રસ્તા પર લડતા યુવકોને કારે ટક્કર મારતા હવામાં ફંગોળાઈને પડ્યા નીચે, ફરી ઊભા થઈ મંડ્યા લડવા, જુઓ Viral Video

TV9 GUJARATI

|

Updated on: Sep 22, 2022 | 3:31 PM

રસ્તા પર લડી રહેલા બે યુવકોને એટલી જોરથી ટક્કર મારે છે કે યુવકો હવામાં ઉછળીને નીચે પડે છે અને પગરખા પણ હવામાં ઉડી જાય છે. વાયરલ વીડિયો (Accident Viral Video)ગાઝિયાબાદના મસૂરીનો છે, જ્યાં રસ્તા પર વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

રસ્તા પર લડતા યુવકોને કારે ટક્કર મારતા હવામાં ફંગોળાઈને પડ્યા નીચે, ફરી ઊભા થઈ મંડ્યા લડવા, જુઓ Viral Video
Accident Viral Video
Image Credit source: Twitter

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદનો એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પાછળથી એક સફેદ રંગની સ્પીડિંગ કાર આવે છે અને રસ્તા પર લડી રહેલા બે યુવકોને એટલી જોરથી ટક્કર મારે છે કે યુવકો હવામાં ઉછળીને નીચે પડે છે અને પગરખા પણ હવામાં ઉડી જાય છે. કહેવામાં આવી રહ્યું છે કે વાયરલ વીડિયો (Accident Viral Video) ગાઝિયાબાદના મસૂરીનો છે, જ્યાં રસ્તા પર વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

એવું જાણવા મળ્યું છે કે રસ્તા પર ઝઘડો કરનારા વિદ્યાર્થીઓ મસૂરીની એક ખાનગી કોલેજના વિદ્યાર્થીઓ હતા, જેઓ બીબીએ અને બીસીએ અભ્યાસક્રમો કરી રહ્યા હતા. પોલીસનું કહેવું છે કે આ ઝઘડો સિનિયર અને જુનિયર વિદ્યાર્થીઓ વચ્ચે થયો હતો. પોલીસ ફરાર વિદ્યાર્થીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. જુઓ વીડિયો.

ટક્કર લાગવા છતા વિદ્યાર્થીઓ લડતા રહે છે

વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકબીજા સાથે અથડામણ અને મારપીટ કરી રહ્યા છે. એટલામાં જ એક સ્પીડિંગ કાર આવે છે અને સ્ટુડન્ટ્સ અહીં-તહીં દોડવા લાગે છે. પરંતુ તેમાંથી બે વિદ્યાર્થીઓ એકબીજાને સતત મારતા રહે છે. આ સ્પીડમાં આવતી કારે બંનેને જોરથી ટક્કર મારતાં બંને વિદ્યાર્થીઓ હવામાં ઉછળી પડ્યા હતા. મોટી વાત એ છે કે વિદ્યાર્થીઓ ઉભા થાય અને પછી લડવા માંડે છે.

કાર જપ્ત, ઘણા વિદ્યાર્થીઓની અટકાયત

આ ઘટના બાદ પોલીસે જણાવ્યું કે “પોલીસ સ્ટેશન મસૂરી વિસ્તારની એક ઘટના ધ્યાન પર આવી છે, જેમાં કોલેજના કેટલાક વિદ્યાર્થીઓ એકબીજા સાથે લડતા જોવા મળે છે અને આ દરમિયાન એક કાર આવીને બે વિદ્યાર્થીઓને ટક્કર મારે છે. આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરીને પોલીસે કેટલાક છોકરાઓની અટકાયત કરી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું છે કે વિદ્યાર્થીઓને ટક્કર મારનાર વાહનને જપ્ત કરી લેવામાં આવ્યું છે. આ કેસમાં જે પણ દોષિત જણાશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati