Shravan-2012 : જાણો છો મહાદેવના હાથમાં રહેલા ડમરું અને ત્રિશૂળનું રહસ્ય ? જાણો શિવજીના પ્રતિકોનો ગૂઢાર્થ

સંસારનું સૌથી શક્તિશાળી શસ્ત્ર છે ત્રિશૂળ ! શિવજીના પ્રતિકની સાથે સકારાત્મક ઉર્જાની પણ પ્રાપ્તિ કરાવે છે ડમરૂ. શું તમે જાણો છો કેમ શિવજીના ગળામાં એક આભૂષણની જેમ શોભાયમાન હોય છે નાગ ?

Shravan-2012 :  જાણો છો મહાદેવના હાથમાં રહેલા ડમરું અને ત્રિશૂળનું રહસ્ય ? જાણો શિવજીના પ્રતિકોનો ગૂઢાર્થ
શિવજીના વિવિધ પ્રતિકો સાથે જોડાયા છે રહસ્ય !
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Aug 24, 2021 | 9:41 AM

દેવાધિદેવ મહાદેવનું (MAHADEV) જ્યારે પણ સ્મરણ કરીએ આપણાં ચહેરા સમક્ષ એ જટાળા જોગીનું ચિત્ર ઉપસી આવે. એવું ચિત્ર કે જેમાં ભોળાનાથના એક હાથમાં ડમરું શોભતું હોય અને અન્ય પર તેમનું ત્રિશૂળ હોય. એવું ચિત્ર કે જેમાં ભાલ પર ચંદ્રદેવ શોભાયમાન હોય, ગળા પર સ્વયં નાગ દેવતા અને જટામાં દેવી ગંગાને ધારણ કરેલાં હોય. દેવાધિદેવનું આ સ્વરૂપ જ દર્શન માત્રથી ભક્તોની કામનાને સિદ્ધ કરનાર મનાય છે. પણ તમે જાણો છો કે દેવાધિદેવના આ તમામ પ્રતિકો પાછળનું કારણ શું છે ? ભગવાન શિવ કેમ ધારણ કરે છે ડમરું અને ત્રિશૂળ ? કેમ ગળામાં શોભે છે નાગ ? કેમ સોમેશ્વર સ્વયં સોમ એટલે ચંદ્રને કરે છે ધારણ ? આવો આજે આપને આપીએ આ તમામ સવાલો નો જવાબ. ત્રિશૂળઃ ત્રિશૂળ એ ત્રણ ગુણ સત્વ, તમસ અને રજસનું પ્રતિનિધિત્વ કરે છે. એવું કહે છે કે દેવાધિદેવને ત્રિશૂળ અત્યંત પ્રિય છે. અને મહાદેવના ત્રિશૂળની આગળ સંસારની કોઈ પણ શક્તિ ટકી નથી શકતી. એટલે કે સંસાસરનું સૌથી શક્તિશાળી શસ્ત્ર છે ત્રિશૂળ.

ડમરુંઃ ડમરૂ એટલે એક એવું વાદ્ય કે જે મનાય છે સંસારમાં સંગીતની ઉત્પતિનું કેન્દ્ર ! આમ તો સંગીત અને વિદ્યાની દેવી માતા સરસ્વતીને માનવામાં આવે છે. એવી માન્યતા છે કે સંસારની રચના સમયે જ્યારે દેવી સરસ્વતી અવતરિત થયા ત્યારે તેમની વાણીથી જે ધ્વનિ ઉત્પન્ન થઈ તે સૂર અને સંગીત રહિત હતી. એ સમયે શિવજીએ 14 વખત ડમરું વગાડ્યું અને તાંડવ નૃત્ય કર્યું. ત્યારથી જ ડમરુંને સંગીતના જનક માનવામાં આવે છે. અલબત, એવું કહેવાય છે કે ડમરું શિવજીના પ્રતિકની સાથે સકારાત્મક ઉર્જા ધરાવતું હોવાથી તેને ઘરમાં રાખવાથી પણ પરિવારના તમામ લોકોના જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

વાસુકી નાગઃ શિવજીના ગળામાં બિરાજમાન નાગ એ નાગલોકના રાજા, વાસુકી નાગ છે. એવું કહેવાય છે કે વાસુકી એ શિવજીના પરમ ભક્ત હતા. તેમની ભક્તિથી પ્રસન્ન થઈ શિવજીએ વાસુકી નાગનો આભૂષણના રૂપમાં સ્વીકાર કર્યો.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

ચંદ્રઃ એક કથા અનુસાર રાજા દક્ષના શ્રાપથી મુક્તિ અર્થે ચંદ્રદેવે મહાદેવની કઠોર તપસ્યા કરી. ભોળાનાથે ચંદ્રદેવની ભક્તિથી પ્રસન્ન થઈ તેમના પર લાગેલા શ્રાપને તો હળવો કર્યો જ પણ સાથે જ તેમને પોતાના મસ્તક પર સ્થાન પણ આપ્યું. આ જ કથાની સાક્ષી પૂરતું જ્યોતિર્લીંગ એટલે ગુજરાતના ગીરસોમનાથ જીલ્લામાં આવેલું સોમનાથ મહાદેવનું મંદિર. સ્વયં સોમ એટલે કે ચંદ્ર દ્વારા સ્થાપિત હોય આ મહાદેવ સોમનાથ મહાદેવના નામથી ખ્યાત થયા છે.

આ પણ વાંચો : સાત જન્મના પાપને નષ્ટ કરશે આ શિવલિંગ ! જાણો ભીમાશંકર જ્યોતિર્લિંગનો મહિમા

આ પણ વાંચો : શિવજીને અર્પણ થતી સામગ્રીનું આપ કેવી રીતે કરો છો વિસર્જન ? ભૂલ ભરેલી રીત આપને પડી શકે છે ભારે !

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">