યુક્રેનમાં ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓની હાલત કફોડી, કેટલાક બંકરમાં પસાર કરી રહ્યા છે દિવસ, કેટલાકનો સંપર્ક છુટ્યો

યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓની સ્થિતિ ખૂબ જ કફોડી બનતી જઇ રહી છે. યુવા વિદ્યાર્થીઓ બંકરમાં રહેવા મજબુર બન્યા છે. યુવાનો સુધી કોઇ મદદ ન પહોંચતા ગુજરાતમાં વસતા તેમના પરિવારજનો ચિંતામાં મુકાયા છે.

TV9 GUJARATI

| Edited By: Tanvi Soni

Mar 01, 2022 | 9:47 AM

યુક્રેન-રશિયાન વચ્ચે ભીષણ યુદ્ધ (Ukraine-Russia war )યથાવત્ છે. યુદ્ધના કારણે અનેક ભારતીય યુક્રેનની સરહદ નજીક આવેલા શહેરોમાં ગુજરાતના અનેક વિદ્યાર્થી (Gujarati Students) ફસાયા છે. વિદ્યાર્થીઓની સ્થિતિ ખૂબ જ કફોડી બનતી જઇ રહી છે. યુવા વિદ્યાર્થીઓ બંકર (Bunker)માં રહેવા મજબુર બન્યા છે. યુવાનો સુધી કોઇ મદદ ન પહોંચતા ગુજરાતમાં વસતા તેમના પરિવારજનો ચિંતામાં મુકાયા છે.

એક તરફ યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી ઓપરેશન ગંગા અંતર્ગત ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ પરત ફરી રહ્યા છે. ત્યારે તેમના માતા-પિતા હાંશકારો અનુભવી રહ્યા છે. બીજી તરફ હજુ પણ યુક્રેનમાં કેટલાક ગુજરાતી વિદ્યાર્થીઓ કફોડી સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. યુવા વિદ્યાર્થીઓ પોતાનો બચાવ કરવા માટે હવે પોલેન્ડ અને રોમાનિયા તરફ પગપાળા જઈ રહ્યા છે. નવસારીના એક વિદ્યાર્થી સહિત 30થી વધુ ગુજરાતઓ છેલ્લા ત્રણ દિવસથી બંકરમાં દિવસો વિતાવી રહ્યા છે. યુવાનો સુધી કોઈ મદદ ન પહોંચતા તેમના પરિવારજનો ચિંતિત બન્યા છે અને સરકાર પાસે તેમના સુધી મદદ પહોંચાડવા મદદ માગી રહ્યા છે.

તો કેટલાક સ્થળે ફસાયેલા કેટલાક વિદ્યાર્થીઓના ફોન બંધ થઈ જતાં તેઓ સંપર્ક વિહોણા પણ થઈ ગયા છે. ત્યારે તાપીના વાલોડમાં રહેતો એક વિદ્યાર્થીનો પરિવાર સાથે સંપર્ક તૂટી જતાં પરિવારમાં ચિંતાનો માહોલ છે. સંપર્ક પણ તૂટી ગયો હોવાથી પરિવારના શ્વાસ અદ્ધર થઈ ગયા છે.

આ પણ વાંચો-

Kutch: દિનદયાળ પોર્ટ પર ઓથોરિટી બોર્ડની બેઠક મળી, કામદારોના પ્રશ્ન અને જમીન સહિત વિકાસના વિવિધ 34 કામ પર નિર્ણય લેવાયા

આ પણ વાંચો

Kutch: દિનદયાળ પોર્ટ પર ઓથોરિટી બોર્ડની બેઠક મળી, કામદારોના પ્રશ્ન અને જમીન સહિત વિકાસના વિવિધ 34 કામ પર નિર્ણય લેવાયા

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati