TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: ગરોળી દેખાય એ કોઈ મોટી વાત નથી…પણ ‘ગાયબ’ ક્યાં થઈ જાય એ મોટી વાત છે
ખુશ (Happy) રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ (Jokes) લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય (Happy) આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ (Jokes) વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.
આજના વ્યસ્ત જીવનમાં ખુશ રહેવા માટે હસવું ખૂબ જ જરૂરી છે. જો આપણે હસતા રહીએ તો આપણું મન પ્રસન્ન રહે છે અને દુઃખ દૂર રહે છે. જો આપણે ખરાબ સમયમાં પણ હસતા રહીએ તો આ સમય ઝડપથી પસાર થઈ જાય છે. હાસ્ય વ્યક્તિને માનસિક તણાવના કારણે થતા ગંભીર રોગોથી બચાવી શકે છે. તેથી જ અમે તમને હસાવવા માટે દરરોજની જેમ કેટલાક રમુજી જોક્સ અને જોક્સ લાવ્યા છીએ, જેને વાંચીને તમે હસી-હસીને લોટપોટ થઈ જશો. તો ચાલો શરૂ કરીએ હસવાની અને હસાવવાની પ્રક્રિયા…
બેડ પર ગરોળી દેખાય એ કોઈ મોટી વાત નથી…
મોટી સમસ્યા તો ત્યારે શરૂ થાય છે, જ્યારે તે ગાયબ થઈ જાય, અને ક્યાંય પણ ન દેખાય..
‘હાહરી ગઈ ક્યાં…?’
😂🤣😂
પત્ની: બજારમાંથી દૂધ 1 પેકેટ લેતા આવજો. અને હા, જો બજારમાં લીંબુ દેખાય, તો 6 લઈ લેજો…
પતિ: 6 પેકેટ દૂધ લઈ આવ્યો.
પત્ની: 6 પેકેટ દૂધ…???
પતિ: 6 પેકેટ દૂધ લઈ આવ્યો છું, કારણ કે બજારમાં લીંબુ દેખાયા હતા..
હવે તમે જ બતાવો આમાં પતિ ક્યાં ખોટો છે..? વિશ્વાસ ના હોય તો પાછું વાંચો… 😜😂
જ્યારે ફોરેનમાં કોઈ જોરથી ગીત વગાડે ત્યારે: can you please turn your volume down…?
અને અહીંયા: તારા બાપના લગન સે… 🤣😂
રીંગણા અને દૂધી ખાતા ના હોય અને પાછા ક્યે
‘જાનુ, તું મારી સાથે વાત નહીં કરે તો હું ઝેર પી લઈશ..’
હવે ભાઈ, તું પહેલાં કારેલાં ખાતા શીખ.. હાલી નીકળો છો.. 😜
પોલીસને જોઈને લોકો એટલી ઝડપથી માસ્ક પહેરે છે કે,
જેવી રીતે પહેલાંના જમાનામાં સસરાંને જોઈને વહુઓ લાજ કાઢતી… 😜😂
(Disclaimer:- આ તમામ ટુચકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)