Russia Ukraine War Highlights: અમે પુતિન સાથે સીધી વાતચીત ઈચ્છીએ છીએ, યુદ્ધ રોકવાનો આ એકમાત્ર રસ્તો- યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 04, 2022 | 12:06 AM

બ્રિટિશ વડા પ્રધાન યુક્રેનના શહેરો પર પુતિનના હુમલાઓની "સાર્વત્રિક નિંદા" કરવા માટે વિશ્વભરના નેતાઓ સુધી પહોંચી રહ્યા છે. પુતિન જે પગલાં લઈ રહ્યા છે તેની સામે અમે શક્ય તેટલું વ્યાપક ગઠબંધન બનાવવા માંગીએ છીએ

Russia Ukraine War Highlights: અમે પુતિન સાથે સીધી વાતચીત ઈચ્છીએ છીએ, યુદ્ધ રોકવાનો આ એકમાત્ર રસ્તો- યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી
russia ukraine war 8th day

Russia Ukraine War Live: રશિયા અને યુક્રેન (Russia Ukraine Crisis) વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે આઠમો દિવસ છે.રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ વધી રહ્યો છે.64 કિલોમીટર લાંબો રશિયન લશ્કરી કાફલો(Russian military fleet)કિવની બહાર કબજો જમાવી રહ્યો છે. તે જ સમયે, દક્ષિણ-પૂર્વથી વધુ એક સૈન્ય કાફલામાં વધારો થવાના સમાચાર પણ આવ્યા છે.જ્યારે યુક્રેનની સેનાએ કિવને જોડતા પુલને ઉડાવી દીધો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કિવ જતી રશિયન સેના(Russian Army)ને રોકવા માટે પુલને ઉડાવી દેવામાં આવ્યો હતો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
 • 03 Mar 2022 11:53 PM (IST)

  C-17 એરક્રાફ્ટ ભારતીય નાગરિકોને લઈને બુકારેસ્ટથી હિંડન એરબેઝ પર પહોંચ્યું

  યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને લઈને ભારતીય વાયુસેનાનું C-17 વિમાન રોમાનિયાના બુકારેસ્ટથી ગાઝિયાબાદના હિંડન એરબેઝ પહોંચ્યું હતું.

  Image

 • 03 Mar 2022 11:24 PM (IST)

  આજે આવી રહી છે 18 ફ્લાઈટ્સ: વિદેશ મંત્રી એસ. જયશંકર

  વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું છે કે ઓપરેશન ગંગા ચાલુ છે, આજે 18 ફ્લાઇટ્સ આવી રહી છે.

 • 03 Mar 2022 10:44 PM (IST)

  અમે પુતિન સાથે સીધી વાતચીત કરવા માંગીએ છીએ : યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી

  યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીએ ગુરુવારે કહ્યું કે તેઓ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે સીધી વાતચીત કરવા માંગે છે. યુદ્ધને રોકવાનો આ એકમાત્ર રસ્તો છે.

 • 03 Mar 2022 10:14 PM (IST)

  યુક્રેનમાં ફસાયેલા લોકોના પરિવારજનોનો પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છેઃ CM ખટ્ટર

  હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું, અમે દિલ્હી એરપોર્ટ પર હેલ્પ ડેસ્ક અને મુંબઈ એરપોર્ટ પર પણ હેલ્પ ડેસ્કની સ્થાપના કરી છે. ફરીદાબાદમાં કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી છે. યુક્રેનમાં ફસાયેલા લોકોના પરિવારજનોનો પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે.

 • 03 Mar 2022 09:44 PM (IST)

  ખાર્કિવમાં ભારતીય દૂતાવાસે નાગરિકોને ફોર્મ ભરવા માટે કહ્યુ

  યુક્રેનમાં ભારતીય દૂતાવાસે ગુરુવારે ખાર્કિવમાં તમામ ભારતીય નાગરિકોને તાત્કાલિક ઓનલાઈન ફોર્મ ભરવાની સલાહ આપી છે. આ સુચના એવા સમયે આવી છે જ્યારે પૂર્વી યુક્રેનિયન શહેર પર રશિયન હુમલા તેજ થઈ રહ્યા છે.દૂતાવાસે બુધવારે તેના તમામ નાગરિકોને તાત્કાલિક ખાર્કિવ છોડવા અને 16 કિમીની ત્રિજ્યામાં આવેલા ત્રણ સુરક્ષિત વિસ્તારોમાં જવા કહ્યું હતું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે, બુધવારે દૂતાવાસની સલાહ બાદ લગભગ 1,000 ભારતીયો પિસોચિન પહોંચ્યા છે.

 • 03 Mar 2022 09:21 PM (IST)

  ઉત્તર યુક્રેનના ચેર્નિહિવ શહેરમાં થયેલા હુમલામાં નવ લોકોના મોત

  રશિયા અને યુક્રેન વચ્ચે આઠમા દિવસે પણ યુદ્ધ યથાવત છે. રશિયાએ હવાઈ હુમલાઓ વધુ તેજ કર્યા છે. ઉત્તરી યુક્રેનના ગવર્નરે કહ્યું છે કે, ઉત્તરી યુક્રેનના ચેર્નિહિવ શહેરમાં રશિયન સૈન્ય હુમલામાં નવ લોકો માર્યા ગયા છે.

 • 03 Mar 2022 08:26 PM (IST)

  રશિયન અને યુક્રેનિયન પ્રતિનિધિઓ વચ્ચે વાટાઘાટો ચાલુ

  રશિયાના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, બેલારુસિયન પ્રદેશ પર રશિયન અને યુક્રેનિયન પ્રતિનિધિઓ વચ્ચે સીધી વાતચીત ચાલી રહી છે.અમે આશા રાખીએ છીએ કે તેઓ આ પરિસ્થિતિનો અંત લાવશે અને યુક્રેનના તમામ લોકોને શાંતિપૂર્ણ જીવનમાં પાછા ફરશે.

 • 03 Mar 2022 07:39 PM (IST)

  રશિયન નાગરિકોની મિલકત જપ્ત કરશે યુક્રેન !

  સમાચાર એજન્સી ANI એ રોઇટર્સને ટાંકીને જણાવ્યું હતું કે, યુક્રેનની સંસદે યુક્રેનમાં વસતા રશિયન નાગરિકોની માલિકીની સંપત્તિને જપ્ત કરવાના કાયદાને મંજૂરી આપી છે.

 • 03 Mar 2022 07:29 PM (IST)

  અમે યુક્રેનને મદદ કરી રહ્યા છીએ, ભારતનો અવાજ ખૂબ જ મહત્વપૂર્ણ : ફ્રાન્સના રાજદૂત ઈમેન્યુઅલ

  ભારતમાં ફ્રાન્સના રાજદૂત ઈમેન્યુઅલ લેનિને કહ્યું કે,'અમે યુક્રેનને ઘણી મદદ કરી રહ્યા છીએ. યુરોપના તમામ દેશોએ યુક્રેનને માનવતાવાદી સહાય ઉપરાંત સાધનો અને શસ્ત્રો મોકલવાનું નક્કી કર્યું છે. અમે ઘણું રાજકીય સમર્થન પણ પ્રદાન કરીએ છીએ. આ સિવાય અમે રશિયાની બેંકિંગ સંસ્થાઓ પર પણ પ્રતિબંધો લાદ્યા છે.વધુમાં તેણે કહ્યુ કે, ભારતનો અવાજ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારત આંતરરાષ્ટ્રીય મંચ પર મોટી જવાબદારી ઈચ્છે છે. અમારો દેશ UNSC માં ભારતને કાયમી બેઠક મળે તે માટે સમર્થક રહ્યુ છે.ભારતનો અવાજ આખી દુનિયામાં સંભળાય છે.એટલા માટે અમે વિશ્વની સૌથી મોટી લોકશાહી પર વિશ્વાસ કરીએ છીએ.ભારતે પ્રાદેશિક અખંડિતતાના સન્માન અંગે નિવેદનો આપ્યા છે જેને અમે આવકારીએ છીએ.

 • 03 Mar 2022 06:58 PM (IST)

  આગામી 24 કલાકમાં ભારતીય નાગરિકોને 18 ફ્લાઈટ્સ દ્વારા એરલિફ્ટ કરવામાં આવશે

  વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે, અમારી પ્રથમ એડવાઈઝરી જાહેર કરવામાં આવી ત્યારથી કુલ 18,000 ભારતીય નાગરિકોએ યુક્રેન છોડી દીધું છે. ઓપરેશન ગંગા હેઠળ અત્યાર સુધીમાં 30 ફ્લાઈટ્સ યુક્રેનથી 6,400 ભારતીયોને પરત લાવી છે. આગામી 24 કલાકમાં 18 ફ્લાઈટ્સનું સમયપત્રક નક્કી કરવામાં આવ્યું છે. તેમાંથી 3 ફ્લાઈટ્સ ભારતીય વાયુસેના C-17 છે, બાકીની કોમર્શિયલ ફ્લાઈટ્સ છે, જેમાં એર ઈન્ડિયા, ઈન્ડિગો, સ્પાઈસ જેટ, ગો એર અને ગો ફર્સ્ટની ફ્લાઈટ્સ છે.

 • 03 Mar 2022 06:45 PM (IST)

  ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા આજે સાંજે 7.30 કલાકે કરશે બેઠક

  યુક્રેન અને રશિયા વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાએ યુક્રેનના ઘણા શહેરોને નષ્ટ કરી દીધા છે અને સતત હવાઈ હુમલાઓ કરી રહ્યું છે. દરમિયાન ગુરુવારે સાંજે 7.30 કલાકે ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાની બેઠક યોજાવા જઈ રહી છે, જેમાં રશિયા-યુક્રેન મુદ્દે વાતચીત થઈ શકે છે.

 • 03 Mar 2022 06:18 PM (IST)

  IAEAની અપીલ, રશિયા યુક્રેનમાં 'તત્કાલ કાર્યવાહી બંધ કરે'

  ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA)એ રશિયાને યુક્રેનની પરમાણુ સાઇટ્સ પર "તત્કાલિક કાર્યવાહી બંધ" કરવા હાકલ કરી છે. દરમિયાન IAEAએ ઠરાવ પસાર કર્યો છે.

 • 03 Mar 2022 06:07 PM (IST)

  પીએમ મોદીએ વારાણસીમાં યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓ સાથે કરી વાતચીત

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વારાણસીમાં યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. વિદ્યાર્થીઓએ તેમના અનુભવો તેમની સાથે શેર કર્યા. વિદ્યાર્થીઓ વારાણસી તેમજ ઉત્તર પ્રદેશના અન્ય ભાગોમાંથી આવ્યા હતા.

