Viral Video: નેપાળ વિમાન દુર્ઘટનામાં UPના 5 મિત્રોના મોત, અકસ્માત પહેલા FB LIVE કર્યું હતું

દુનિયાભરમાં આ ઘટનાને લઈને શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઘટનાને લઈને ટ્વિટ કરી દુખ વ્યક્ત કર્યું હતું. તમને જાણીને નવાઈ લાગશે કે આ દુર્ઘટનામાં ઉત્તર પ્રદેશના ગાઝીપુરના 4 અને વારાણસીના 1 વ્યક્તિનું પણ મોત થયું હતું.

Viral Video: નેપાળ વિમાન દુર્ઘટનામાં UPના 5 મિત્રોના મોત, અકસ્માત પહેલા FB LIVE કર્યું હતું
Shocking Viral Video Image Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 15, 2023 | 9:45 PM

નેપાળમાં આજે સવારે ભયાનક વિમાન દુર્ઘટના થઈ હતી. આ 72 સીટર વિમાનમાં કુલ 68 યાત્રી અને 4 ક્રૂ મેમ્બર સવાર હતા. વિમાન ક્રેશ થયા બાદ મોટી આગ લાગી હતી. સ્થાનિક લોકો દુર્ઘટના સ્થળે પહોંચી રાહત કામગીરીમાં જોડાયા હતા પણ દુખની વાત એ હતી કે આ ઘટનામાં એક પણ વ્યક્તિ જીવિંત બચ્યો નથી. શરુઆતમાં 40 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા પણ સાંજ થતા જ આધિકારીક રીતે જણાવવામાં આવ્યું છે કે આ દુર્ઘટનામાં તમામના મોત થયા છે. આ ઘટનાના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે પણ હાલમાં વિમાન દુર્ઘટના પહેલાનો રુંવાટા ઉભા કરી દેતો વીડિયો સામે આવ્યો છે.

દુનિયાભરમાં આ ઘટનાને લઈને શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઘટનાને લઈને ટ્વિટ કરી દુખ વ્યક્ત કર્યું હતું. તમને જાણીને નવાઈ લાગશે કે આ દુર્ઘટનામાં ઉત્તર પ્રદેશના ગાઝીપુરના 4 અને વારાણસીના 1 વ્યક્તિનું પણ મોત થયું હતું. તેઓ આ પ્લેનમાં બેસીને નેપાળ ફરવા જઈ રહ્યાં હતા. આ ઘટનામાં 5 ભારતીયોના મોત થયા છે, જેમાંથી અનિલ રાજભર(27), વિશાલ શર્મા (22), અભિષેક કુશવાહા(25), સંજય જયસ્વાલ (35) અને સોનૂ જયસ્વાલ (35) ના નામ સામે આવ્યા છે.

Jyotish Shastra : કઈ કીડીનું ઘરમાં આવવું શુભ છે, લાલ કે કાળી?
નવસારીમાં ઇજાગ્રસ્ત શિયાળનું કરાયું રેસ્ક્યૂ, હાલત હતી ગંભીર, જુઓ Video
IPL Auction : ઋષભ પંત પર 27 કરોડ રૂપિયા ખર્ચનાર સંજીવ ગોયંકા કેટલા અમીર છે?
Beauty with Brain : IPL ઓક્શનમાં કરોડો ખર્ચનાર કાવ્યા મારને 24 કલાકમાં કરી 971 કરોડની કમાણી
વિશ્વના સૌથી ચમત્કારિક મંત્ર વિશે જાણી ચોંકી જશો, દેવરહા બાબાએ જણાવ્યો, જુઓ Video
IPL ઓક્શનમાં બિઝનેસ વુમન નીતા અંબાણીએ ખેંચ્યું લોકોનું ધ્યાન, જુઓ Video

ભારતના 5 યુવકો પૈકી 4 યુવકો ગાઝીપુરના અલાવપુર સિપાહ અને ઘરવા ગામના હતા. આ યુવકો પૈકી એક યુવકે ઘટના સમય પહેલા એફબી લાઈવ કર્યું હતું. જે તેના માટે મોતનું એફબી લાઈવ બની ગયું હતુ. આ લાઈવનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને લોકોના રુંવાટા ઉભા થઈ ગયા છે.

નેપાળના પ્લેનમાં મોતનું FB Live

સિવિલ એવિએશન ઓથોરિટી ઓફ નેપાળ (CAAN) એ જણાવ્યું કે યેતી એરલાઈન્સના 9N-ANC ATR-72 વિમાને કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી સવારે 10.33 વાગ્યે ઉડાન ભરી હતી. હિમાલયના આ દેશમાં પોખરા એક પ્રખ્યાત પર્યટન સ્થળ છે. પોખરા એરપોર્ટ પર ઉતરતી વખતે જૂના એરપોર્ટ અને નવા એરપોર્ટ વચ્ચે સેતી નદીના કિનારે પ્લેન ક્રેશ થયું હતું.

ઘટના સમયના આ વીડિયો પણ થયા વાયરલ

વિમાન દુર્ઘટના બાદ નેપાળના વડાપ્રધાને તરત જ કેબિનેટની ઈમરજન્સી બેઠક બોલાવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વડાપ્રધાન ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દુર્ઘટના વિશે પૂછપરછ કરવા માટે રવાના થયા હતા. કાઠમંડુથી પોખરા જતી ફ્લાઈટમાં 68 મુસાફરો અને 4 ક્રૂ મેમ્બર સવાર હતા. જેમાં 10 વિદેશી નાગરિકો પણ સામેલ હતા.

g clip-path="url(#clip0_868_265)">