Viral Video: આ છે ‘દુલ્હનનું ઝરણું’, દૃશ્ય એટલું મનમોહક છે કે વારંવાર જોવાનું થશે મન

તમે વિશ્વમાં એક કરતા વધારે વોટરફોલ (Waterfall Video) જોયા હશે, જેમાં ભારતનો દૂધસાગર વોટરફોલ અને અમેરિકાનો નાયગ્રા વોટરફોલ વગેરેનો સમાવેશ થાય છે. તેઓ એટલા સુંદર દેખાય છે કે આખી દુનિયામાં તેમની ચર્ચા થાય છે

Viral Video: આ છે 'દુલ્હનનું ઝરણું', દૃશ્ય એટલું મનમોહક છે કે વારંવાર જોવાનું થશે મન
Waterfall of the BrideImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2022 | 11:01 AM

આ પૃથ્વી પર એકથી વધુ સુંદર અને અદ્ભુત જગ્યાઓ છે, જે લોકોને આશ્ચર્યચકિત કરે છે. ક્યાંક ઊંચા પહાડો છે તો ક્યાંક લાંબી નદીઓ છે તો ક્યાંક સુંદર ધોધ જોવા મળે છે. ત્યારે કેટલીક જગ્યાએ સમુદ્રના મોજા પણ એટલા સુંદર લાગે છે કે તેને જોઈને વ્યક્તિ મંત્રમુગ્ધ થઈ જાય છે. દુનિયાભરમાં આવી સુંદર જગ્યાઓ અસ્તિત્વમાં છે, જ્યાં લોકો ક્યારેક ને ક્યારેક જવાનું સપનું જુએ છે. તમે વિશ્વમાં એક કરતા વધારે વોટરફોલ (Waterfall Video) જોયા હશે, જેમાં ભારતનો દૂધસાગર વોટરફોલ અને અમેરિકાનો નાયગ્રા વોટરફોલ વગેરેનો સમાવેશ થાય છે. તેઓ એટલા સુંદર દેખાય છે કે આખી દુનિયામાં તેમની ચર્ચા થાય છે, પરંતુ આજકાલ એક અનોખો ધોધ ચર્ચાનો વિષય બનેલો છે. આ અનોખા ધોધનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video)થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ દંગ રહી જશો.

આ ધોધની વિશેષતા એ છે કે જ્યારે તે પર્વતની ટોચ પરથી પડે છે ત્યારે તેનો આકાર એવો બને છે જાણે પરિણીત યુવતી ઉભી હોય. વાસ્તવમાં, વિદેશમાં દુલ્હન સફેદ કલરનો ડ્રેસ પહેરે છે. વીડિયોમાં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. તમે જોઈ શકો છો કે જ્યારે ધોધ ઉપરથી પડવા લાગે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ માથું હોય. પછી નીચે આવીને ધોધ સંપૂર્ણપણે ‘દુલ્હન’માં ફેરવાઈ જાય છે. એટલા માટે આ ધોધને ‘વોટર ફોલ ઓફ ધ બ્રાઈડ’ એટલે કે ‘દુલ્હનનું ઝરણું’ કહેવામાં આવે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ધોધ પેરુમાં સ્થિત છે, જેને પ્રકૃતિની અજાયબી કહી શકાય. આવો આકાર આપતો ધોધ તમે ભાગ્યે જ જોયો હશે. તે યુનિક અને અદ્ભુત છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આ અદ્ભુત ધોધનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @wowinteresting8 નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે. 52 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 2.8 મિલિયન એટલે કે 28 લાખ વખત જોવામાં આવ્યો છે, જ્યારે એક લાખ 14 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે. ત્યારે લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. કેટલાક આ ધોધને સુંદર કહી રહ્યા છે તો કેટલાક તેને નકલી કહી રહ્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">