  Image

 • 03 Mar 2022 05:31 PM (IST)

  ફ્રાન્સના રાષ્ટ્રપતિએ પુતિન સાથે દોઢ કલાક વાત કરી

  ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને ગુરુવારે યુક્રેનમાં થયેલા હુમલાને લઈને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી હતી. તેમની વાતચીત લગભગ 90 મિનિટ ચાલી હતી.

 • 03 Mar 2022 05:19 PM (IST)

  ખાર્કિવમાં પ્રાદેશિક વહીવટની ઇમારત પર રશિયન સૈન્યનું નિયંત્રણ - ખેરસન પ્રદેશના ગવર્નર

  ન્યૂઝ એજન્સી એએનઆઈએ રોઈટર્સને ટાંકીને કહ્યું કે, યુક્રેનના ખેરસન ક્ષેત્રના ગવર્નરનું કહેવું છે કે, રશિયન સેનાનું પ્રાદેશિક વહીવટી બિલ્ડિંગ (ખાર્કિવમાં) પર નિયંત્રણ છે.

 • 03 Mar 2022 05:00 PM (IST)

  રશિયાના સંરક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ ફોટો

  રશિયાના સંરક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ ફોટો તેના સશસ્ત્ર દળો, હેલિકોપ્ટર અને સશસ્ત્ર વાહનોને યુક્રેનમાં "ખાસ લશ્કરી કાર્યવાહી" દરમિયાન કથિત રીતે તૈનાત દર્શાવે છે.

  Image

  (Photo & News Source - AFP)

 • 03 Mar 2022 04:48 PM (IST)

  કિવમાં અનેક વિસ્ફોટો સંભળાયા

  રશિયાએ યુક્રેન પર હવાઈ હુમલા વધારી દીધા છે. રાજધાની કિવ સહિત અનેક શહેરો તબાહ થઈ ગયા છે. આ દરમિયાન કિવમાં એક સાથે ભયાનક વિસ્ફોટોનો અવાજ સંભળાયો છે.

 • 03 Mar 2022 04:41 PM (IST)

  પશ્ચિમી દેશો પરમાણુ યુદ્ધની વિચારણા કરી રહ્યા છે - રશિયા

  રશિયાના વિદેશ પ્રધાન સેર્ગેઈ લવરોવે ગુરુવારે પશ્ચિમી રાજકારણીઓ પર પરમાણુ યુદ્ધ વિશે વિચારવાનો આરોપ મૂક્યો હતો. લાવરોવે રશિયન અને વિદેશી મીડિયા સાથેના ઓનલાઈન ઈન્ટરવ્યુમાં કહ્યું, “એ સ્પષ્ટ છે કે, ત્રીજું વિશ્વ યુદ્ધ માત્ર પરમાણુ હોઈ શકે છે. હું કહેવા કરવા માંગુ છું કે, તે પરમાણુ યુદ્ધનો વિચાર પશ્ચિમી દેશોના નેતાઓના મગજમાં સતત ફરતો રહે છે નઈ કે રશિયનોના મગજમાં.''

 • 03 Mar 2022 04:19 PM (IST)

  યુક્રેનમાંથી વિદ્યાર્થીઓને બહાર લાવવા સરકાર ગંભીરતાથી કામ કરી રહી છેઃ ઓમ બિરલા

  કોટામાં લોકસભા સ્પીકર ઓમ બિરલાએ યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. તેમણે કહ્યું, “યુક્રેનમાં જે બાળકો અભ્યાસ કરી રહ્યા હતા, તેઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે. સરકાર આ કામ ગંભીરતાથી કરી રહી છે."

 • 03 Mar 2022 04:09 PM (IST)

  ભારતથી 8 ફ્લાઈટ આજે બુકારેસ્ટ પહોંચશેઃ જ્યોતિરાદિત્ય સિંધિયા

  રોમાનિયામાં હાજર કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે, 8 ફ્લાઈટ આજે બુકારેસ્ટ પહોંચશે અને લગભગ 1,800 નાગરિકોને ભારત લઈ જશે. ગઈકાલે બુકારેસ્ટથી લગભગ 1,300 નાગરિકોને લઈને 6 ફ્લાઈટ્સ રવાના થઈ હતી. હવે હું બોર્ડર પોઈન્ટ સિરાત જઈ રહ્યો છું. સિરેટમાં હાલમાં 1,000 વિદ્યાર્થીઓ છે. સુસેવા એ સિરેટનું સૌથી નજીકનું એરપોર્ટ છે. આજે ઈન્ડિગોની 2 ફ્લાઈટ સુસેવા આવી રહી છે અને લગભગ 450 વિદ્યાર્થીઓને ભારત પરત લઈ જશે. આવતીકાલે 4 ફ્લાઈટ સુસેવા આવશે અને 900-1,000 વિદ્યાર્થીઓને લઈ જશે.

 • 03 Mar 2022 03:56 PM (IST)

  યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું- હું રશિયન સૈનિકોના મૃતદેહોને ઢાંકવા માંગતો નથી

  યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ રશિયન સૈનિકોને પાછા જવા માટે હાકલ કરી છે, અને કહ્યું છે કે છેલ્લા અઠવાડિયામાં લગભગ 9,000 રશિયનો માર્યા ગયા છે. તેમણે કહ્યું કે, યુક્રેન સૈનિકોને તેમના મૃતદેહ ઢાંકવા માંગતું નથી. તમે ઘર જાઓ.

