ફરહાન અખ્તરે પત્ની શિબાની દાંડેકર સાથેની તેની પહેલી ડેટને યાદ કરતા કહ્યું કે, ”હું બિલકુલ…”

ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરના લગ્નને એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે અને આ સ્ટાર કપલ તેમના જીવનના આ નવા તબક્કાનો સંપૂર્ણ આનંદ માણી રહ્યાં છે. આ બંનેએ થોડા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા પછી ગત તા. 19/02/2022ના રોજ મુંબઈમાં લગ્ન કર્યા હતા.

ફરહાન અખ્તરે પત્ની શિબાની દાંડેકર સાથેની તેની પહેલી ડેટને યાદ કરતા કહ્યું કે, ''હું બિલકુલ...''
Shibani Dandekar & Farhan Akhtar File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2022 | 8:47 PM

ફરહાન અખ્તર (Farhan Akhtar) અને શિબાની દાંડેકર (Shibani Dandekar) એ બોલિવુડના (Bollywood) ન્યુલી વેડ્સ કપલમાંના એક ગણાય છે. આ સ્ટાર કપલ તેમના સોશિયલ મીડિયા પર તેમના ફેન્સ સાથે તેમની ક્યૂટ તસવીરો શેર કરતા રહે છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, ફરહાન અખ્તરે પત્ની શિબાની દાંડેકર સાથેની તેની વિયર્ડ પહેલી ડેટ (First Date) વિશે કબૂલાત કરી હતી અને અભિનેતા- ફિલ્મ નિર્માતાએ જણાવ્યું હતું કે, માત્ર શિબાની જ વાતો કરતી હતી. ફરહાન અને શિબાનીની અંગત જિંદગી વિષે લોકો હંમેશા જાણવા માટે ઉત્સુક હોય છે.

અમે તમને જણાવી દઈએ કે, ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરે એક ભવ્ય પ્રાઇવેટ સેરેમનીમાં ગયા મહિને લગ્ન કર્યા હતા. આ સ્ટાર કપલ થોડા વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. ત્યારે તેમની ફર્સ્ટ ડેટ, ફર્સ્ટ મુલાકાત કેવી હતી, તેના વિષે ફેન્સ ખાસ જાણતા નથી. અમે તમને જણાવી દઈએ કે, તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, અભિનેતા-ફિલ્મ નિર્માતાએ તેની પત્ની શિબાની સાથે પ્રથમ ડેટ વિશે અમુક અજાણી વાતો શેર કરી હતી.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ફરહાને આ મુલાકાતમાં જણાવ્યું હતું કે, તેના માટે એક પરફેક્ટ ડેટ એ છે કે જ્યાં અન્ય વ્યક્તિ બધી વાત કરે છે. તેણે ઉમેર્યું કે શિબાની સાથેની તેની ફર્સ્ટ ડેટ ખૂબ જ વિયર્ડ હતી. શિબાનીએ તેને કહ્યું હતું કે, તે પ્લેટ પર કટલરી મુકવાનો અવાજ કેવી રીતે સાંભળી શકે છે. અમારી ફર્સ્ટ ડેસ્ટ ખૂબ જ શાંત હતી. હું બિલકુલ વાત કરી રહ્યો ન હતો અને તેણીના મગજમાં વાતચીત કરવાના બધા વિષયો સમાપ્ત થઈ ગયા હતા. મેં ત્યારે શિબાનીને કશું જ કહ્યું ન હતું.

થોડા દિવસો પહેલા, જ્યારે આ સ્ટાર કપલે તેમના લગ્નનો એક મહિનો પૂર્ણ કર્યો હતો, ત્યારે ફરહાને તેમના લગ્નના દિવસની એક સુંદર તસવીર તેના સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ તસ્વીર ખુબ જ ક્યૂટ હતી, જેમાં તમે આ સ્ટાર કપલનું આકર્ષક હાસ્ય નિહાળી શકો છો.

આ તસવીર શેર કરતા ફરહાને ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે, “તું બસ આમ જ હસતી રહે, અને હું તને જોયા જ રાખું…. @shibanidandekar.” અભિનેતા-ફિલ્મ નિર્માતાએ આ ફોટો પોસ્ટ કર્યા પછી, પત્ની શિબાનીએ પણ તેની પર ઝડપી પ્રતિક્રિયા આપી હતી. તેણીએ લખ્યું કે, “તને હું પ્રેમ કરું છું.. મારા જીવનને પ્રેમ અને હાસ્યથી ભરવા બદલ આભાર”

અભિનેતા-ફિલ્મ નિર્માતાએ તાજેતરમાં શિબાની સાથેના લગ્ન પછીના જીવન વિશે પણ વાત કરી હતી. તેણે આગળ કહ્યું કે, “મને ખબર નથી કે આ સંબંધ હવે કંઈ અલગ લાગે છે કે નહીં. શિબાની અને હું ઘણા વર્ષોથી સાથે રહીએ છીએ. તેથી, અમુક સ્તર પર, આ લગ્ન હવે અમારા સંબંધો પર એક સત્તાવાર ટેગ મૂકે છે. પરંતુ તે સિવાય અમારો સંબંધ અદ્ભુત છે. અમે ડેટિંગ કરવાનું શરૂ કર્યું ત્યારથી અમે અમારા સંબંધોને બીજા સ્તર પર લઈ ગયા છીએ. આ લગ્ન સંબંધ હંમેશાની જેમ જ સરસ લાગે છે.”

આ પણ વાંચો – કેટરીના કૈફ અને વિકી કૌશલે ફરહાન અખ્તરની પાર્ટીમાં લગાવી આગ – જુઓ વાયરલ વિડીયો

g clip-path="url(#clip0_868_265)">