AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO: શહેરોમાં આવો નજારો જોવા મળે છે કિસ્મતથી, વીડિયો જોઈને તમારું દિલ ખુશ થઈ જશે

વીડિયો શેર કરતા IPS ઓફિસર દીપાંશુ કાબરાએ લખ્યું છે કે, 'બાળપણમાં જ્યારે બધા પક્ષીઓ સાંજે ઝાડ પર પાછા ફરતા હતા ત્યારે અમે તેમનો મધુર કલરવ સાંભળતા હતા.'

VIDEO: શહેરોમાં આવો નજારો જોવા મળે છે કિસ્મતથી, વીડિયો જોઈને તમારું દિલ ખુશ થઈ જશે
Birds flying from the tree
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 29, 2022 | 1:30 PM
Share

Viral Video : એક સમય હતો જ્યારે બધે માત્ર હરિયાળી જ દેખાતી હતી, વૃક્ષો અને છોડથી ભરેલી દુનિયા અને એ વૃક્ષો (Tree) પર પક્ષીઓનો (Birds)  કલરવ. ખાસ કરીને સવારના સમયે આવા દ્રશ્યો જોઈને દિલ ખુશ થઈ જાય છે અને જ્યારે પક્ષીઓનો કિલકિલાટ સંભળાય છે ત્યારે કોઈ અલગ જ દુનિયામાં હોવાનો અનુભવ થાય છે.

જો કે આ દ્રશ્યો હજુ પણ ગામડાઓમાં અવારનવાર જોવા મળે છે, પરંતુ શહેરોમાં તેનું સ્થાન વાહનો અને હોર્નના અવાજે લઈ લીધું છે. શહેરોમાં વૃક્ષો અને છોડની પણ અછત છે, તેથી સ્વાભાવિક છે કે જો વૃક્ષો અને છોડ જ નહીં હોય તો પક્ષીઓ ક્યાં રહેશે. આજકાલ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં જોવા મળ્યો અદ્ભુત નજારો

વાયરલ થઈ રહેલો વીડિયો એક શહેરનો છે, જ્યાં એક ઝાડ પર ઘણા બધા પક્ષીઓ બેઠા છે, પરંતુ આ વીડિયો ક્યા શહેરનો છે તે જાણી શકાયુ નથી. જ્યારે આ પક્ષીઓ ઝાડ પરથી ઉડવાનું શરૂ કરે છે, ત્યારે અદ્ભુત દ્રશ્ય જોવા મળે છે, જેની તમે ભાગ્યે જ અપેક્ષા કરી હોય. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઝાડ એકદમ શાંત દેખાઈ રહ્યું છે, પરંતુ થોડી જ સેકન્ડમાં જ્યારે પક્ષીઓનું ટોળું તેના કિલકિલાટ સાથે તેમાંથી ઉડવા લાગે છે, ત્યારે એક અદ્ભુત નજારો જોવા મળે છે. આ નજારો ખુબ જ સુંદર લાગી રહ્યો છે.

જુઓ વીડિયો

તમને જણાવી દઈએ કે, IPS ઓફિસર દીપાંશુ કાબરાએ ( Dipanshu Kabra )પોતાના ટ્વિટર હેન્ડલ પર આ અદ્ભુત વીડિયો શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, ‘બાળપણમાં, જ્યારે બધા પક્ષીઓ સાંજે ઝાડ પર પાછા ફરતા હતા, ત્યારે અમે તેમનો મીઠો કલરવ સાંભળતા હતા. શહેરોમાં આવા મનોહર દ્રશ્યો ભાગ્યે જ જોવા મળે છે…! આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે.

આ પણ વાંચો : ખતરનાક કિંગ કોબ્રાને આ શખ્સે દોરડાની જેમ ઉપાડી લીધો, લોકો પણ Viral વીડિયો જોઈ દંગ

Follow Us
મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'
મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
g clip-path="url(#clip0_868_265)">