Viral Video: વરસાદની સિઝનમાં ચેક કર્યા વિના પહેરો છો બુટ? તો આ વીડિયો ખાસ જુઓ
આ વીડિયો(Viral Video) ખરેખર રૂંવાડા ઉભા કરી દે તેવો છે. આ ઘટના કોઈપણ સાથે બની શકે છે. આથી, ચોમાસાની આ સિઝન દરમિયાન સાવચેત રહેવાની જરૂર છે.
ચોમાસામાં સારા વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે, પરંતુ વરસાદની સાથે નવી સમસ્યા પણ ઉભી થતી હોય છે. ઘણા વિસ્તારોમાં છુપાયેલા ઝેરી સાપ હવે તેમના દરમાંથી બહાર આવીને ઘરોમાં ઘૂસવા લાગે છે. ક્યારેક તેઓ વાહનોમાં છુપાયેલા જોવા મળે છે, તો ક્યારેક શૂઝની અંદર (Snake Inside Shoe). હવે જરા જુઓ આ વીડિયો જે સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video)થઈ રહ્યો છે. જો કોઈ જોયા વગર જૂતા પહેર્યા હોત તો કલ્પના કરો શું થાય, વાયરલ ક્લિપમાં, જેમ જ સાપ પકડનાર બુટની અંદર સળિયો નાખે છે, અંદર બેઠેલો કોબ્રા તરત જ તેની ફેણ ફેલાવીને બહાર આવે છે. આ વીડિયો ખરેખર રૂંવાડા ઉભા કરી દે તેવો છે. આ ઘટના કોઈપણ સાથે બની શકે છે. આથી, સાવચેત રહેવાની જરૂર છે.
વરસાદની મોસમમાં લોકોએ વધુ સતર્ક રહેવું જોઈએ, કારણ કે આ દિવસોમાં જીવજંતુઓ અને કરોળિયા ઉપરાંત સાપ અને વીંછી પણ જોવા મળે છે. વાસ્તવમાં, દર પાણીથી ભરાઈ ગયા પછી, તેમના માટે છુપાવવા માટે ઘર કરતાં વધુ સારી જગ્યા બીજી કોઈ નથી હોતી. આ જ કારણ છે કે લોકો કહે છે કે વરસાદના દિવસોમાં શૂઝ અને કપડાં પહેરતા પહેલા તેને સારી રીતે ચેક કરી લેવા જોઈએ. અને જો તમે જોયા વગર જૂતા પહેરી લો તો શું થઈ શકે છે જે તમે વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકો છો.
વાયરલ ક્લિપમાં તમે જોઈ શકો છો કે શૂ રેક પર જૂતાની ઘણી જોડી રાખવામાં આવી છે. આમાંના એકમાં કોબ્રા છુપાયેલો છે. તેનાથી ગભરાઈને પરિવારના સભ્યોએ તરત જ સાપ પકડનારને ફોન કર્યો હતો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે સાપ પકડવામાં એક મહિલા નિષ્ણાત જૂતાની અંદર લોખંડનો સળીયો નાખતા કોબ્રા ફેણ ફેલાવીને ઉભો થઈ જાય છે. જો જોયા વગર બુટ પહેર્યા હોત તો સર્પદંશથી મોત પણ થઈ શકે છે.
આ વીડિયો IFS ઓફિસર સુશાંત નંદાએ ટ્વિટર પર શેર કર્યો છે. આ સાથે તેણે લખ્યું છે કે, ‘વરસાદમાં સાપ ગમે ત્યાં છુપાયેલા જોવા મળે છે, તેથી સાવચેત રહો. સાપ પકડવા માટે ટ્રેન્ડ લોકોની મદદ લો.’ એક દિવસ પહેલા અપલોડ કરવામાં આવેલો આ વીડિયો અત્યાર સુધીમાં 1 લાખ 50 હજાર વખત જોવામાં આવ્યો છે. આ વીડિયો પોસ્ટને લગભગ 5 હજાર લાઈક્સ અને 1200 થી વધુ રીટ્વીટ મળ્યા છે. આ સંખ્યા સતત વધી રહી છે. ત્યારે ઘણા લોકોએ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયાઓ નોંધાવી છે.
You will find them at oddest possible places in https://t.co/2dzONDgCTj careful. Take help of trained personnel. WA fwd. pic.twitter.com/AnV9tCZoKS
— Susanta Nanda IFS (@susantananda3) July 11, 2022
એક યુઝરે ટોયલેટનો ફોટો શેર કર્યો અને લખ્યું, મારો મિત્ર નસીબદાર હતો. ફ્લશ કર્યા પછી, એક મોટો સાપ બહાર આવ્યો. ત્યારે અન્ય એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું કે, મારી કારના એક્ઝોસ્ટમાંથી બ્લેક મામ્બા બહાર આવ્યો. તેના સિસકારા ના અવાજ થી હું ગભરાઈ ગયો. અન્ય એક યુઝરે સૂચન કરતાં લખ્યું છે કે, જૂતાનું કવર 20 થી 25 રૂપિયામાં આવે છે, પરંતુ લોકોને પોતાની પરવા ક્યાં છે. એકંદરે આ વીડિયોએ લોકોને ચોંકાવી દીધા છે.