રેઈનકોટ વગર ભારે વરસાદમાં નિસહાય દેખાયો ડિલીવરી બોય, Viral Video જોઈ લોકોએ તેને કર્યુ સલામ

હાલમાં એક ડિલવરી બોયનો (Delivery boy) વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ડિલવરી બોયનું જીવન સરળ નથી હોતુ, એજ આ વીડિયોમાં દેખાય રહ્યુ છે.

રેઈનકોટ વગર ભારે વરસાદમાં નિસહાય દેખાયો ડિલીવરી બોય, Viral Video જોઈ લોકોએ તેને કર્યુ સલામ
Delivery boy viral videoImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2022 | 8:28 PM

જીવન એક સંઘર્ષ છે. દરેકના જીવનમાં સંઘર્ષ છે. દરેકના પોતાના સંઘર્ષ છે. કોઈને પૈસા માટે, કોઈને સ્વાસ્થ્ય માટે, કોઈ માનસિક શાંતિ માટે અને કોઈ દુનિયા માટે સંઘર્ષ કરી રહ્યું છે. આપણે આપણી આસપાસ એવા ઘણા લોકો જોયા છે, જે સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યા છે. વાત માત્ર એટલી જ છે કે કોઈ સંઘર્ષ કરીને થાકીને હારી જાય છે. જ્યારે ઘણા સંઘર્ષ કરતા રહે છે. આવા અનેક લોકોના જીવનની વાત તમે સાંભળી જ હશે. હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે. ઘણા લોકો તેનો આંનદ લઈ રહ્યા છે પણ ઘણા બધા લોકો માટે આ વરસાદ એક આફત સમાન હોય છે. હાલમાં એક ડિલવરી બોયનો (Delivery boy) વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. ડિલવરી બોયનું જીવન સરળ નથી હોતુ, એજ આ વીડિયોમાં દેખાય રહ્યુ છે.

સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થયો છે તે ઘણો ઈમોશનલ છે. આ વીડિયોમાં એક ફૂડ ડિલવરી બોય વરસાદમાં રેઈનકોટ વગર ગાડી પર દેખાય છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ખુબ વરસાદ પડી રહ્યો છે. ઘણા લોકો પોતાની કારમાં છે. જ્યારે તે પોતાની બાઈક પર વરસાદમાં ભીંજાઈ રહ્યો છે. તે વરસાદના પાણીને તેની આંખમાં જતા અટકાવવાનો પ્રયાસ પણ કરી રહ્યો છે. તે લોકો ટ્રાફિક સિગ્નલને કારણે ત્યાં ઊભા છે. તે તમામ સિગ્નલ લીલુ થવાની રાહ જોઈ રહ્યા છે. આ વીડિયો ખુબ જ ઈમોશનલ છે. ગરીબ લોકો આવી સમસ્યાનો રોજ સામનો કરતા હોય છે.

આ પણ વાંચો

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્ટાગ્રામ પર frinds.dinesh નામની આઈડી પરથી શેયર કરવામાં આવ્યો છે. તેના કેપ્શનમાં લખ્યુ છે કે , નોકરીવાળુ જીવન દરેક માટે સરળ નથી હોતુ. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">