લોકો ધંધો ચલાવે છે. જયારે આ હોટેલમાં કામ કરતા લોકો બર્માના હોવાનું વીડિયોમાં કહેવામાં આવી રહ્યું છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયોમાં ભારે વાયરલ થઇ રહ્યો છે. અને, દરેક ભારતીયો માટે ગર્વ લેવા માટે આ વીડિયો પુરતો છે.