અમેરીકાના ફાઇટર વિમાન પર દોરડા બાંધીને હિંચકા ખાય રહ્યા છે તાલિબાનીઓ, જુઓ વીડિયો

આ વીડિયોને પાકિસ્તાનના પત્રકાર બાઘવાને શેર કર્યો છે. ડિસેબલ થઇ ગયા પછી આ વિમાન હવે અન્ય કોઇ ઉપયોગમાં આવે તેમ નથી જેથી તાલિબાનીઓ તેને હિંચકા ખાવામાં વાપરી રહ્યા છે.

અમેરીકાના ફાઇટર વિમાન પર દોરડા બાંધીને હિંચકા ખાય રહ્યા છે તાલિબાનીઓ, જુઓ વીડિયો
Viral Video of Talibani fighters

અમેરીકાએ (America) અફઘાનિસ્તાનમાંથી (Afghanistan) વાપસી તો કરી લીધી પરંતુ તેઓ પોતાના હથિયારો અને વિમાનોને ડિસેબલ (American Fighter Jet) કરીને છોડતા ગયા છે. અમેરીકાના ગયા બાદ તાલિબાનીઓએ જબરદસ્તી અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો અને સરકાર પણ બનાવી લીધી. પરંતુ અમેરીકાના વિમાન સાથે હવે તેઓ પોતાનું મનોરંજન કરી રહ્યા છે.

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજાની સાથે જ સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થવા લાગ્યા. તેવામાં હાલ તાલિબાનીઓનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. તમે તાલિબાનીઓનો અમ્યુઝમેન્ટ પાર્કમાં રમતો, આઇસક્રીમ ખાતો વીડિયો તેમજ જીમમાં ઇક્યુપમેન્ટ્સ સાથે રમત રમતો વીડિયો તો જોયો જ હશે.

આજે અમે તમારા માટે એવો જ એક વીડિયો લઇને આવ્યા છીએ. આ વીડિયોમાં તાલિબાની લડાકુઓ અમેરીકી ફાઇટર જેટના વિંગ પર દોરડી બાંધીને હિંચકા ખાય રહ્યા છે. તાલિબાનીઓનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોને પાકિસ્તાનના પત્રકાર બાઘવાને શેર કર્યો છે. ડિસેબલ થઇ ગયા પછી આ વિમાન હવે અન્ય કોઇ ઉપયોગમાં આવે તેમ નથી જેથી તાલિબાનીઓ તેને હિંચકા ખાવામાં વાપરી રહ્યા છે. વીડિયોમાં તમે જોઇ શકો છો કે કઇ રીતે તાલિબાની આતંકીઓ ગ્રાઉન્ડમાં ઉભા રહીને ફાઇટર જેટના વિંગ પર દોરી બાંધીને હિંચકા ખાય રહ્યા છે. વીડિયોમાં એક આતંકી હિંચકા પર બેઠો છે અને અન્ય આતંકીઓ તેને હિંચકા નાખી રહ્યા છે.

આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. તાલિબાનીઓના શાસનમાં હાલ પણ એજ હાલાત છે જે આજથી 20 વર્ષ પહેલા હતા. તાલિબાનીઓના હાથમાં સરકાર અને સત્તા આવતા જ તેમણે ફરીથી પોતાનું સ્વરૂપ બતાવવાનું ચાલુ કરી દીધુ છે. હાલમાં જ તેમણે 2 પત્રકારોને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા.

 

આ પણ વાંચો –

ચેતી જજો: તમે બપોરના ભાત રાત્રે, અને રાતના બીજા દિવસ સવારે તો નથી ખાતાને? થઈ શકે છે આ બીમારી

આ પણ વાંચો –

AHMEDABAD : જમીન ડીલર અને બિલ્ડર ગ્રુપ પર IT ના દરોડામાં 1 હજાર કરોડના બિનહિસાબી વ્યવહારના દસ્તાવેજ મળ્યા

આ પણ વાંચો- 

IPL 2021: માંચેસ્ટર ટેસ્ટ રદ થવાથી ફ્રેન્ચાઇઝીઓ ઉઠાવવા લાગી છે ફાયદો, ખેલાડીઓને UAE પહોંચાડવાની કામગીરી ઝડપી બનાવી

Click on your DTH Provider to Add TV9 Gujarati