AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: એક બેન હથોડો લઇને છોકરાની સ્કૂલે પહોંચ્યા અને પટાવાળાને પૂછયુ અશોક સરનો કલાસ કયો છે?

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

TV9 Gujarati 'હાસ્યનો ડાયરો': એક બેન હથોડો લઇને છોકરાની સ્કૂલે પહોંચ્યા અને પટાવાળાને પૂછયુ અશોક સરનો કલાસ કયો છે?
TV9 Gujarati 'Hasya No Dayro'
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2021 | 5:30 PM
Share

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

😂😂😂😂😂 એક બેન હથોડો લઇ છોકરાના સ્કૂલે પહોંચ્યા..

પટાવાળાને પૂછયુ અશોક સરનો કલાસ કયો છે?

પટાવાળો ઘબરાઈને અશોક સર પાસે પહોંચ્યયો અને કીધું કોક બેન હથોડો લઈ તમને ગોતે છે,

*અશોક સર પણ ગભરાઈ ગયા,

તેઓ પ્રિન્સિપલની ઓફીસમાં ગયા અને વાત કરી શુ મામલો છે જાણી આવવા કીધુ,

પ્રિન્સિપલ એ બેન પાસે ગયા અને કહ્યું શાંત થઇ જાવ અને જણાવો શુ બાબત છે?

બહેને કીધુ હું શાંત જ છું,

મને અશોક સરનો કલાસ બતાવો અને મારો છોકરો કઈ બેન્ચ પર બેસે છે ઈ બતાવો

મારે ત્યાંની ખીલ્લી હથોડીથી સરખી ઠોકીને બેસાડવી છે. આજે 3જુ પેન્ટ ફાટ્યું છે.

……………………………………………………………………..

એક સુંદર યુવતી પરીક્ષા કક્ષમાં આવીને બેસે છે પછી તેને યાદ આવે છે કે તે પેન લાવવાનું ભૂલી ગઇ છે.

એટલામાં જ એક બાળકી તે યુવતી પાસે દોડીને આવે છે ને કહે છે ‘લે મમ્મી તારી પેન’

વર્ગના બધા વિદ્યાર્થી આશ્ચર્યચકીત થઈને બોલ્યા ‘મમ્મી!’

આ સઁતુર સાબુની કમાલ નહોતી આ ATKT નો અઢારમો પ્રયત્ન હતો!😂

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

આ પણ વાંચો –

Surat : ચલથાણ નજીક ખાન પરિવારની કાર નહેરના ધસમસતા પાણીમાં ખાબકી, ફાયર વિભાગે ફિલ્મી સ્ટાઇલમાં તમામનું કર્યું રેસ્ક્યુ

આ પણ વાંચો –

PM Modi Varanasi Visit: વડાપ્રધાન મોદીએ કહ્યું, કાશી વિશ્વનાથ ધામ મહાદેવના ચરણોમાં અર્પિત,બનારસનો વિકાસ ભારતનો રોડમેપ બનાવે છે

આ પણ વાંચો –

VALSAD : આ વિધિ કરાવો થશે રૂપિયાનો વરસાદ, દોઢ લાખનો ચૂનો ચોપડી તાંત્રિક અને સાગરીતો ફરાર, એક પોલીસના હાથે ઝડપાયો

g clip-path="url(#clip0_868_265)">