ચેતી જજો: તમે બપોરના ભાત રાત્રે, અને રાતના બીજા દિવસ સવારે તો નથી ખાતાને? થઈ શકે છે આ બીમારી
જો તમને પણ ભાત ખાવા પસંદ છે અને તમે પણ બચેલા ભાત બીજા સમયે કે પછી બીજા દિવસે ખાવાનું પસંદ કરો છો તો આ અહેવાલ ખાસ તમારા માટે છે. જાણો તેનાથી થતા નુકસાન વિશે.
આઓના ત્યાં મોટાભાગે એવી આદત જોવા મળી છે કે જ્યારે જમતા સમયે થોડો ખોરાક બાકી રહે છે ત્યારે આપણે બીજા દિવસ સુધી તેનો ઉપયોગ કરીએ છીએ. ઉદાહરણ તરીકે, જો રાત્રે રોટલી વધી હોય, તો બીજા દિવસે લોકો તેનો ઉપયોગ અલગ અલગ રીતે કરે છે. આવું જ લોકો ભાત સાથે પણ કરે છે. જો તમે પણ આવું કરતા આવ્યા છો, તો હવે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે, નહીંતર, એક દિવસ આ વાસી ભાત તમને બીમાર પણ કરી શકે છે. હા, એક દિવસ જુના અથવા વાસી ભાત ખાવાથી તમારા સ્વાસ્થ્ય માટે સમસ્યા સર્જાય શકે છે.
આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે એક દિવસ જૂના ભાત ખાવાથી શું નુકસાન થઈ શકે છે અને જો તમે ખાતા હો તો પણ તમારે આ બાકી રહેલા ભાતનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ. જો તમે આ ટીપ્સને તમારી આદતમાં સામેલ કરો છો તો તમે ઘણી મુશ્કેલીઓથી છુટકારો મેળવી શકોશો.
બચેલા ભાત ખાવા યોગ્ય છે?
ઘણા સંશોધનોમાં સામે આવ્યું છે કે બચેલા ભાત ખાવા તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. ઈંગ્લેન્ડની નેશનલ હેલ્થ સર્વિસ પર આધારિત એક અહેવાલમાં લખવામાં આવ્યું છે કે વધેલા ભાત ખાવા તમારા સ્વાસ્થ્ય માટે સારા નથી. આવી સ્થિતિમાં, તમારે બીજા દિવસે બચેલા ભાત ખાવાનું ટાળવું જોઈએ. અહેવાલ મુજબ, તમને બચેલા ભાત ખાવાથી ફૂડ પોઇઝનિંગની ફરિયાદ થઈ શકે છે.
ચોખાથી એવું શું થાય છે?
અહેવાલ મુજબ કેટલાક બીજકણ એટલે કે જીવાનું ચોખામાં જોવા મળે છે અને જ્યારે તમે તેને રાંધો છો ત્યારે પણ તે તેમાં હાજર હોય છે. જો કે, તેઓ શરીર માટે હાનિકારક નથી. પરંતુ, ચોખા રાંધ્યા પછી, જ્યારે તેને લાંબા સમય સુધી ઓરડાના તાપમાને રાખવામાં આવે છે, ત્યારે આ બેક્ટેરિયામાં રૂપાંતરિત થાય છે. પછી, જ્યારે આ બેક્ટેરિયા તમારા શરીરમાં પ્રવેશ કરે છે, ત્યારે તમને ફૂડ પોઇઝનિંગ થાય છે. તેથી, ભાતને લાંબા સમય સુધી ઓરડાના તાપમાને ન રાખવાનો પ્રયાસ કરો અને જો ભાત લાંબા સમય સુધી પડેલા હોય તો તેને ખાવા જોઈએ નહીં.
કેટલા સમય સુધી રાખેલા ભાત ખાવા જોઈએ?
સાચો રસ્તો એ છે કે તમારે ભાત બનાવ્યાના એક કે બે કલાકમાં ખાઈ લેવા જોઈએ. જો તમે તે સમયે ભાત ખાતા નથી, તો તમારે તેને સારી રીતે રાખવા જોઈએ. ઉપરાંત, ભાતને ઓરડાના તાપમાને રાખવા ન જોઈએ તેને ફ્રિજમાં રાખવા જોઈએ. તેને ફ્રિજમાં રાખ્યાના થોડા કલાકો પછી પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો, પરંતુ એવું નથી કે તમે એક દિવસ પછી ભાત ખાઈ શકો છો. ચોખા ફ્રિજમાં માત્ર થોડા કલાકો સુધી રહે છે, જે પછી તેને ખાવાથી નુકસાનકારક સાબિત થઈ શકે છે. વળી, જો તમે ચોખાને ગરમ કર્યા પછી ખાવા માંગતા હો, તો તેને માત્ર એક જ વાર ગરમ કરો. તેને વારંવાર ગરમ કરીને ભાત ન ખાઓ.
આ પણ વાંચો: Tulsi: તુલસીના પાન ખાવાની સાચી રીત કંઈ છે, ચાવીને કે ગળીને?
આ પણ વાંચો: Health : નખ ઘસવાના પણ છે ઘણા ફાયદા ! વાળ સંબંધિત સમસ્યાઓથી અપાવશે છુટકારો
(નોંધ: પ્રાથમિક માહિતીઓના આધારે આ જનરુચિને ધ્યાનમાં લેખને તૈયાર કરવામાં આવ્યો છે. સ્વાસ્થય સબંધિત કોઈ પણ પ્રયોગ કરતાં પહેલા જે તે વિષયના અનુભવી વિશેષજ્ઞની સલાહ લેવી સલાહ આપવામાં આવે છે. )