Video: કાર્ટૂન જોયા બાદ સુપરહીરો બનવા નીકળ્યુ બાળક, TVનો કર્યો એવો હાલ કે માતા-પિતા થઈ ગયા પરેશાન

આજકાલ મોટાભાગના માતા-પિતા પોતાના બાળકોને શાંત કરાવવા વ્યસ્ત રાખવા માટે સ્માર્ટફોન અથવા ટીવીનો ઉપયોગ કરે છે. પરંતુ ઘણી વખત બાળકો આવા પરાક્રમ કરે છે કે માતાપિતા માથું પકડી લે છે. 

Video: કાર્ટૂન જોયા બાદ સુપરહીરો બનવા નીકળ્યુ બાળક, TVનો કર્યો એવો હાલ કે માતા-પિતા થઈ ગયા પરેશાન
Boy breaks TV
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 25, 2021 | 10:54 PM

કેટલીકવાર બાળકોની ભૂલો મોટાઓને ભારે પડી જાય છે. ખાસ કરીને જ્યારે બાળકો નાના હોય છે, ત્યારે તેમના પર નજર ન રાખવામાં આવે તો ભારે ખર્ચો પણ ઉઠાવવો પડી શકે છે. આવું જ કંઈક ચીની માતાપિતા સાથે થયું જ્યારે તેમના બાળકે ટીવી જોતી વખતે સુપરહીરો બનવાનું વિચાર્યું. આ બાળક કાર્ટૂન જોતી વખતે અચાનક સુપરહીરોનું અનુકરણ કરવાનું શરૂ કરે છે, તેના માતા-પિતા જ નહીં પણ ટીવીએ પણ તેની આ તોફાનની કિંમત ચૂકવવી પડી.

બાળકો ઘણું સુખ લાવે છે, પરંતુ તેમની સાથે ટેન્શન પણ આવે છે. આજકાલ મોટાભાગના માતા -પિતા પોતાના બાળકોને શાંત રાખવા માટે સ્માર્ટફોન અથવા ટીવીનો ઉપયોગ કરે છે. પરંતુ ઘણી વખત બાળકો આવા પરાક્રમ કરે છે કે માતાપિતા માથું પકડી લે છે.

Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો

ચીનમાં એક પિતા સાથે કંઈક આવું જ થયું. તેના બાળકે ટીવી જોતી વખતે એવું કંઈક કર્યું કે માતા-પિતાની સાથે લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. બાળકની આ ટીખળનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે, જેમાં બાળકને કાર્ટૂન પાત્રનું અનુકરણ કરતા જોઈ શકાય છે.

https://twitter.com/nowthisnews/status/1430022806281072643?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1430022806281072643%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.tv9hindi.com%2Ftrending%2Fviral-video-of-little-boy-acting-as-a-superhero-and-breaking-tv-trending-on-social-media-795475.html

સોશિયલ મીડિયા પર બાળકોના ઘણા સુંદર વીડિયો છે. આવા જ એક વીડિયોમાં બાળક કાર્ટૂન જોતી વખતે અચાનક સુપરહીરોનું અનુકરણ કરવા લાગે છે. દરમિયાન તે રૂમમાં પડેલો સામાન ઉપાડે છે અને તેને ટીવી પર ફેંકવાનું શરૂ કરે છે.

બાળકની આ ટીખળના કારણે ટીવીની સ્ક્રીન તૂટી જાય છે. તેમ છતાં તે અટકતો નથી પહેલા તે ટીવી સ્ક્રીન પર પ્લાસ્ટિકનું રમકડું ફેંકી છે અને પછી ટીવી પર સ્ટૂલ ફેંકી દે છે. ખરેખર, ટીવી પર કાર્ટૂન ચાલી રહ્યું છે, બાળક તે જ પાત્રની નકલ કરવાનું શરૂ કરે છે. આ ચક્કરમાં તે પણ સુપરહીરોની જેમ વર્તવાનું શરુ કરી દે છે.

તે ટીવી જોવામાં એટલો મગ્ન થઈ ગયો કે તેણે ટીવીની જ હાલત ખરાબ કરી નાખી. આ બાળક સુપરહીરો બનવાના ચક્કરમાં ટીવી તોડી નાખે છે. બાળકનું આ તોફાન કેમેરામાં કેદ થઈ ગયુ, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

ટ્વીટર પર આ વીડિયો Now This Newsએ શેર કર્યો છે. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. લોકો તેને એકબીજા સાથે શેર કરી રહ્યા છે પણ તેના પર વિવિધ પ્રકારની ટિપ્પણીઓ અને પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

આ પણ વાંચોઆગ લાગેલી ઇમારતમાં ફસાયેલી હતી 2 બાળકીઓ, 6 લોકોએ ‘હીરો’ બનીને બચાવ્યો જીવ

આ પણ વાંચોFunny Video : આ વાંદરાએ પહેર્યુ માસ્ક ! વિડીયો જોઇને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો

g clip-path="url(#clip0_868_265)">