Viral Video : ફ્લાઈટમાં એર હોસ્ટેસે અલ્લુ અર્જુનના હૂક સ્ટેપની કરી કોપી, ઈન્ટરનેટ પર છવાયો વીડિયો

તાજેતરમાં એક એર હોસ્ટેસનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.જેમાં તે અલ્લુ અર્જુનના હુક સ્ટેપની કોપી કરતી જોવા મળે છે.

Viral Video :  ફ્લાઈટમાં એર હોસ્ટેસે અલ્લુ અર્જુનના હૂક સ્ટેપની કરી કોપી, ઈન્ટરનેટ પર છવાયો વીડિયો
Air hostess dance video goes viral
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 29, 2022 | 2:48 PM

Viral Video : જ્યારથી અલ્લુ અર્જુન સ્ટારર તેલુગુ ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ (Pushpa) રિલીઝ થઈ છે, ત્યારથી તેના સોંગ, ડાન્સ અને ડાયલોગ્સ સોશિયલ મીડિયાની દુનિયામાં છવાઈ ગયા છે. કેટલાક અલ્લુ અર્જુનના ડાન્સ સ્ટેપ્સ પર રીલ બનાવી રહ્યા છે, જ્યારે કેટલાક ઇન્ટરનેટ પર તેના ફેમસ ડાયલોગ્સને લિપ-સિંક કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે તાજેતરમાં એક એર હોસ્ટેસનો (Air Hostess)  ડાન્સ વીડિયો ઈન્ટરનેટ પર છવાયો છે.જેમાં તે અલ્લુ અર્જુનનો હુક સ્ટેપ કરતી જોવા મળે છે.

ડાન્સ વીડિયો થયો વાયરલ

હાલમાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં એર હોસ્ટેસ ખાલી ફ્લાઈટમાં જોઈ શકાય છે, જ્યાં તે શ્રીવલ્લી સોંગ પર હૂક સ્ટેપ કરી રહી છે.જો કે આ ડાન્સની તે કોપી કરી શકી નહી, પરંતુ તે પ્રયત્ન કરી રહી છે.તમને જણાવી દઈએ કે, આ વીડિયો તેના એક સાથી દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યો હતો. જે હવે સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર છવાયો છે.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

જુઓ વીડિયો

View this post on Instagram

A post shared by Uma meenakshi (@yamtha.uma)

આ મજેદાર વીડિયો yamatha.Uma નામની એરહોસ્ટેસ દ્વારા ઈન્સ્ટાગ્રામ પરથી શેર કરવામાં આવ્યો છે. તમને જણાવવુ રહ્યુ કે, આ એરહોસ્ટેસ અવાર નવાર તેના ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે અને તે જોત જોતામાં જ વાયરલ થઈ જાય છે.

યુઝર્સ આ ડાન્સ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યુ કે, શાનદાર, જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, દરેકને લાઈફ એન્જોય કરવાનો અધિકાર છે. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : VIDEO: શહેરોમાં આવો નજારો જોવા મળે છે કિસ્મતથી, વીડિયો જોઈને તમારું દિલ ખુશ થઈ જશે

આ પણ વાંચો :  ખતરનાક કિંગ કોબ્રાને આ શખ્સે દોરડાની જેમ ઉપાડી લીધો, લોકો પણ Viral વીડિયો જોઈ દંગ

g clip-path="url(#clip0_868_265)">