Viral Video: ઓહો…Overloaded સ્કૂટી પર વ્યક્તિએ સામાનની સાથે કરી સવારી, લોકોએ કહ્યું- 32GB ફોનમાં 31.9GB
રસ્તા પર આપણે અવાર-નવાર એવા લોકોને જોતાં હોઈએ છીએ જેઓ ટ્રાફિકના નિયમો (Traffic Rules) તોડે છે અને માત્ર પોતાની જ નહીં પરંતુ બીજાના જીવને પણ જોખમમાં મૂકે છે. આવા વ્યક્તિનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર અવાર-નવાર એક કરતા વધુ ચોંકાવનારા વીડિયો વાયરલ થતા હોય છે. પરંતુ આ વીડિયો શેર કરતી વખતે તેલંગાણા પોલીસે (Telangana Police) લોકોને અપીલ કરી અને રોડ સેફ્ટીના નિયમોનું (Road Safety Rules) પાલન કરવાનું કહ્યું છે. જેથી લોકોના જીવ જોખમમાં ન મુકાય.
લોકોએ આપી મજેદાર પ્રતિક્રિયાઓ
ટ્વિટર પર આ વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, મારા 32GBના ફોને 31.9GBનો ભાર સંભાળી રાખ્યો છે. આ વીડિયો ટ્રેન્ડ થતાં જ તેલંગાણા પોલીસે તેને રિટ્વીટ કરીને ખૂબ જ સારું પગલું ભર્યું.
સૌથી પહેલા તેલંગાણા રાજ્ય પોલીસના આ ઓફિશિયલ ટ્વીટ સાથે વીડિયો જુઓ…
There is a possibility to retrieve the data from the Mobile, even if it’s damaged. But not life… So our appeal to people avoid putting their life’s at risk and others too.#FollowTrafficRules #RoadSafety @HYDTP @CYBTRAFFIC @Rachakonda_tfc @hydcitypolice @cyberabadpolice https://t.co/Z6cipHFfDr
— Telangana State Police (@TelanganaCOPs) June 21, 2022
લોકોને કરી અપીલ
પોલીસે કહ્યું કે, મોબાઈલમાંથી ક્ષતિગ્રસ્ત ડેટા રિકવર કરી શકાય છે, પરંતુ લાઈફ (Life) સાથે આવું થઈ શકે નહીં. તેમણે લોકોને અપીલ કરી કે આ રીતે પોતાનો અને બીજાના જીવને જોખમમાં (Danger) ન નાખો. માત્ર 9 સેકન્ડના આ વીડિયોની ઘણા લોકો મજાક કરી રહ્યા છે, તો કેટલાક ગુસ્સે પણ છે. રસ્તા પરની બેદરકારી (Carelessness) ખરેખર તમારા જીવનને નુકસાન પહોંચાડી શકે છે. Tv 9 પણ આવા પ્રકારના વીડિયોને પ્રોત્સાહન આપતું નથી.
સોશિયલ મીડિયા યુઝર્સે આ વીડિયો પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી છે. આ વ્યક્તિ જે રીતે આવી જગ્યાએ બેસીને ડ્રાઈવિંગ કરી રહ્યો છે, તેની આ સ્ટાઈલ જોઈને બધા ચોંકી ગયા છે. એક યુઝરે કહ્યું કે, આટલી બધી સામગ્રી ભાગ્યે જ કારમાં આવી શકશે. એક યુઝરે કહ્યું કે-આને કોઈ લારી ખરીદી ને આપો.