 • 03 Mar 2022 03:49 PM (IST)

  અંતરિક્ષ રોકેટ પર ત્રિરંગો અકબંધ

  યુક્રેન સાથેના યુદ્ધ અને તે પછીના પ્રતિબંધો વચ્ચે, રશિયાએ યુએસ, યુકે અને જાપાનના ધ્વજ હટાવી દીધા, પરંતુ તેના સ્પેસ રોકેટ પર ભારતીય ત્રિરંગો યથાવત રાખ્યો છે.

 • 03 Mar 2022 03:40 PM (IST)

  યુક્રેન પર રશિયાનું કેટલું નિયંત્રણ છે?

  AFPના ગ્રાફિક્સ દ્વારા જાણો કે, 24 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી રશિયાએ યુક્રેન પર કેટલા વિસ્તાર પર કબજો જમાવ્યો છે.

  Afp Gps

  (AFP graphics)

 • 03 Mar 2022 03:29 PM (IST)

  અત્યાર સુધીના યુદ્ધમાં રશિયાને ઘણું નુકસાન થયું છેઃ યુક્રેન

  યુક્રેનની સેનાના કહેવા પ્રમાણે, અત્યાર સુધીના યુદ્ધમાં રશિયાને ઘણું નુકસાન થયું છે. તેણે 9000 સૈનિકો ગુમાવ્યા છે. આ ઉપરાંત, 30 વિમાનો, 374 કાર, 217 ટેન્ક અને 900 આર્મ્ડ પર્સનલ કેરિયર્સ ગુમાવ્યા છે. આ સિવાય પણ તેમને ભારે નુકસાન થયું છે.

 • 03 Mar 2022 03:16 PM (IST)

  યુક્રેને રશિયા સાથે વાતચીતનો કર્યો ઇનકાર

  યુક્રેને રશિયા સાથે વાતચીત કરવાનો ઇનકાર કર્યો છે. અગાઉ એવા સમાચાર હતા કે, બેલારુસ-પોલેન્ડ બોર્ડર પર આજે ફરી રશિયા અને યુક્રેન વચ્ચે વાતચીત થશે.

 • 03 Mar 2022 02:57 PM (IST)

  હંગેરિયન શહેરમાં દાન એકત્રિત કરતા સ્વયંસેવકો

  હંગેરિયન સરહદી શહેરમાં, સ્વયંસેવકો સ્થાનિકો પાસેથી દાન એકત્રિત કરે છે અને તેમને સરહદ પાર યુક્રેનમાં મોકલી રહ્યા છે.

  Image

  (Photo & News Source - AFP)

 • 03 Mar 2022 02:41 PM (IST)

  શેલ્ટર હાઉસમાં આશ્રય લેતા લોકો

  Russia Ukraine War 0303223

 • 03 Mar 2022 02:24 PM (IST)

  સલાહકાર સમિતિની બેઠક સમાપ્ત

  વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વીટ કર્યું કે, યુક્રેનના ઘટનાક્રમ પર વિદેશ મંત્રાલયની સલાહકાર સમિતિની બેઠક હમણાં જ સમાપ્ત થઈ છે. સમગ્ર મામલે વ્યૂહાત્મક અને માનવતાવાદી પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. યુક્રેનમાંથી તમામ ભારતીયોને પરત લાવવાના પ્રયાસોને સમર્થનનો મજબૂત અને સર્વસંમત સંદેશ.

 • 03 Mar 2022 02:20 PM (IST)

  આ શ્વાન પણ યુક્રેનથી સુરક્ષિત પરત ફર્યું

  Russia Ukraine War 0303225

 • 03 Mar 2022 02:08 PM (IST)

  રશિયન ચલણ રૂબલમાં રેકોર્ડ ઘટાડો

  રશિયન ચલણ રૂબલ ડોલર સામે સતત ઘટી રહ્યું છે અને આજે એક ડોલર 110 રુબેલ્સ તેના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે.

 • 03 Mar 2022 02:01 PM (IST)

  યુક્રેનના ઇરપિન શહેરના ભયાનક દૃશ્યો

 • 03 Mar 2022 01:58 PM (IST)

  રશિયા અને બેલારુસ પર પ્રતિબંધો

  ઇન્ટરનેશનલ પેરાલિમ્પિક કમિટી (IPC)એ કહ્યું કે, રશિયા અને બેલારુસના એથ્લેટ્સને બેઇજિંગમાં 2022ના વિન્ટર પેરાલિમ્પિકમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. વિન્ટર પેરાલિમ્પિક્સ શનિવારથી શરૂ થશે, શુક્રવારે ઓપનિંગ સેરેમની સાથે.

 • 03 Mar 2022 01:49 PM (IST)

  બ્લેક સીમાં રોમાનિયન હેલિકોપ્ટર થયું નષ્ચ, 7ના મોત

  અધિકારીઓનું કહેવું છે કે, ગુમ થયેલા ફાઇટર પ્લેન અને તેના પાઇલટની શોધમાં બ્લેક સીથી નજીક બુધવારે પૂર્વી રોમાનિયામાં હેલિકોપ્ટર ક્રેશ થતાં સાત સૈન્ય કર્મચારીઓ માર્યા ગયા હતા.

 • 03 Mar 2022 01:41 PM (IST)

  જર્મની યુક્રેનને 2700 એન્ટી એર મિસાઈલ આપશે

  સરકાર સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું છે કે, જર્મની યુક્રેનને 2700 એન્ટી એર મિસાઈલ આપશે.

