Gujarati NewsTrendingSouth eastern railway installs its first automatic coach washing plant at tatanagar railway station
Indian Railway: મુસાફરો સ્વચ્છ ટ્રેનમાં કરી શકશે પ્રવાસ, ઓટોમેટિક કોચ વોશિંગ પ્લાન્ટની સંખ્યામાં થયો વધારો
રેલવે મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ ઓટોમેટિક કોચ વોશિંગ પ્લાન્ટ દક્ષિણ પૂર્વ રેલવે ઝોન હેઠળના ચક્રધરપુર રેલ વિભાગના ટાટાનગર રેલવે સ્ટેશન પર લગાવવામાં આવ્યો છે.
સમયની સાથે દેશની લાઈફલાઈન કહેવાતી ભારતીય રેલવે (Indian Railways) તેની સેવાઓને વર્લ્ડ ક્લાસ બનાવવા માટે કોઈ કસર છોડી રહી નથી. ભારતીય રેલવે તેના પ્રવાસીઓને વિશ્વ કક્ષાની સેવાઓ પ્રદાન કરવા માટે માત્ર સલામતી અને સુવિધા પર કામ કરી રહી નથી, પરંતુ મુસાફરીને આરામદાયક બનાવવા પર પણ સંપૂર્ણ ધ્યાન આપી રહી છે. રેલવેનો હંમેશા એવો પ્રયાસ હોય છે કે પ્રવાસ દરમિયાન પ્રવાસીઓને સ્વચ્છ ટ્રેન (Train) મળે. રેલવે હવે દેશના વિવિધ ભાગોમાં ઓટોમેટિક કોચ વોશિંગ પ્લાન્ટ લગાવી રહી છે. જેથી કરીને ઓછામાં ઓછા સમયમાં ટ્રેનોની શ્રેષ્ઠ સફાઈ કરી શકાય. આ ક્રમમાં ભારતીય રેલવેના દક્ષિણ પૂર્વીય (South Eastern Railways) રેલવે ઝોનમાં આ પ્રકારનો પ્રથમ ઓટોમેટિક કોચ વોશિંગ પ્લાન્ટ (Automatic Coach Washing Plant) સ્થાપિત કરવામાં આવ્યો છે.
Plant in pot : જાસુદના છોડમાં નાખો માત્ર આ એક સફેદ વસ્તુ, ક્યારેય ફૂલો ખૂટશે નહીં
લોકો કેમ ઘરના દરવાજા પર લગાવે છે ઘોડાની નાળ ? જાણો કારણ
ગરમીમાં તમારો ફોન થઈ રહ્યો છે Overheat? તો આ રીતે રાખો કૂલ, જાણો ટ્રિક
વિરાટ કોહલીએ 6 ખેલાડીઓને લાખોની ભેટ આપી
Viral Video : વિદેશમાં Uyi Amma ગીત પર દેશી છોકરીએ કર્યો જોરદાર ડાન્સ
કયા દેશના કોચે સૌથી વધુ IPL ટ્રોફી જીતી છે?
दक्षिण पूर्व रेल के चक्रधरपुर मंडल का पहला स्वचालित कोच वाशिंग प्लांट टाटा में लगाया गया है।
पर्यावरण अनुकूल इस प्लांट से पानी की बचत होने के साथ साथ समय की बचत हो रही है, वहीं ट्रेनों में उच्च गुणवत्ता की सफाई भी सुनिश्चित हो रही है। pic.twitter.com/1nxAjvdbSu
રેલવે મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ ઓટોમેટિક કોચ વોશિંગ પ્લાન્ટ દક્ષિણ પૂર્વ રેલવે ઝોન હેઠળના ચક્રધરપુર રેલ વિભાગના ટાટાનગર રેલવે સ્ટેશન પર લગાવવામાં આવ્યો છે. ઝારખંડના ટાટાનગર રેલ્વે સ્ટેશન પર સ્થાપિત દક્ષિણ પૂર્વીય રેલવે ઝોનનો આ પ્રથમ ઓટોમેટિક કોચ વોશિંગ પ્લાન્ટ છે. ઓટોમેટિક કોચ વોશિંગ પ્લાન્ટના ઘણા ફાયદા છે.
ઓટોમેટિક કોચ વોશિંગ પ્લાન્ટ દ્વારા 24 કોચવાળી ટ્રેન માત્ર 10 થી 15 મિનિટમાં સાફ થઈ જાય છે. આનાથી માત્ર સમય જ નહીં, પણ પાણીની પણ બચત થાય છે. આટલું જ નહીં, આ કારણે ટ્રેનો સાફ કરવામાં વપરાતા મેનપાવરમાં પણ ઘણો ઘટાડો થયો છે. પરંપરાગત ધોવાથી ઘણું પાણી વેડફાય છે અને ઘણી માનવશક્તિનો પણ વપરાશ થાય છે.
આ ઓટોમેટિક સિસ્ટમ ટોયલેટના નીચેના ભાગોને પણ સાફ કરે છે
વૉશિંગ પ્લાન્ટમાં શૌચાલયના નીચેના ભાગોને સાફ કરવાની સાથે જંતુમુક્ત પણ કરી શકાય છે. જ્યારે પરંપરાગત સફાઈમાં આ શક્ય નથી. ભારતીય રેલવેએ અત્યાર સુધી દેશના ઘણા રેલવે સ્ટેશનો પર આ પ્રકારના ઓટોમેટિક કોચ વોશિંગ પ્લાન્ટ લગાવ્યા છે. ભારતીય રેલવે આખા દેશમાં વહેલામાં વહેલી તકે આવા વોશિંગ પ્લાન્ટ સ્થાપવાનો પ્રયાસ કરી રહી છે જેથી વધુમાં વધુ પાણી, સમય અને માનવશક્તિની બચત કરી શકાય.
રેલવેની યોજના અનુસાર સૌથી પહેલા તે રેલવે સ્ટેશનો પર વોશિંગ પ્લાન્ટ લગાવવામાં આવશે. જ્યાં વધુ ટ્રેનો લોડ થાય છે. જે પછી ધીમે-ધીમે તે તમામ જગ્યાઓ પર લગાવવામાં આવશે, જ્યાં ટ્રેનોની સફાઈ કરવામાં આવે છે.