Viral Video: વાંદરાને સળી કરી રહ્યો હતો વ્યક્તિ, કપીરાજનો મગજ જતાં ઝીંકી તલવાર !
હાલ સોશિયલ મીડિયા પર એક ફની વાનરનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક માણસ વાંદરાને પરેશાન કરતો જોવા મળે છે, જેના પર વાંદરો તેને જોરદાર જવાબ આપતો જોવા મળે છે.
વાંદરાઓની પ્રજાતિ મનુષ્યની સૌથી નજીક માનવામાં આવે છે. તેમની વિચારવાની અને સમજવાની શક્તિ પણ અન્ય પ્રાણીઓ કરતાં વધુ હોય છે. બીજી તરફ સોશિયલ મીડિયા (Social Media) પર વાંદરાઓના ફની વીડિયોઝ (Monkey Funny Viral Video) જોવા મળતા હોય છે. હાલમાં જ સોશ્યિલ મીડિયા પર એક વાનરનો વીડિયો ખુબ જોવા મળી રહ્યો છે. જેમાં વાંદરો નકલી તલવારથી એક માણસને મારતો જોવા મળે છે.
હાલ સોશિયલ મીડિયા પર એક ફની વાનરનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક માણસ વાંદરાને પરેશાન કરતો જોવા મળે છે, જેના પર કપીરાજને મગજ જાય છે અને તલવારથી જોરદાર પ્રહાર કરે છે.
સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ (Viral Videos) થઈ રહેલા એક વીડિયોમાં એક માણસ વાંદરાને હેરાન કરતો જોવા મળે છે. જે બાદ કપીરાજ તે વ્યક્તિને પાઠ ભણાવવા માટે જોરથી પ્રહાર કરે છે. વીડિયોમાં, માણસ પ્લાસ્ટિકની તલવારથી પોતાને મારતા વાંદરાની મજાક કરે છે. જેના પર વાંદરો કંટાળી જાય છે અને તેને જોરથી ફટકારે છે.
આ વીડિયો ઈન્સ્ટાગ્રામ (Instagram) એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ વાંદરાના તોફાની સ્વભાવને ખૂબ પસંદ કરે છે. આ સાથે વાંદરાના આ વીડિયોને 24 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. ત્યારે 10 લાખથી વધુ વપરાશકર્તાઓએ આ વીડિઓને પસંદ કર્યો છે. હાલમાં વાંદરાના આ ફની વીડિયોને લોકો ઘણો પસંદ કરી રહ્યા છે. ત્યારે આ જ કારણ છે કે યુઝર્સ આના પર તેમની પ્રતિક્રિયાઓ વધુને વધુ આપી રહ્યા છે.
View this post on Instagram
સોશિયલ મીડિયા વીડિયોનો ખજાનો છે ત્યારે અવારનવાર આવા રમુજી વીડિયો સામે આવતા હોય છે જે લોકોને ખુબ હસાવતા હોય છે ત્યારે ઘણા વીડિયો અવા પણ હોય છે જે લોકોને ભાવુક કરી દે છે અને ઘણા વીડિયો અવા પણ હોય છે જેમાંથી કંઈક શીખવા પણ મળે છે. જેમાં લોકોને હાલ તો આ કપીરાજનો વીડિયો ખુબ પસંદ આવી રહ્યો છે.
આ પણ વાંચો: Technology: રોડ સેફ્ટી ફિચર્સ સાથે માર્ગ પરિવહન મંત્રાલયે લોન્ચ કરી નવી નેવિગેશન એપ
આ પણ વાંચો: Viral: ઘોડાને લઈ જતા આ બાળકે જીત્યું બધાનું દિલ, જુઓ આ વાયરલ વીડિયો