 • 03 Mar 2022 01:39 PM (IST)

  IAF C-17 ગ્લોબમાસ્ટર જહાજમાં 200 ભારતીયો સ્વદેશ પરત ફર્યા

  Russia Ukraine War 0303224

 • 03 Mar 2022 12:17 PM (IST)

  Russia Ukraine War Live : પેરિસના મ્યુઝિયમમાંથી પુતિનની પ્રતિમા હટાવી

  Russia Ukraine War Live : પેરિસના મ્યુઝિયમમાંથી રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની મીણની પ્રતિમા હટાવી દેવામાં આવી છે. યુક્રેન પર રશિયાના આક્રમણને કારણે પેરિસના ગ્રેવિન મ્યુઝિયમના ડિરેક્ટરે પુતિનની પ્રતિમા હટાવવાનો નિર્ણય લીધો હતો. તેમણે કહ્યું કે અમે ક્યારેય ગ્રીવિન મ્યુઝિયમમાં હિટલર જેવા સરમુખત્યારનું પ્રતિનિધિત્વ કર્યું નથી, અમે આજે પુતિનનું પ્રતિનિધિત્વ કરવા માંગતા નથી.

 • 03 Mar 2022 12:01 PM (IST)

  Russia Ukraine War Live: ખાર્કિવમાં  ગોળીબારમાં 8ના મોત

  Russia Ukraine War Live: યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવના ઇઝિયમ વિસ્તારમાં રાતોરાત રશિયન ગોળીબારમાં બે બાળકો સહિત આઠ લોકો માર્યા ગયા હતા.

 • 03 Mar 2022 11:12 AM (IST)

  Russia Ukraine War Live : પૂર્વ યુક્રેનમાં ફસાયેલા હજું ઘણા ભારતીયોઃ ભારતીય વિદ્યાર્થીઓ

  Russia Ukraine War Live :  ગુરુવારે યુક્રેનથી મુંબઈ પહોંચેલા એક વિદ્યાર્થીએ કહ્યું કે ઘણા ભારતીય વિદ્યાર્થીઓ હજુ પણ યુદ્ધગ્રસ્ત દેશમાં ફસાયેલા છે અને તેમને મદદની જરૂર છે. હંગેરીની રાજધાની બુડાપેસ્ટથી યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા 183 મુસાફરોને લઈને એક વિશેષ વિમાન ગુરુવારે સવારે મુંબઈ પહોંચ્યું હતું, અધિકારીઓએ જણાવ્યું હતું. આ મુસાફરોમાં એક નવજાત શિશુનો પણ સમાવેશ થાય છે. કેન્દ્રીય મંત્રી રાવસાહેબ દાનવેએ એરપોર્ટ પર મુંબઈ પહોંચેલી ત્રીજી ઈવેક્યુએશન ફ્લાઈટમાં સવાર લોકોનું સ્વાગત કર્યું. 'એર ઈન્ડિયા એક્સપ્રેસ' પ્લેન બુડાપેસ્ટથી સવારે 5.30 વાગ્યે અહીં પહોંચ્યું હતું. યુક્રેનના પૂર્વી ભાગ પર રશિયાનો ભીષણ હુમલો ચાલુ છે. વિદ્યાર્થીએ કહ્યું કે સમસ્યા પૂર્વીય ભાગમાં (યુક્રેનના) છે અને ત્યાંના લોકોને (વિદ્યાર્થીઓ)ને મદદની જરૂર છે.

 • 03 Mar 2022 11:07 AM (IST)

  Russia Ukraine War Live : યુક્રેનિયનમાં બોમ્બ શેલ્ટરમાં નવજાત શિશુ સાથે માતા

  Russia Ukraine War Live :

  યુક્રેનિયનમાં બોમ્બ શેલ્ટરમાં નવજાત શિશુ સાથે માતા.

 • 03 Mar 2022 11:00 AM (IST)

  Russia Ukraine War Live : બોમ્બ શેલ્ટરમાં થયા લગ્ન

  Russia Ukraine War Live : યુક્રેનિયન શહેર ઓડેસામાં એક દંપતીએ બોમ્બ શેલ્ટરમાં લગ્ન કર્યા, જે છેલ્લા અઠવાડિયાથી યુદ્ધમાં ઘેરાયેલું છે.

 • 03 Mar 2022 10:35 AM (IST)

  Russia Ukraine War Live : કેનેડાએ 10 રશિયનો પર પ્રતિબંધ મૂક્યો

  Russia Ukraine War Live : કેનેડાએ રશિયાના ઊર્જા ક્ષેત્રના 10 લોકો પર પ્રતિબંધ મૂક્યો છે. તે યુક્રેનને વધુ સહાય પણ આપશે. પ્રતિબંધિત લોકોમાં બે રશિયન ઉર્જા કંપનીઓ રોઝનેફ્ટ અને ગેઝપ્રોમના લોકોનો સમાવેશ થાય છે.

 • 03 Mar 2022 10:29 AM (IST)

  Russia Ukraine War Live : ફ્રાન્સે તેના સૈનિકોની ધરપકડ કરી

  Russia Ukraine War Live : ફ્રાન્સ કથિત રીતે રશિયન સૌનિકોની ઘરપકડ કરવાની યોજના બનાવી છે,જેના પર રશિયા આક્રમણ વિરૂધ્ધ કીવની લડાઇમાં સામિલ થવાની શંકા હતી

 • 03 Mar 2022 10:20 AM (IST)

  Russia Ukraine War Live : બુકારેસ્ટથી 180 ભારતીયો પાછા ફર્યા

  Russia Ukraine War Live :યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને લઈને ભારતીય વાયુસેનાનું ચોથું વિમાન બુકારેસ્ટથી હિંડન એરપોર્ટ પહોંચ્યું હતું. કેન્દ્રીય રાજ્ય મંત્રી અજય ભટ્ટે એરપોર્ટ પર વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું. અજય ભટ્ટે કહ્યું કે હું આપ સૌનું સ્વાગત કરું છું. વડાપ્રધાન પોતે મુશ્કેલ સંજોગોમાં યુક્રેનમાંથી દરેક ભારતીય વિદ્યાર્થીને બહાર કાઢવા પર નજર રાખી રહ્યા છે. હું ક્રૂ ટીમને પણ અભિનંદન આપું છું. તેમણે કહ્યું કે અમે દરેક બાળકનું ધ્યાન રાખીએ છીએ. યુક્રેનની સરહદો પર પણ અમારા ચાર મંત્રીઓ એકબીજાની સામે જોઈ રહ્યા છે. આપણા એરફોર્સ અને સિવિલ એવિએશનના જહાજો સતત જઈ રહ્યા છે. આ ફ્લાઈટમાં 180 ભારતીયો આવ્યા છે.

 • 03 Mar 2022 10:02 AM (IST)

  Russia Ukraine War Live : બાઇડેન વહીવટીતંત્ર જોઈ રહ્યું છે કે CAATSA હેઠળ ભારત પર પ્રતિબંધો લાગુ કરવા કે માફ કરવા કે કેમ: US diplomat

  Russia Ukraine War Live : બાઇડેન વહીવટીતંત્ર જોઈ રહ્યું છે કે CAATSA હેઠળ ભારત પર પ્રતિબંધો લાગુ કરવા કે માફ કરવા કે કેમ: US diplomat

 • 03 Mar 2022 09:55 AM (IST)

  Russia Ukraine War Live : દૂતાવાસમાંથી યુક્રેનિયન ધ્વજ અને સાઈનબોર્ડ હટાવી દેવામાં આવ્યા 

  Russia Ukraine War Live :  એક મીડિયા રિપોર્ટ અનુસાર, મોસ્કો અને કિવ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને લઈને રશિયામાં યુક્રેનિયન એમ્બેસીમાંથી યુક્રેનિયન ધ્વજ હટાવી દેવામાં આવ્યો છે.

 • 03 Mar 2022 09:46 AM (IST)

  Russia Ukraine War Live : બુકારેસ્ટથી 180 ભારતીયો પાછા ફર્યા

  Russia Ukraine War Live : યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને લઈને ભારતીય વાયુસેનાનું ચોથું વિમાન બુકારેસ્ટથી હિંડન એરપોર્ટ પહોંચ્યું હતું. કેન્દ્રીય રાજ્ય મંત્રી અજય ભટ્ટે એરપોર્ટ પર વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું. અજય ભટ્ટે કહ્યું કે હું આપ સૌનું સ્વાગત કરું છું. વડાપ્રધાન પોતે મુશ્કેલ સંજોગોમાં યુક્રેનમાંથી દરેક ભારતીય વિદ્યાર્થીને બહાર કાઢવા પર નજર રાખી રહ્યા છે. હું ક્રૂ ટીમને પણ અભિનંદન આપું છું. વધુમાં તેમણે કહ્યું કે અમે દરેક વિદ્યાર્થીઓનું ધ્યાન રાખીએ છીએ. યુક્રેનની સરહદો પર પણ અમારા ચાર મંત્રીઓની નજર છે. આપણા એરફોર્સ અને સિવિલ એવિએશનના જહાજો સતત નજર રાખી રહ્યા છે. આ ફ્લાઈટમાં 180 ભારતીયો આવ્યા છે.

 • 03 Mar 2022 09:41 AM (IST)

  Russia Ukraine War Live : યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીએ ભારત સરકારના વખાણ કર્યા

  Russia Ukraine War Live: યુક્રેનથી ભારત પરત ફરેલી ઉજ્જલા ગુપ્તાએ કહ્યું કે, હું સરકારને વિનંતી કરું છું કે કિવ અને ખાર્કિવમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવામાં આવે કારણ કે ત્યાં સ્થિતિ ગંભીર છે. યુક્રેનમાંથી તમામ ભારતીયોને બહાર કાઢવાના અમારી સરકારના પ્રયાસોની હું પ્રશંસા કરું છું.

 • 03 Mar 2022 09:17 AM (IST)

  Russia Ukraine War Live: યુક્રેનમાં અત્યાર સુધીમાં 752 લોકોના મોત થયા છે

  Russia Ukraine War Live: સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા અનુસાર રશિયાના હુમલામાં યુક્રેનમાં અત્યાર સુધીમાં 752 નાગરિકોના મોત થયા છે. આ આંકડો 1 માર્ચ સુધીનો જણાવવામાં આવી રહ્યો છે.

 • 03 Mar 2022 09:09 AM (IST)

  Russia Ukraine War Live: રશિયન પોલીસે 7,000 થી વધુ લોકોની અટકાયત કરી હતી

  Russia Ukraine War Live:  યુક્રેન પર રશિયાના આક્રમણના આઠમાં દિવસે રશિયન પોલીસે સેન્ટ પીટર્સબર્ગમાં વિરોધીઓની અટકાયત કરી. સ્વતંત્ર જૂથ OVD-Info કહે છે કે રશિયામાં યુક્રેનના આક્રમણનો વિરોધ કરવા બદલ કુલ 7,000 થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે.

 • 03 Mar 2022 08:59 AM (IST)

  Russia Ukraine War Live: શું યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીઓને બંધક બનાવવામાં આવ્યા છે?

  Russia Ukraine War Live:  રશિયા દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે યુક્રેને ભારતીય વિદ્યાર્થીઓને બંધક બનાવ્યા છે. હવે આ અંગે ભારતના વિદેશ મંત્રાલયનું નિવેદન આવ્યું છે. વિદેશ મંત્રાલય વતી પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે ભારતીય દૂતાવાસ સતત ભારતીય લોકોના સંપર્કમાં છે. યુક્રેનિયન ઓથોરિટીની મદદથી ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી ભારતને કોઈ વિદ્યાર્થીને બંધક બનાવ્યા હોવાની માહિતી મળી નથી.

 • 03 Mar 2022 08:48 AM (IST)

  Russia Ukraine War Live: યુક્રેનના અનેક શહેરોમાં ગોળીબાર

  Russia Ukraine War Live: યુક્રેનના ઘણા શહેરોમાં ગોળીબાર યથાવત છે, જેમાં ઓક્ટિર્કા અને ખાર્કિવનો સમાવેશ થાય છે, રશિયન ગોળીબાર પછી ભારે નુકસાન થયું હતું.રશિયન હુમલાઓમાં ખાર્કિવની  લગભગ ત્રણ શાળાઓ અને કેથેડ્રલને નિશાન બનાવ્યા છે. ઓક્ટિરકામાં અનેક રહેણાંક ઇમારતો નાશ પામી છે.

 • 03 Mar 2022 08:39 AM (IST)

  Russia Ukraine War Live: 1 લાખ લોકોએ યુક્રેન છોડી દીધું

  Russia Ukraine War Live: યુએનની શરણાર્થી એજન્સીનું કહેવું છે કે લગભગ એક સપ્તાહમાં રશિયાના હુમલા બાદ લગભગ 10 લાખ લોકોએ યુક્રેન છોડી દીધું છે.આ અત્યાર સુધીની સૌથી મોટી સંખ્યા છે.

 • 03 Mar 2022 08:35 AM (IST)

  Russia Ukraine War Live: અત્યાર સુધીમાં 498 રશિયન સૈનિકો માર્યા ગયા : મોસ્કો

  Russia Ukraine War Live:  રશિયાનું કહેવું છે કે યુક્રેનમાં તેના 498 સૈનિકો માર્યા ગયા છે, જે એક અઠવાડિયા પહેલા રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તેના આક્રમણની શરૂઆત કર્યા પછી તેની પ્રથમ જાહેર થયેલો મૃત્યુઆંક છે. યુક્રેનની રાજ્ય કટોકટી સેવાએ બુધવારે જણાવ્યું હતું કે 2,000 થી વધુ નાગરિકો (લશ્કરી કર્મચારીઓ ઉપરાંત) મૃત્યુ પામ્યા હતા. આ તબક્કે દરેક બાજુના જાનહાનિની સાચી સંખ્યા અજ્ઞાત છે. યુનાઈટેડ નેશન્સે 227 નાગરિકોના મોત નોંધ્યા છે અને શરણાર્થીઓની સંખ્યા લોખોનો આંકડો વટાવી ગઈ હોવાનું પણ જણવા મળ્યુ છે.

 • 03 Mar 2022 08:27 AM (IST)

  Russia Ukraine War Live : વિશ્વ બેંકે રશિયા અને બેલારુસના તમામ પ્રોજેક્ટને અટકાવી દીધા

  Russia Ukraine War Live : રશિયા-યુક્રેન સંકટ વચ્ચે વિશ્વ બેંકે રશિયા અને તેના સહયોગી બેલારુસમાં તેના તમામ પ્રોજેક્ટ અટકાવી દીધા છે.

 • 03 Mar 2022 08:20 AM (IST)

  Russia Ukraine War Live : સ્કુલના બેઝમેન્ટમાં 8 બાળકો ફસાયા

  Russia Ukraine War Live : યુક્રેનના જુદા જુદા શહેરોમાં રશિયા દ્વારા બોમ્બ વિસ્ફોટ ચાલુ છે. ખાર્કિવની સાથે, સેવેરોડોનેત્સ્ક શહેરમાં બોમ્બ વિસ્ફોટ ચાલુ છે. કિન્ડરગાર્ડન સ્કૂલના બેઝમેન્ટમાં 10 લોકો ફસાયેલા છે. તેમાં 8 બાળકોનો પણ સમાવેશ થાય છે.

 • 03 Mar 2022 08:10 AM (IST)

  Russia Ukraine War Live: રશિયાએ કબૂલ્યું કે યુદ્ધમાં 498 સૈનિકો માર્યા ગયા

  Russia Ukraine War Live:રશિયાએ કબૂલ્યું કે યુદ્ધમાં 498 સૈનિકો માર્યા ગયા, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું- દુશ્મનોનો પરાજય થશે

 • 03 Mar 2022 08:02 AM (IST)

  Russia Ukraine War Live: 208 ભારતીય નાગરિકોને લઈને વિમાન દિલ્હી પહોંચ્યું

  Russia Ukraine War Live:  યુક્રેનથી 208 ભારતીય નાગરિકોને લઈને ભારતીય વાયુસેનાનું ત્રીજું C-17 વિમાન પોલેન્ડના રાઝોથી દિલ્હી નજીકના હિંડોન એરબેઝ પર ઉતર્યું છે.

