‘હાસ્યનો ડાયરો’: પત્નીએ જમવાનું પુછ્યું, તો ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર પતિનો આવ્યો કંઈક આવો જવાબ…….

ખુશ (Happy) રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ (Jokes) લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

‘હાસ્યનો ડાયરો’: પત્નીએ જમવાનું પુછ્યું, તો ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર પતિનો આવ્યો કંઈક આવો જવાબ.......
hasya no dayro
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2022 | 12:40 PM

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય (Happy) આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ (Jokes) વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

આજના વ્યસ્ત જીવનમાં ખુશ રહેવા માટે હસવું ખૂબ જ જરૂરી છે. જો આપણે હસતા રહીએ તો આપણું મન પ્રસન્ન રહે છે અને દુઃખ દૂર રહે છે. જો આપણે ખરાબ સમયમાં પણ હસતા રહીએ તો આ સમય ઝડપથી પસાર થઈ જાય છે. હાસ્ય વ્યક્તિને માનસિક તણાવના કારણે થતા ગંભીર રોગોથી બચાવી શકે છે. તેથી જ અમે તમને હસાવવા માટે દરરોજની જેમ કેટલાક રમુજી જોક્સ અને જોક્સ લાવ્યા છીએ, જેને વાંચીને તમે હસી-હસીને લોટપોટ થઈ જશો. તો ચાલો શરૂ કરીએ હસવાની અને હસાવવાની પ્રક્રિયા…

—————————-

આજનું રાશિફળ તારીખ : 29-11-2024
Pakistan PAN Card : ભારત છોડો, જાણો કેવું છે પાકિસ્તાનનું PAN કાર્ડ
કથાકાર જયા કિશોરીના આ શબ્દોથી જીવનમાં હાર પણ લાગશે જીત જેવી, જાણો
આદર જૈનની રોકા સેરેમનીના જુઓ ફોટો
Curd Benefits in Winter : ઠંડીમાં દહીં ખાવાથી શરીર પર શું અસર થાય ? જાણી લો
લસણને ઘીમાં શેકીને ખાવાથી જાણો શું થાય છે?

પત્ની : જમવાનું પીરસી દઉં..??

ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર પતિ :

જી, ચોક્કસથી એમ કહી શકાય કે જમવાનો સમય થઈ ગયો છે…. અને ક્યાંક અને ક્યાંક મને ભૂખ પણ લાગી રહી હોય તેવું અનુભવાઈ રહ્યું છે તો, પણ આપ જોઈ શકતા હશો કે….. ખરેખર, મને ભૂખ લાગી ગઈ જ છે અને જો જમવાની વાત કરવામાં આવે તો કહી શકાય કે મને જમવાનું પીરસી જ દો….

😂🤣😂

———————-

ભાભી : હું 6 મહિનાથી પિયર નથી ગઈ.. મારે જાવું છે….

નણંદ : હું 21 વર્ષથી સસરાની ઘરે નથી ગઈ, મેં ક્યારેય કીધું કે મારે જવું છે…?

😜😂

——————————

(સમય ક્યારેય એક સરખો નથી હોતો,)

જે કપડાં અંગ્રેજોના ગવર્નર પહેરીને લોકોને ડરાવતા હતા..

આજે આપણા ‘બેન્ડવાજા વાળા’ પહેરે છે…

🤣😂

—————————

જો લગ્નમાં 15 લાખ ખર્ચો આવે તો

અને…

પત્ની સાથે 40 વર્ષ વિતી જાય તો… 1 દિવસના 102 રૂપિયા અને 73 પૈસા થાય…

ફ્રી હતા તો હિસાબ કરી લીધો..

😜

———————-

ગામડામાં લાઈટ એટલી વાર જાય કે,

પંખો પોતે ભૂલી જાય છે કે…

ડાબી બાજુ ફરવાનું કે જમણી બાજુ…

😜😂

————————-

(Disclaimer:- આ તમામ ટુચકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

g clip-path="url(#clip0_868_265)">