ગજબ ! આ વ્યક્તિએ પોતાની ફેસબુકની આદત છોડાવવા માટે મહિલાને થપ્પડ મારવાની જોબ આપી, વીડિયો પર એલન મસ્કે કર્યુ રિએક્ટ

ટેસ્લા અને સ્પેસએક્સના સીઇઓ એલોન મસ્કે બુધવારના રોજ વાયરલ વીડિયો પર પ્રતિક્રિયા આપી. આ વીડિયોમાં એક મહિલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકનો ઉપયોગ કરવા બદલ એક પુરુષને વારંવાર થપ્પડ મારે છે

ગજબ ! આ વ્યક્તિએ પોતાની ફેસબુકની આદત છોડાવવા માટે મહિલાને થપ્પડ મારવાની જોબ આપી, વીડિયો પર એલન મસ્કે કર્યુ રિએક્ટ
This man hired woman to slap him every time he used Facebook. Elon Musk's reaction
TV9 GUJARATI

| Edited By: Bhavyata Gadkari

Nov 13, 2021 | 9:46 AM

સાન ફ્રાન્સિસ્કોમાં (San Francisco) રહેતા એક વ્યક્તિએ એક મહિલાને ફક્ત જો તે વધુ ફેસબુક ચલાવે તો તેને થપ્પડ મારવા માટે રાખ્યી છે. જી હાં તમે બરાબર વાંચ્યુ છે એક વ્યક્તિએ પોતાને થપ્પડ મારવા માટે એક મહિલાને હાયર કરી છે. તે વ્યક્તિએ આને લગતું એક સ્ટાર્ટ અપ પણ ખોલ્યું છે. તેનાથી પ્રભાવિત થઈને ઈલોન મસ્કે પણ તેના ટ્વીટનો જવાબ આપ્યો હતો. જ્યાર પછી આ સમગ્ર મામલો વાયરલ થઇ રહ્યો છે.

ટેસ્લા અને સ્પેસએક્સના સીઇઓ એલોન મસ્કે બુધવારના રોજ વાયરલ વીડિયો પર પ્રતિક્રિયા આપી. આ વીડિયોમાં એક મહિલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકનો ઉપયોગ કરવા બદલ એક પુરુષને વારંવાર થપ્પડ મારે છે કારણ કે તે ફેસબુકની લતથી પીડિત છે.

વાયરલ વીડિયોમાં દેખાતો વ્યક્તિ મનીષ સેઠી છે, જે સાન ફ્રાન્સિસ્કો (San Francisco) સ્થિત બ્લોગર છે જે વિયરેબલ ટેક સ્ટાર્ટઅપ (Wearable Tech Startup) પાવલોકના (Pavlok) સ્થાપક પણ છે. સેઠીએ જ્યારે પણ ફેસબુકનો ઉપયોગ કર્યો ત્યારે તેને થપ્પડ મારવા માટે એક મહિલાને નોકરી પર રાખ્યા હોવાના અહેવાલ છે. તમને જણાવી દઈએ કે કારા નામની મહિલાને કથિત રીતે નોકરી પર રાખવામાં આવી હતી. મહિલાને કામ માટે પ્રતિ કલાક લગભગ $8 ચૂકવવામાં આવતા હતા જેમાં તેણીનું એકમાત્ર કામ સોશિયલ મીડિયા પર વધુ સમય પસાર કરવા માટે તેની બાજુમાં બેઠેલી વ્યક્તિને થપ્પડ મારવાનું હતું.

એક બ્લોગ પોસ્ટમાં, સેઠીએ જણાવ્યું હતું કે તે તેને થપ્પડ મારવા માટે એક મહિલાને નોકરી પર રાખીને તેની ઉત્પાદકતા 35-40% થી વધારીને 98% કરવામાં સક્ષમ છે. આ પ્રયોગ 9 વર્ષ પહેલા સેઠીએ કર્યો હતો. જોકે, હવે મસ્કનું ધ્યાન ઉત્પાદકતા વધારવાના આ અનોખા પગલા તરફ ગયું છે.

સેઠીના ટ્વીટનો જવાબ આપતા, એલોન મસ્કએ 2 ફાયર ઇમોજીસ મોકલ્યા, જેણે બ્લોગરને પ્રભાવિત કર્યા. થોડી જ વારમાં, સેઠીએ મસ્કને જવાબ આપ્યો અને તેના સ્ટાર્ટ અપ વિશે કહ્યું, ‘હું આ તસવીરમાંનો વ્યક્તિ છું. @elonmusk મને બે ઇમોજી આપી રહ્યા છે જે મારી સૌથી મોટી સફળતા છે’

આ પણ વાંચો –

Mandi: સાબરકાંઠાના મોડાસા APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 7000 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

આ પણ વાંચો –

T20 World Cup: ન્યુઝીલેન્ડના ક્રિકેટરોની પત્નિઓની ખૂબસુરતી જ નહી પરંતુ તેમનુ કામ પણ બોલે છે, જાણો આ સુંદર ચેહરાઓનો દમ

આ પણ વાંચો – Crime: સચિવાલયમાં મહિલા કર્મચારીની છેડતીના આરોપી અધિકારીને મળ્યા જામીન, પીડિત મહિલા દ્વારા છેડતીનો વિડીયો વાયરલ કર્યા બાદ પોલીસ આવી હતી હરકતમાં

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati