AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AHMEDABAD : જમીન ડીલર અને બિલ્ડર ગ્રુપ પર  IT ના દરોડામાં 1 હજાર કરોડના બિનહિસાબી વ્યવહારના દસ્તાવેજ મળ્યા

AHMEDABAD : જમીન ડીલર અને બિલ્ડર ગ્રુપ પર IT ના દરોડામાં 1 હજાર કરોડના બિનહિસાબી વ્યવહારના દસ્તાવેજ મળ્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2021 | 8:10 AM
Share

IT raid in Ahmedabad : આવકવેરા વિભાગે અમદાવાદ સ્થિત એક ગ્રૂપ પર તા. 8-9-2021ના રોજ સર્ચ પ્રક્રિયા શરૂ કરી હતી અને સાથે જપ્તીનું અભિયાન હાથ ધર્યુ હતું. અત્યાર સુધી્માં 1 કરોડથી વધુની રોકડ તથા રૂ. 2.70 કરોડની કિંમતની જ્વેલરી પણ વિવિધ પરિસરોમાંથી જપ્ત કરવામાં આવેલ છે.

AHMEDABAD : અમદાવાદમાં જમીન ડિલર અને બિલ્ડર ગ્રુપને ત્યાં સતત ત્રીજા દિવસે આવકવેરા વિભાગની રેડ યથાવત રહી છે. રેડ દરમિયાન 1 હજાર કરોડના બિનહિસાબી વ્યવહારના દસ્તાવેજ મળી આવ્યા છે.તપાસ દરમિયાન 2.70 કરોડની જવેલરી પણ મળી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત 500 TDRમાં કેશમાં લીધાની શંકા છે. 350 કરોડ રિયલ એસ્ટેટમાં ઓન મનીમાં લેવાયા, 150 કરોડ કેશ લોન પેટે લેવાયાની શંકા છે. આવકવેરા વિભાગને કરોડોનો ટેક્સ મળે તેવી વકી છે.બીજી તરફ અલગ અલગ 14 બેંક લોકર સીલ કરવામાં આવ્યા છે. આવકવેરા વિભાગને રેડ દરમિયાન અનેક મોબાઈલમાંથી વાંધાજનક ડેટા પણ મળ્યા છે..મહત્વનું છે કે, ઈન્કમટેક્સ વિભાગ દ્વારા 8મી સપ્ટેમ્બરના રોજ મીડિયા અને રિયલ એસ્ટેટ સેક્ટર સાથે જોડાયેલા ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા હતા…દરોડાના ત્રીજા દિવસે પ્રેસ રિલીઝ જાહેર કરી છે.

અત્યાર સુધી્માં 1 કરોડથી વધુની રોકડ તથા રૂ. 2.70 કરોડની કિંમતની જ્વેલરી પણ વિવિધ પરિસરોમાંથી જપ્ત કરવામાં આવેલ છે. જ્યારે છેલ્લા વર્ષોમાં પ્રાપ્ત કરાયેલ અને અનેક નકલી વ્યક્તિઓ અને સહકારી આવાસ સમિતિઓનાં નામ પર રાખવામાં આવેલી ગ્રૂપની સંપત્તિઓને લગતા મોટી સંખ્યામાં મૂળ દસ્તાવેજો પણ મળી આવ્યા હતા.

બધુ મળીને, આવકવેરા વિભાગના સર્ચ અને સિઝર ઓપરેશનના પરિણામે રૂ. 1000 કરોડથી વધુની બીનહિસાબી લેવડદેવડની જાણકારી મળી છે, જે લેવડદેવડ વિવિધ એસેસમેન્ટ વર્ષો દરમિયાન થયેલી જોવા મળી છે. આ ઉપરાંત સર્ચ ઓપરેશનમાં 14 લોકર પણ મળ્યા છે જેને નિયંત્રણના આદેશ અંતર્ગત રાખવામાં આવ્યા છે. સર્ચ ઓપરેશન હજુ શરૂ છે અને આગળની તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો : રાજ્યમાં આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની આગાહી

g clip-path="url(#clip0_868_265)">