 • 03 Mar 2022 07:55 AM (IST)

  Russia Ukraine War Live: ભારતીય નાગરિક સાથે ડોગ પણ પહોંચ્યો દિલ્હી

  Russia Ukraine War Live: હિંડોન એરબેઝ પર યુક્રેનથી પરત ફરેલા એક ભારતીય નાગરિકે કહ્યું, હું યુક્રેનથી મારા મિત્રના કૂતરાને મારી સાથે લાવ્યો છું. ઘણા લોકો જેમની પાસે કૂતરા હતા તેઓ તેને યુક્રેનમાં છોડી ગયા, પરંતુ હું આ કૂતરાને મારી સાથે પાછો લાવ્યો.

 • 03 Mar 2022 07:52 AM (IST)

  Russia Ukraine War Live: 208 ભારતીય નાગરિકોને લઈને વિમાન દિલ્હી પહોંચ્યું

  Russia Ukraine War Live:  યુક્રેનથી 208 ભારતીય નાગરિકોને લઈને ભારતીય વાયુસેનાનું ત્રીજું C-17 વિમાન પોલેન્ડના રાઝોથી દિલ્હી નજીકના હિંડોન એરબેઝ પર ઉતર્યું છે.

 • 03 Mar 2022 07:49 AM (IST)

  Russia Ukraine War Live: IAFની બીજી ફ્લાઈટ હિંડન એરબેઝ પર પહોંચી

  Russia Ukraine War Live: યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બહાર લાવવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 220 ભારતીય નાગરિકો સાથે IAFની બીજી ફ્લાઈટ હિંડન એરબેઝ પર પહોંચી.

 • 03 Mar 2022 07:47 AM (IST)

  Russia Ukraine War Live: યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને લઇને પરત ફર્યુ વિમાન, સંરક્ષણ રાજ્ય મંત્રીએ અભિનંદન પાઠવ્યા

  Russia Ukraine War Live: સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટે જણાવ્યું હતું કે, જે પ્લેન અગાઉ વિદ્યાર્થીઓને લઈને આવ્યું હતું તે વિદ્યાર્થીઓને પરત લાવવા માટે મોકલવામાં આવ્યું છે અને જેમ જ આ પ્લેનમાંથી વિદ્યાર્થીઓ ઉતરશે કે તરત જ તે વિદ્યાર્થીઓને પરત લાવવા માટે ફરીથી ઉડાન ભરશે. દરેક વિદ્યાર્થીને લાવવાની અમારી ફરજ છે; હું દરેક ટીમને દિવસ-રાત કામ કરવા બદલ અભિનંદન આપું છું.

Published On - Mar 03,2022 7:34 AM

Follow Us:
પાલિતાણામાં 29 વર્ષિય યુુવકને હાર્ટએટેક આવતા મોત
પાલિતાણામાં 29 વર્ષિય યુુવકને હાર્ટએટેક આવતા મોત
મહીસાગર : તાલુકા પ્રા.શિક્ષણાધિકારીની નિમણૂંકને લઇ વિરોધ
મહીસાગર : તાલુકા પ્રા.શિક્ષણાધિકારીની નિમણૂંકને લઇ વિરોધ
બોટાદમાં બાકી વ્યાજના પૈસા લેવા યુવકને માર્યો ઢોર માર
બોટાદમાં બાકી વ્યાજના પૈસા લેવા યુવકને માર્યો ઢોર માર
પંચમહાલ : સરકારી અનાજના ગોડાઉનમાંથી લેવાયેલા દાળના નમૂના ફેલ
પંચમહાલ : સરકારી અનાજના ગોડાઉનમાંથી લેવાયેલા દાળના નમૂના ફેલ
સૌરાષ્ટ્રના ખેડૂતોને મણ લસણ પર મળ્યા 2500થી લઇ 3500 ભાવ
સૌરાષ્ટ્રના ખેડૂતોને મણ લસણ પર મળ્યા 2500થી લઇ 3500 ભાવ
શું અશ્વસ્થામા નર્મદા પરિક્રમાવાસીઓને રસ્તામાં મળે છે? જુઓ વીડિયો
શું અશ્વસ્થામા નર્મદા પરિક્રમાવાસીઓને રસ્તામાં મળે છે? જુઓ વીડિયો
રાજકોટ ભાજપમાં ફરી જૂથવાદ, સાંસદ અને સ્ટેન્ડિંગ ચેરમેમ આવ્યા સામસામે
રાજકોટ ભાજપમાં ફરી જૂથવાદ, સાંસદ અને સ્ટેન્ડિંગ ચેરમેમ આવ્યા સામસામે
દાહોદ : નકલી કચેરીના કેસમાં પોલીસે કાર્યપાલક ઇજનેરની કરી ધરપકડ
દાહોદ : નકલી કચેરીના કેસમાં પોલીસે કાર્યપાલક ઇજનેરની કરી ધરપકડ
કુંડળીમાં 'કુસુમ' નામનો યોગ બનાવે છે જાતકને 'કિંગ' જાણવા જુઓ વીડિયો
કુંડળીમાં 'કુસુમ' નામનો યોગ બનાવે છે જાતકને 'કિંગ' જાણવા જુઓ વીડિયો
ડુંગળી પછી લસણના ભાવ પહોંચ્યા આસમાને
ડુંગળી પછી લસણના ભાવ પહોંચ્યા આસમાને
g clip-path="url(#clip0_868_265)">