Viral Video: છોકરીએ ગાયું ‘યે હસીં વાદિયાં…’, સુંદર અવાજની ફેન બની દુનિયા

આ આકર્ષક સિંગિંગ વીડિયો (Singing Videos) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર indianmusicsouls નામથી શેર કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે, આ છોકરીમાં 100 ટકા ટેલેન્ટ છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 45 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે.

Viral Video: છોકરીએ ગાયું 'યે હસીં વાદિયાં...', સુંદર અવાજની ફેન બની દુનિયા
singing viral video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2022 | 11:30 AM

સોશિયલ મીડિયા પર સિંગિંગને લગતા ઘણા વીડિયો (Singing Videos) છે. ફેસબુક હોય કે ઇન્સ્ટાગ્રામ કે પછી ટ્વિટર, આવા તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવા વીડિયો અવાર-નવાર વાયરલ થાય છે. જે લોકોને આશ્ચર્યચકિત કરે છે. જો કે ગાવું દરેક માટે સરળ નથી હોતું, પરંતુ કેટલાક લોકોને ભગવાને એટલો સુંદર અવાજ આપ્યો છે કે તેઓ પોતાના અવાજનો જાદુ ચલાવીને બધાને મંત્રમુગ્ધ કરી દે છે. આવી જ એક યુવતીએ પોતાના અવાજનો જાદુ ચલાવીને લોકોને ચોંકાવી દીધા છે. તેણે પોતાના સુંદર અવાજમાં ‘યે હસીન વાદીયાં…’ (Yeh Haseen Vaadiyan) ગીત ગાયું છે. આ ગીત સાંભળીને હવે આખી દુનિયા તેની ફેન બની ગઈ છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે છોકરીએ કેપ પહેરી છે, જે હિમાચલી કેપ જેવી લાગે છે. આવી સ્થિતિમાં એમ કહી શકાય કે, પોતાના સુંદર અવાજથી લોકોના દિલ પર રાજ કરનારી આ છોકરી હિમાચલ પ્રદેશની હોઈ શકે છે. જો કે દેશમાં પ્રતિભાશાળી લોકોની કોઈ કમી નથી, પરંતુ કેટલીક પ્રતિભાઓ એવી છે જે ખરેખર વખાણને પાત્ર છે. આ છોકરી પણ આવી જ છે. તેના જેટલા વખાણ કરવામાં આવે તેટલા ઓછા છે. તમે ઘણા લોકોને સંગીત સાથે ગીત ગાતા જોયા હશે, પરંતુ સંગીત વિના ગાવું ખૂબ મુશ્કેલ છે. પરંતુ આ છોકરીને ગાતી જોઈને એવું નથી લાગતું કે તેના માટે સંગીત વિના ગાવું મુશ્કેલ હોય.

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

જુઓ આ સુંદર અવાજનો વીડિયો…….

આ આકર્ષક સિંગિંગ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર indianmusicsouls નામથી શેર કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે, આ છોકરીમાં 100 ટકા ટેલેન્ટ છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 45 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 5 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે.

લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું છે કે, આ છોકરી ખરેખર ખૂબ જ ટેલેન્ટેડ છે, તો બીજા યુઝરે મજાકિયા અંદાજમાં લખ્યું છે કે ‘ભાઈ આવી લાઈફ પાર્ટનરના તો હું પણ તેનો હકદાર છું’. જો કે કેટલાક યુઝર્સને છોકરીનું ગીત એટલું પસંદ નહોતું આવ્યું. એક યુઝરે લખ્યું છે કે, ‘મને આટલી મજા નથી આવી’ તો બીજા યુઝરે લખ્યું છે કે, ‘સ્ટ્રીટ આર્ટિસ્ટ આના કરતા વધુ સારું ગાય છે’.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">