શિલ્પા શેટ્ટીએ ‘સાડ્ડા કુત્તા’ ગીત પર કર્યો ડાન્સ, શહનાઝ ગીલે કહ્યું- ”હવે હું પણ…”

જાણીતી અભિનેત્રી શિલ્પા શેટ્ટી એ હંમેશા સમાચારોમાં કોઈને કોઈ કારણોસર ચમકતી જોવા મળે છે. તાજેતરમાં તેણીનો પંજાબની ફેમસ અભિનેત્રી શહનાઝ ગિલ સાથેનો એક ડાન્સ વિડીયો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે.

શિલ્પા શેટ્ટીએ 'સાડ્ડા કુત્તા' ગીત પર કર્યો ડાન્સ, શહનાઝ ગીલે કહ્યું- ''હવે હું પણ...''
Shilpa Shetty & Shehnaaz Gill Viral Video Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2022 | 9:40 PM

બોલીવુડની જાણીતી અભિનેત્રી શિલ્પા શેટ્ટીના (Shilpa Shetty) ટોક શો ‘શેપ ઓફ યુ’નો (Shape Of You) તાજેતરમાં એક પ્રોમો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં શિલ્પા શહનાઝ ગિલ (Shehnaaz Gill) સાથે ચેટ કરતી જોવા મળી રહી છે. આ પ્રોમો વીડિયો જોયા પછી તમે એક વાત એક વાત ચોક્કસ રીતે કહી શકશો કે આ સ્પેશિયલ એપિસોડના શૂટિંગ દરમિયાન શહનાઝ ગિલ અને શિલ્પા શેટ્ટીએ ખૂબ જ મસ્તી-મજાક કરી છે. અત્યારે સોશિયલ મીડિયા પર આ વિડીયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

શિલ્પા ‘સાડ્ડા કુત્તા’ ગીત પર ડાન્સ કરી રહી છે

શિલ્પા શેટ્ટી અને શહનાઝ ગિલ, આ બંને અભિનેત્રીઓએ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ પ્રોમો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોની શરૂઆતમાં શહનાઝ ગિલ બેગનો ઢોલક બનાવીને તેને વગાડતી જોવા મળે છે અને શિલ્પા શેટ્ટી સાડ્ડા કુત્તા ગીત પર ડાન્સ કરતી જોવા મળે છે. આ વીડિયોમાં શહનાઝ ગિલ તેની વજન ઘટાડવાની જર્ની વિશે વાત કરતી જોવા મળે છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

 શિલ્પા અને શહનાઝ કરી રહ્યા છે ફૂલ મસ્તી 

આ સમગ્ર વાતચીત દરમિયાન શહનાઝ ગિલ બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીથી એટલી પ્રભાવિત થઈ ગઈ કે તેણે વાતચીત દરમિયાન કહ્યું કે, ”હવે મારે પણ શિલ્પા શેટ્ટી બનવું છે.” આ વીડિયોને શેર કરતા શિલ્પા શેટ્ટીએ તેના ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે, ‘’તે બોરિંગ દિવસ નહોતો અને ત્યાં કોઈ બોરિંગ લોકો નહોતા. #PintolaShapeOfYou ​​નો ત્રીજો એપિસોડ રિલીઝ થઈ ગયો છે.”

શહેનાઝની જીવનયાત્રા રહી છે ખુબ જ અઘરી 

Sidharth Shukla & Shehnaaz Gill File Photo

Sidharth Shukla & Shehnaaz Gill File Photo

આપણે સૌ જાણીએ છીએ તેમ, ‘બિગ બોસ સિઝન 13’નો ભાગ રહી ચુકેલી પંજાબની ફેમસ અભિનેત્રી શહનાઝ ગિલે છેલ્લા કેટલાક દિવસોમાં તેના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. અભિનેતા સલમાન ખાનની સલાહ બાદ શહનાઝ ગિલે ઘણું વજન ઘટાડ્યું હતું.  તેણીએ પંજાબી ફિલ્મો છોડ્યા બાદ ઘણી બધી ભાષાઓમાં પ્રોજેક્ટ પર કાર્ય કરી રહી હતી.

અમે તમને જણાવી દઈએ કે, જ્યારે શહનાઝ ગિલની કારકિર્દીનો ગ્રાફ ઉપર જઈ રહ્યો હતો, ત્યારે તેણીના લોન્ગ-ટર્મ બોયફ્રેન્ડ અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. આ આઘાતથી ભાંગી પડેલી શહનાઝ ઘણા લાંબા સમય પછી સ્ક્રીન પર પરત ફરી છે.

આ પણ વાંચો – ફરહાન અખ્તરે પત્ની શિબાની દાંડેકર સાથેની તેની પહેલી ડેટને યાદ કરતા કહ્યું કે, ”હું બિલકુલ…”

g clip-path="url(#clip0_868_265)">