Viral: નાની બારીમાંથી કઈ રીતે ઘૂસવું ચોરે પોલીસને બતાવ્યો ડેમો, લોકો બોલ્યા આ પણ બહું મહેનતનું કામ છે
IPS ઓફિસર રુપિન શર્માએ પોતાના ટ્વિટર હેન્ડલ પર આ ફની વીડિયો શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું, 'આ ચોર બારીમાંથી ઘૂસ્યો'. વીડિયો જોઈ લોકોએ આપી કંઈક આ રીતે પ્રતિક્રિયા.
દુનિયામાં ગુનાખોરી અને ગુનેગારોની કોઈ કમી નથી. હત્યા એક ગંભીર ગુનો છે અને આવા ગુનાઓ ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ લૂંટ અને ચોરી બે એવા ગુના છે, જેના કિસ્સાઓ આખી દુનિયામાં દરરોજ જોવા મળે છે. ખાસ કરીને જો ચોરી(Theft)ની વાત કરીએ તો દુનિયામાં આવી અનેક ઘટનાઓ સામે આવી છે, જેના વિશે જાણીને લોકો ચોંકી જાય છે. દુનિયામાં એવા ઘણા ચોર છે જે ચોરી કરવા માટે અનોખી રીતો અપનાવે છે અને ખૂબ જ ચપળતાથી ચોરી કરે છે, જેની જાણ આજુબાજુના ઘરના લોકોને પણ નથી હોતી.
આમ તો લોકો પોતાના ઘરની સુરક્ષા માટે જાડા દરવાજા અને લોખંડની બારી લગાવે છે, પણ જો ચોર એ લોખંડની બારીઓમાંથી ઘૂસીને ચોરી કરે તો શું થાય. સાંભળવામાં થોડું અજીબ લાગે છે, પરંતુ આજકાલ એક એવો જ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ (Viral Videos) થઈ રહ્યો છે, જેને જોઈને તમને આ વાત સાચી લાગવા લાગશે.
વાસ્તવમાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક ચોર સરળતાથી બારીનો સહારો લઈને ઘરમાં ઘૂસી જાય છે. જો કે આ એક ડેમો છે, પરંતુ ચોર પોલીસના કહેવા પર કેવી રીતે ચોરી કરે છે તે દર્શાવ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક પોલીસકર્મી ચોરની હાથકડી ખોલે છે, જેથી તે પોતાનું ‘કૌશલ્ય’ બતાવી શકે.
This thief entered through the window. #Demo again..#Power_of_diagonal !👌👌👌 pic.twitter.com/qQO506fP2i
— Rupin Sharma (@rupin1992) January 17, 2022
આ પછી ચોર અશક્યને શક્ય બનાવે છે. તે બારીમાંથી સળિયા વચ્ચેથી ઘરમાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે અને ખૂબ જ સરળતાથી તે નાની જગ્યામાંથી ઘરની અંદર પ્રવેશ કરે છે. આ એક અદ્ભુત નજારો હતો, કારણ કે સામાન્ય રીતે એવું ક્યારેય જોવા મળતું નથી કે ચોર ચારેબાજુ સળિયા વડે બારીમાંથી આ રીતે ઘરમાં પ્રવેશે છે.
IPS ઓફિસર રુપિન શર્માએ પોતાના ટ્વિટર હેન્ડલ પર આ ફની વીડિયો શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું, ‘આ ચોર બારીમાંથી ઘૂસ્યો’. 1 મિનિટ 4 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 5 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે ઘણા લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે.
ઘણા લોકોએ વીડિયો જોયા પછી ફની કમેન્ટ્સ પણ કરી છે. એક યુઝરે લખ્યું છે કે, ‘જજજીને શંકા છે કે આટલી નાની બારીમાંથી કોઈ કેવી રીતે પ્રવેશી શકે છે’, જ્યારે અન્ય યુઝરે મજાકમાં કમેન્ટ કરી કે, ‘આ સરળ કામ નથી. એવું લાગે છે’. તેવી જ રીતે અન્ય એક યુઝરે લખ્યું છે કે, ‘આના પર તો કોઈ કેસ જ ન બને’.
આ પણ વાંચો: ઈલેક્ટ્રિક વાહનોનો વધી રહ્યો છે ક્રેઝ, ચાર્જીંગ સ્ટેશન બિઝનેસવાળા આ 5 સ્ટોક કરી શકે છે તમને માલામાલ
આ પણ વાંચો: Garlic Farming: આ પ્રકારે જો લસણની ખેતી કરવામાં આવે તો ખેડૂતોને મળી શકે છે સારો નફો