AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વડોદરાના ફતેગંજમાં ચાલુ થાર પર જોખમી સ્ટંટ, વીડિયો વાયરલ થતાં કાર્યવાહીની માગ, જુઓ Video

Breaking News : વડોદરાના ફતેગંજમાં ચાલુ થાર પર જોખમી સ્ટંટ, વીડિયો વાયરલ થતાં કાર્યવાહીની માગ, જુઓ Video

| Updated on: Nov 25, 2026 | 6:14 PM
Share

વડોદરાના ફતેગંજ મેઈન રોડ પર ચાલુ થાર ગાડી પર જોખમી સ્ટંટ કરતો યુવકનો વીડિયો વાયરલ થયો છે. રીલ બનાવવાના ચક્કરમાં કરવામાં આવેલી આ હરકતથી સ્ટંટ કરનાર તેમજ અન્ય વાહનચાલકોના જીવ પણ જોખમમાં મુકાયા છે.

વડોદરાના ફતેગંજ વિસ્તારમાં એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક યુવક ચાલુ થાર ગાડી પર અત્યંત જોખમી સ્ટંટ કરતો જોવા મળે છે. ફતેગંજ મેઈન રોડ પર બનેલી આ ઘટનાએ જાહેર સલામતી અંગે ગંભીર ચિંતાઓ ઊભી કરી છે. રીલ્સ બનાવવાના ચક્કરમાં યુવકે પોતાની સાથે રસ્તા પરના અન્ય વાહનચાલકો અને રાહદારીઓના જીવ પણ જોખમમાં મૂક્યા હતા.

વાયરલ થયેલા આ વીડિયોમાં યુવક ચાલુ ગાડીમાંથી બહાર નીકળીને જોખમી કરતબ કરતો સ્પષ્ટપણે દેખાય છે, જે ટ્રાફિક નિયમોનો સરેઆમ ભંગ છે. આવા સ્ટંટ માત્ર સ્ટંટ કરનાર વ્યક્તિ માટે જ નહીં, પરંતુ રસ્તા પર અવરજવર કરતા લોકો માટે પણ મોટો ખતરો બની શકે છે. આ વીડિયો સામે આવ્યા બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને યુવક સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવાની માગ ઉગ્ર બની છે. જાહેર રસ્તા પર આવી બેદરકાર હરકતો ટ્રાફિક સુરક્ષા અને લોકોના જીવ માટે ગંભીર ખતરો ઊભો કરે છે. જોકે, TV9 ગુજરાતી આ સમગ્ર વાયરલ વીડિયોની સ્વતંત્ર રીતે પુષ્ટિ કરતું નથી.

ગુજરાતના પ્રતિનિધિ મંડળે CM યોગી આદિત્યનાથને આપ્યું સમિટમાં જોડાવાનું આમંત્રણ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">