VIDEO : આ સમયે માત્ર વિદેશી સંબધો જ આવે કામ, યુક્રેન- રશિયા વચ્ચેના યુદ્ધમાં સુષ્મા સ્વરાજનો આ વીડિયો કેમ થઈ રહ્યો છે વાયરલ ?
રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધ સમયમાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં સુષ્મા સ્વરાજે કહ્યુ કે, ભારતીય વિદેશ નિતીને લઈને અવારનવાર પ્રશ્નો ઉઠાવવામાં આવતા હોય છે કે દેશના વડાઓ જ્યારે વિદેશ પ્રવાસમાં જાય છે, ત્યારે શું કામ કરે છે..?
Russia Ukraine War : રશિયા-યુક્રેન યુદ્ધનો આજે છઠ્ઠો દિવસ છે.યુક્રેન પર રશિયન સેનાના (Russian Army) હુમલાએ યુક્રેનના બીજા સૌથી મોટા શહેર પર હુમલો કર્યો છે. ત્યારથી રાજધાની કિવ પર કબજો કરવાનો ખતરો વધુ વધી ગયો છે. બીજી તરફ ભારત આ દેશમાં ફસાયેલા તેના નાગરિકોને સુરક્ષિત બહાર લાવવાના તમામ પ્રયાસો કરી રહ્યું છે.તેની વચ્ચે પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજનો (Sushma Swaraj) એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
મેં છેલ્લા પાંચ વર્ષમાં આ જોયુ છે : સુષ્મા સ્વરાજ
વીડિયોમાં સુષ્મા સ્વરાજ એક કાર્યક્રમમાં કહે છે કે,ભારતીય વિદેશ નિતીને (Indian Foreign Policy)લઈને અવારનવાર પ્રશ્નો ઉઠાવવામાં આવતા હોય છે કે વિદેશ મંત્રી વિદેશ પ્રવાસમાં જાય છે, ત્યારે શું કામ કરે છે..? તેણે કહ્યુ કે,વિદેશ પ્રવાસ ફરવા માટે હોતો નથી પરંતુ બીજા દેશ સાથે સંબધ બનાવવા માટે હોય છે. ઉપરાંત વ્યક્તિગત સંબધો માટે આ પ્રવાસ કરવામાં આવે છે. મેં છેલ્લા પાંચ વર્ષમાં આ જોયુ છે અને ઉપયોગ પણ કર્યો છે.
ભારતીય નાગરિકોને બહાર કાઢવાની સમસ્યા
જ્યારે યમનમાં યુદ્ધ શરૂ થયુ ત્યારે ભારતીય નાગરિકોને બહાર કાઢવાની સમસ્યા હતી. આ ભારત માટે એક પડકાર હતો અને બધી બાજુઓથી રસ્તાઓ બંધ હતા. ત્યારે જ મને વિચાર આવ્યો કે પ્રધાનમંત્રીએ તાજેતરમાં જ સાઉદી અરબની મુલાકાત કરી છે. મેં તેમને કહ્યુ કે, જો સાઉદી અરબ સાત દિવસ માટે યુદ્ધ રોકે તો આપણે ભારતીય નાગરિકોને સલામત રીતે બહાર કાઢી શકીએ. ત્યારે તેમના કહેવાથી સાઉદી અરબે સાત દિવસ તો નહિ. પરંતુ સાત દિવસ દરમિયાન દરરોજ બે કલાક યુદ્ધ વિરામની ગોઠવણ કરી આપી હતી. બાદમાં યમન દેશ દ્રારા પણ એરપોર્ટ ખોલવામાં આવ્યુ.
જુઓ વીડિયો
ભારતના 5000 નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા
48 દેશોમાં અમેરિકા, ઈંગ્લેન્ડ અને જર્મની સહિતના વડાઓએ કહ્યુ હતુ કે, માત્ર ભારત જ નાગરિકોને બહાર કાઢવામાં મદદ કરી શકે છે. એ સમયે પાકિસ્તાન સહિત 48 રાષ્ટ્રોના નાગરિકોને બહાર કાઢવા માટે ભારતે મદદ કરી હતી. આ સિવાય ભારતના 5000 નાગરિકોને પણ સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. એટલે જ્યારે આ પ્રકારની સમસ્યા સર્જાઈ ત્યારે માત્ર ને માત્ર વિદેશી સંબધો જ કામ આવે છે. પૂર્વ વિદેશ મંત્રીનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો : Ukraine Russia War : ખાર્કીવમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત, વિદેશ મંત્રાલયે આપી જાણકારી