Viral Video : પોતાની બાળકી માટે પિતાએ વાંદરાઓ પર કર્યો હમલો, રુવાટાં ઉભા કરતો વીડિયો થયો વાયરલ
પ્રાણી અને માણસો વચ્ચેના સંઘર્ષના અનેક કિસ્સા ભૂતકાળમાં બન્યા છે. તેના વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયા છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. આ વીડિયો ઉત્તર પ્રદેશના હાથરસનો છે.
Shocking Video : જંગલના પ્રાણીઓ જ્યારે માનવ વસાહતમાં આવે છે ત્યારે તેમની વચ્ચે સંઘર્ષ જરુરથી થાય છે અને તે સંઘર્ષમાં કયારેક માણસને, તો ક્યારેક પ્રાણીઓને નુકશાન થાય છે. પ્રાણી અને માણસો વચ્ચેના સંઘર્ષના અનેક કિસ્સા બન્યા છે. તેના વીડિયો ભૂતકાળમાં સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયા છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. આ વીડિયો ઉત્તર પ્રદેશના હાથરસનો છે. ત્યાં હાલમાં વાંદરાઓએ આંતર ફેલાવ્યો છે. વાંદારાઓ માણસો પણ હુમલાઓ કરી રહ્યા છે. હાલમાં વાયરલ થયેલો વીડિયો ખરેખર ચોંકાવનારો છે.
આ વીડિયો એક પત્રકારના ઘરની બહારનો છે. આ વીડિયોમાં તમે એક નાના ગલી જોઈ શકો છો. તેમાં ઘણા બધા ઘર છે અને કેટલોક બાંધકામનો સામાન પણ દેખાય રહ્યો છે. આ પત્રકારની માસૂમ દીકરી પર વાંદરાઓએ હમલો કર્યો હતો. દીકરીની ચીખ સાંભળી પત્રકાર બહાર આવ્યા હતા. તેમણે પોતાની દીકરીને બચાવીને, ઘરની અંદર મોકલી આપી હતી. આ વીડિયો ત્યારબાદનો છે.
તેમણે આ વાંદરઓને મેથીપાક ચખાડવાનું નક્કી કર્યુ. તે લગભગ અડધો કલાક સુધી તે વાંદરાઓ સાથે લડાઈ કરી, તેમને પથ્થર માર્યા. તેમની લડાઈ કેટલીક ભયાનક હતી, તે તમે આ વીડિયોમાં જોઈ શકો છે. તે દરમિયાન પત્રકાર નીચે પણ પટકાઈ છે. આ વીડિયોમાં વાંદરાનું નાનું બચ્ચુ પણ દેખાય છે.
આ રહ્યો એ વાયરલ વીડિયો
उत्तर प्रदेश के हाथरस में बढ़ा बंदरों का आतंक. बच्ची को बचाने आए पिता पर ही बोल दिया हमला. वीडियो वायरल…#UPNews @Uppolice #ViralVideo pic.twitter.com/TTNbnKcwnS
— Sonu Sharma (@sonu2media123) September 17, 2022
ઉત્તર પ્રદેશના હાથરસમાં હાલ વાંદરાઓના ઝુંડનો આંતક વધી ગયો છે. તેમણે ઘણા લોકો પર હમલો કરીને તેમને ઘાયલ પણ કર્યા છે. તેના માટે કોર્ટમાં અરજી પણ કરવામાં આવી છે જેથી તંત્ર આ વાંદરાઓને માનવ વસાહતથી દૂર કરે અને લોકો શાંતિથી તથા સુરક્ષિત રહી શકે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.