AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિદ્યાર્થી નકલ કરવા લાવ્યો ઢગલો કાપલી, શિક્ષક પણ રહી ગયા દંગ, લોકોએ કહ્યું ‘નકલ કરવામાં પણ અકલ જોઈએ’

વિદ્યાર્થીએ પેઈન્ટની સીલ હેઠળ ઘણી બધી કાપલી છુપાવી રાખી હતી, જેને જોઈને શિક્ષક પણ દંગ રહી ગયા હતા. આ વીડિયો ક્યારે અને ક્યાં શૂટ કરવામાં આવ્યો હતો તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. લોકોને આ વીડિયો જોઈ પોતાનું બાળપણ યાદ આવી રહ્યું છે.

વિદ્યાર્થી નકલ કરવા લાવ્યો ઢગલો કાપલી, શિક્ષક પણ રહી ગયા દંગ, લોકોએ કહ્યું 'નકલ કરવામાં પણ અકલ જોઈએ'
Student Viral VideoImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2022 | 6:44 PM
Share

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો જોઈને કેટલાય લોકોને તેમનું બાળપણ યાદ આવી ગયું? વાસ્તવમાં, એક વિદ્યાર્થી પરીક્ષા ખંડમાં કાપલી લઈ જવા માંગતો હતો. પરંતુ જ્યારે શિક્ષકે બધાને તપાસવાનું શરૂ કર્યું, ત્યારે તેની યુક્તિ પકડાઈ ગઈ. વિદ્યાર્થીએ પેઈન્ટની સીલ હેઠળ ઘણી બધી કાપલી છુપાવી રાખી હતી, જેને જોઈને શિક્ષક પણ દંગ રહી ગયા હતા. ત્યારે વિદ્યાર્થી નકલ કરવા માટે આખી બુક લઈને આવ્યો છે. આ વીડિયો ક્યારે અને ક્યાં શૂટ કરવામાં આવ્યો હતો, તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. લોકોને આ વીડિયો જોઈ પોતાનું બાળપણ યાદ આવી રહ્યું છે.

આ વીડિયો 45 સેકન્ડનો છે, જેમાં આપણે વિદ્યાર્થીઓને લાઈનમાં ઉભેલા જોઈ શકીએ છીએ અને શિક્ષક તેમને પરીક્ષા ખંડમાં પ્રવેશવા દેતા પહેલા તેમની તપાસ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓને પગરખાં દૂર કરવાનું કહેવામાં આવે છે. જ્યારે એક વિદ્યાર્થી તેના પગરખાં ઉતારીને આગળ વધવાનો હોય છે, ત્યારે શિક્ષક તેને પેઈન્ટના પાઈંચા ઉંચા કરવાનું કહે છે, ત્યારે વિદ્યાર્થી ડરતા ડરતા પાઈંચા અધ્ધર કરે છે આ સાથે જ શિક્ષકની નજર કાપલી પર પડે છે.

આ જોઈને એક શિક્ષક કહે છે કે તે નકલનો આખો દરિયો લઈને આવ્યો છે. તેને બહાર કાઢો. પછી બીજા પાઈંચા પણ તપાસવામાં આવે છે અને ત્યાંથી પણ કાપલી નીકળે છે. આ જોઈને શિક્ષકે ટિપ્પણી કરી- તમે આખુ વર્ષ ભણતા નથી અને.. આ સાથે વીડિયો સમાપ્ત થાય છે.

આ ફની વીડિયો ટ્વિટર હેન્ડલ @Gulzar_sahab દ્વારા શેયર કરવામાં આવ્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું- શું તમે બાળપણમાં ક્યારેય નકલ કરવા માટે આવું કૃત્ય કર્યું છે? આ ક્લિપને અત્યાર સુધીમાં 6 હજારથી વધુ વ્યૂઝ અને 250થી વધુ લાઈક્સ મળી ચૂકી છે. સ્ટુડન્ટની નકલ કરવાની ટ્રીક જોઈને ઘણા યુઝર્સ હસવાનું રોકી શકતા નથી. એક વ્યક્તિએ લખ્યું- નકલ કરવા માટે પણ અકલ જરૂરી છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">