AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: આને કહેવાય ‘ખરાબ કિસ્મત’ ! 9 સેકન્ડમાં શખ્સ 2 વખત થયો અકસ્માતનો શિકાર

એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video)થઈ રહ્યો છે, જેમાં એક ભયાનક અકસ્માત જોવા મળી રહ્યો છે અને તેમાં પણ એક છોકરાનું નસીબ એટલું ખરાબ છે કે તે માત્ર 9 સેકન્ડમાં બે વાર અકસ્માતનો શિકાર બની જાય છે.

Video: આને કહેવાય 'ખરાબ કિસ્મત' ! 9 સેકન્ડમાં શખ્સ 2 વખત થયો અકસ્માતનો શિકાર
Bike Accident Viral videoImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2022 | 9:21 AM
Share

રસ્તા પર ચાલતી બાઇક પરથી સ્ટંટ બતાવવા એ આજકાલ એક ફેશન બની ગઈ છે. જેને જુઓ તે સ્ટંટ (Stunt Viral Video)કરી રહ્યા છે. આવી સ્થિતિમાં લોકો અકસ્માતનો ભોગ પણ બને છે અને તેના કારણે ક્યારેક અન્ય લોકો પણ અકસ્માતનો ભોગ બને છે. પરંતુ તેઓ કહે છે કે કેટલાક લોકો સુધરવાના નથી, તેઓ ફક્ત તે જ કરે છે જે કરવાની મનાઈ હોય છે. રસ્તા પર હાઇ સ્પીડ બાઇક ચલાવવી અને સ્ટંટ બતાવવાનો પ્રયાસ કરે છે. ઘણી વખત તેઓ સ્ટંટ બતાવવામાં સફળ થાય છે, પરંતુ ક્યારેક તેઓ નિષ્ફળ જાય છે અને આવી સ્થિતિમાં તેઓ પોતાનું જ નુકસાન કરે છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video)થઈ રહ્યો છે, જેમાં એક ભયાનક અકસ્માત જોવા મળી રહ્યો છે અને તેમાં પણ એક છોકરાનું નસીબ એટલું ખરાબ છે કે તે માત્ર 9 સેકન્ડમાં બે વાર અકસ્માતનો શિકાર બની જાય છે.

વાસ્તવમાં, એકવાર અકસ્માતનો ભોગ બનેલો છોકરો ઝડપથી રસ્તાની બાજુથી દૂર જવાનો પ્રયાસ કરે છે, પરંતુ તે પછી બીજી બાઇક આવીને તેને ટક્કર મારે છે અને તે બિચારો ફરીથી અકસ્માતનો શિકાર બને છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ત્રણ છોકરાઓ બાઇક પર જઈ રહ્યા છે, ત્યારે જ તેમનું સંતુલન બગડ્યું અને તેઓ ત્યાં જ રસ્તા પર પડી ગયા. આ પછી, ત્રણેય ઝડપથી ઉભા થઈ જાય છે અને રસ્તા પરથી દોડવા લાગે છે, જેથી કરીને અન્ય કોઈ વાહન તેમને કચડી ન દે, પરંતુ બચવા માટે, એક છોકરાને બાઇકચાલકે ટક્કર મારી અને તે ફરીથી અકસ્માતનો ભોગ બને છે, તેમજ તે અન્ય બાઇક સવારો પણ તેના ચક્કરમાં અકસ્માતનો ભોગ બને છે.

આ ચોંકાવનારો, પરંતુ ફની વીડિયોને @mrwhite321 નામથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. માત્ર 9 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 26 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે સેંકડો લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે અને વિવિધ પ્રતિક્રિયાઓ પણ આપી છે. એક યૂઝરે મજાકિયા અંદાજમાં લખ્યું છે કે ‘આકાશમાંથી પડ્યો અને ખજૂરમાં અટક્યો’, તો કેટલાક યુઝર્સ તેના ‘તૂટેલા નસીબ’ને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">