‘હાસ્યનો ડાયરો’: જીગાની ભાવિ પત્નીએ કર્યો મેસેજ, જીગાભાઈ આવ્યા ટેન્શનમાં
ખુશ (Happy) રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ (Jokes) લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય (Happy) આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ (Jokes) વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.
આજના વ્યસ્ત જીવનમાં ખુશ રહેવા માટે હસવું ખૂબ જ જરૂરી છે. જો આપણે હસતા રહીએ તો આપણું મન પ્રસન્ન રહે છે અને દુઃખ દૂર રહે છે. જો આપણે ખરાબ સમયમાં પણ હસતા રહીએ તો આ સમય ઝડપથી પસાર થઈ જાય છે. હાસ્ય વ્યક્તિને માનસિક તણાવના કારણે થતા ગંભીર રોગોથી બચાવી શકે છે. તેથી જ અમે તમને હસાવવા માટે દરરોજની જેમ કેટલાક રમુજી જોક્સ અને જોક્સ લાવ્યા છીએ, જેને વાંચીને તમે હસી-હસીને લોટપોટ થઈ જશો. તો ચાલો શરૂ કરીએ હસવાની અને હસાવવાની પ્રક્રિયા…
મોટીવેશનલ સ્પીકરો તો હમણાં આવ્યા.. બાકી અમે ભણતાં ત્યારે,
લેશન વગર જવાનું થાય તો અંદરથી જ ખૂદને જબરદસ્ત હિંમત આપતા રહેતા કૈ, મારશે ખરાં..!!
પણ, મારી તો નહીં જ નાખે…
😂🤣😂
છોકરીઓના બેસ્ટ ફ્રેન્ડ હોવું સહેલું નથી હોતું..
ખાલી એક નખ તૂટે તો પણ બેસણું કરવું પડે છે…બોલો!!
😜😂
રાત્રે ગમે તેટલું કરિયર પ્લાનિંગ કરી લો..
સવારે જાગીને તો મોબાઈલમાં જ ઘુસી જવાના..
🤣😂
માનસિક તણાવ કોને કહેવાય એ ત્યાં સુધી નહીં સમજાય… જ્યાં સુધી..
તમારા મોઢામાં એક પાણી પુરી હોય.. એક પાણીપુરી તમારા હાથમાં હોય અને એક તમારા હાથમાં રહેલા પડિયામાં હોય
ને ઉપરથી…
એક ભરેલી પાણીપુરી હાથમાં લઈ તમારા તરફ હાથ લંબાવીને પાણીપુરી વાળો ભૈયો સામે ઉભો હોય…
😜
જીગાના લગ્ન થવાના હતા. લગ્નના આગલા દિવસે એની ભાવિ પત્નીનો મેસેજ આવ્યો.
“હવે આપણા લગ્ન નહીં થઈ શકે. મારા લગ્ન બીજે નક્કી થઈ ગયા છે.”
જીગો ટેન્શનમાં આવી ગયો..
ત્યાં બીજો મેસેજ આવ્યો….
સોરી સોરી ભૂલથી તમને મેસેજ મોકલાઈ ગયો..
(જીગો પાછો ટેન્શનમાં…!!!)
😂🤣😂
(Disclaimer:- આ તમામ ટુચકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)