AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VALSAD : આ વિધિ કરાવો થશે રૂપિયાનો વરસાદ, દોઢ લાખનો ચૂનો ચોપડી તાંત્રિક અને સાગરીતો ફરાર, એક પોલીસના હાથે ઝડપાયો

એક તરફ ટેકનોલોજીનો યુગ ઝડપભેર આગળ વધી રહ્યો છે.દુનિયામાં જુદી જુદી ટેકનોલોજીની શોધ થઇ રહી છે અને વિશ્વ વિકસી રહ્યું છે.તેવા સમયે પણ હજુ અંધશ્રધ્ધામાં માનતા લોકોની કમી નથી અને આવા લોકો ધુતારુંઓ ના શિકાર બની રહ્યા છે.

VALSAD : આ વિધિ કરાવો થશે રૂપિયાનો વરસાદ, દોઢ લાખનો ચૂનો ચોપડી તાંત્રિક અને સાગરીતો ફરાર, એક પોલીસના હાથે ઝડપાયો
તાંત્રિકવિધી થકી દોઢ લાખનો ચૂનો
Sachin Kulkarni
| Edited By: | Updated on: Dec 14, 2021 | 4:08 PM
Share

કહેવાય છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે..આ કહેવતને સાર્થક કરતો એક કિસ્સો વાપીમાં પ્રકાશમાં આવ્યો છે.વાપી ના ડુંગરા પોલીસ સ્ટેશનમાં એક અજીબ ફરિયાદ નોંધાઇ છે.જેમાં એક લેભાગુ ગેંગેએ વાપીના છરવાડામાં રહેતા એક વ્યક્તિને સ્મશાનમાં વિધિ કરી અને રૂપિયાનો વરસાદ કરાવી આપવાની લાલચ આપી હતી.જોકે સ્મશાનમાં વિધિ કરવા બેસી બહાનું બતાવી અને રૂપિયાનો વરસાદ કરાવવાની લાલચ આપતી ગેંગના સભ્યો રૂપિયા દોઢ લાખ લઈને છૂમંતર થઈ ગયા હતા.આથી ભોગ બનનારે આ બાબતે વાપીના ડુંગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા.. પોલીસે લેભાગુ ગેંગના એક સાગરીતને દબોચી અને સળિયા પાછળ ધકેલી દીધો છે.બાકીના બે ભેજાબાજ આરોપીઓને ઝડપવા પોલીસે તપાસ તેજ કરી છે.

એક તરફ ટેકનોલોજીનો યુગ ઝડપભેર આગળ વધી રહ્યો છે.દુનિયામાં જુદી જુદી ટેકનોલોજીની શોધ થઇ રહી છે અને વિશ્વ વિકસી રહ્યું છે.તેવા સમયે પણ હજુ અંધશ્રધ્ધામાં માનતા લોકોની કમી નથી અને આવા લોકો ધુતારુંઓ ના શિકાર બની રહ્યા છે.ત્યારે આ વખતે વાપી નજીક આવેલા સલવાવ ગામનો એક વ્યક્તિ અંધશ્રદ્ધામાં આવીને ધુતારુઓનો ભોગ બન્યો છે.કદાચ તમને કોઈ કહે કે કોઈ તાંત્રિક તેની તાકાતથી પૈસાનો વરસાદ કરાવી શકે છે.તો તમે ક્યાંક એ વ્યક્તિને ઠગ માનશો અથવાનો માનસિક અસ્થિર માનશો.પરંતુ વાપીના સલવાવમાં રેહતા પ્રતિક માહ્યાવંશી નામનો યુવાન પૈસાના વરસાદની લાલચમાં દોઢ લાખ રૂપિયા ખોઈ બેઠો છે.વાત કઈક એવી છે કે પ્રતિકના ઓળખીતા વિજય મોરિયા અને નરેશ નામના વ્યક્તિ એ તેને અંધશ્રદ્ધા ની માયાજાળમાં ફસાવીને બાટલીમાં ઉતાર્યો હતો.

આ બન્ને ઠગો એ પ્રતિકને કહ્યું હતું કે અનાવલ માં રેહતા તાંત્રિક હારી બાપુ સ્મશાનમાં વિધિ કરીને પૈસાનો વરસાદ કરાવે છે અને એ માટે દોઢ લાખ રૂપિયા રોકડા લઈને વિધિમાં બેસવું પડે છે.જેથી પ્રતિક તેમની વાતોમાં આવી ગયો હતો અને દોઢ લાખ ભેગા કરીને તાંત્રિક હરી બાપુને બોલાવ્યા હતા.જેથી હરી બાપુ આવ્યા અને તેમની સાથે અન્ય આરોપીઓ વાપી નજીક આવેલા સલવાવ ના સ્મશાનમાં રૂપિયા દોઢ લાખ લઈ અને વિધિ કરવા ગયા હતા.વિધિ કરતી વખતે ઘર પર નાળિયેર ભૂલી ગયા છે તે નાળિયેર લેવા જવું પડશે આવું કહી અને વિધિ કરવા બેસેલા હરિબાપુ સહિત અન્ય આરોપીઓ વિધિ કરવા મુકેલા રૂપિયા દોઢ લાખ લઈ અને સ્મશાનમાંથી છૂમંતર થઈ ગયા હતા.

થોડાજ ક્ષણોમાં રૂપિયા વરસશે અને પોતે માલામાલ થઇ જશે એવા સપના જોતો પ્રતિક રાતના અંધારામાં સ્મશાનમાં બેસી રહ્યો હતો.તે રાહ જોતો હતો કે હમણાં બાપુ નારીયળ લઈને આવશે….પણ બાપુ સાના દેખાય..દોઢ લાખનો ચૂનો ચોપડીને બાપુ અદ્રશ્ય થઇ ગયા હતા.કલાકો સુધી બાપુ ન આવતા પ્રતિકના હોશ ઉડી ગયા હતા તેણે નરેશ અને વિજયનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો.જોકે તેમના મોબાઈલ પણ બંધ આવતા પ્રતિક ને છેતરાયો હોવાનો એહસાસ થયો હતો.આથી પ્રતિક એ પોલીસનો સહારો લીધો હતો.પોલીસે પ્રતિકની ફરિયાદના આધારે ટૂંક સમયમાંજ નરેશ ને ઝડપી પાડ્યો હતો.તો હરી બાપુ વિજય સહીત અન્ય સાથીદારો ને પોલીસ શોધી રહી છે.

મહત્વપૂર્ણ છે કે આ અગાઉ પણ લેભાગુઓ અવનવા બહાના બતાવી અને અજબ ગજબ ગજબની તરકીબો બતાવી અને લોકોને એકના ડબલ કરવાની કે રૂપિયાનો વરસાદ કરાવી આપવાની લાલચ આપી અને રૂપિયા ખંખેરતા હોવાના બનાવો બની ચુકી છે.જોકે આવી કોઈપણ જાતની વિધિથી કોઈપણ રીતે રૂપિયાનો વરસાદ થાય તે શક્ય નથી.તેમ છતાં અંધશ્રદ્ધા થી પ્રેરાઈ કેટલાક લોભી લાલચુ લોકો આવા ભેજાંબાજો ની જાળમાં સપડાય છે અને મોટી રકમ ખોવાનો વારો આવી શકે છે.

g clip-path="url(#clip0_868_265)">