Viral Video : Ricky Pondએ ‘છોગાડા તારા’ પર કર્યો ગજબનો ડાન્સ, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
સોશિયલ મીડિયામાં લોકો આ વીડિયો પર પોતાની વિવિધ પ્રતિક્રિયાઓ નોંધાવી રહ્યા છે. લોકો રિકીના આ વીડિયોને પણ ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયો હવે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ શેયર કરવામાં આવી રહ્યો છે.

ભારતમાં નવરાત્રીનો તહેવાર શરૂ થઇ ચૂક્યો છે. કોરોનાના કારણે પ્રતિબંધો બાદ લોકો 2 વર્ષ પછી ગરબા રમશે તેવામાં લોકો ખૂબ ઉત્સાહિત છે. ગરબાનો ક્રેઝ ફક્ત ભારતીયોને જ નહીં પરંતુ વિદેશી લોકોને પણ છે. વિદેશમાં રહેતા ભારતીય લોકોની સાથે સાથે કેટલાક ફિરંગીઓ પણ ગરબાની તાલે નાચતા જોવા મળે છે. હાલમાં એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જેને જોઇને તમને પણ મજા આવી જશે અને તમે પણ તમારા પગ થિરકાવવા લાગશો.
અમેરીકાના ડાન્સિંગ ડેડ Ricky Pond ને તો તમે સૌ ઓળખતા જ હશો. તેઓ સોશિયલ મીડિયા પર ખૂબ લોકપ્રિય છે. તે ઘણા બોલીવૂડ સોન્ગ પર ડાન્સ વીડિયો બનાવીને અપલોડ કરી ચૂક્યા છે. તેમની લોકપ્રિયતા એટલી બધી છે કે વીડિયો અપલોડ કરતા જ તેના પર લાખો વ્યૂઝ આવી જાય છે. હાલમાં રિકી લવયાત્રી ફિલ્મના સોન્ગ છોગાડા તારા પર બાળકો સાથે ગરબાના તાલે ઝૂમતા જોવા મળ્યા છે.
View this post on Instagram
રિકી પોન્ડ અને તેમની સાથેના બાળકોએ આ નવા વીડિયોમાં દરેક સ્ટેપ્સનું સંપૂર્ણ રીતે સંકલન કર્યું છે. પોન્ડ અને બાળકો પરંપરાગત ભારતીય પોશાક પહેરીને ગરબા રમી રહ્યા છે. આ વીડિયો 8 ઓક્ટોબરના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો અને અત્યાર સુધીમાં 22 હજારથી વધુ વ્યૂઝ છે.
સોશિયલ મીડિયામાં લોકો આ વીડિયો પર પોતાની વિવિધ પ્રતિક્રિયાઓ નોંધાવી રહ્યા છે. લોકો રિકીના આ વીડિયોને પણ ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયો હવે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ શેયર કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયામાં આ પ્રકારના વીડિયો વાયરલ થતા સમય નથી લાગતો. આ પહેલો વીડિયો નથી કે જેને લોકોએ આટલો પસંદ કર્યો હોય. રિકી જ્યારે પણ કોઇ વીડિયો પોસ્ટ કરે છે તે તરત જ વાયરલ થઇ જાય છે.
આ પણ વાંચો –
Supreme Court: સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, પ્રાથમિક તપાસ માટે ન્યાયિક દિશા નિર્દેશની જરૂર નથી, સીબીઆઈ સીધી કેસ દાખલ કરી શકશે
આ પણ વાંચો –
OMG! આ વ્યક્તિએ લઘુશંકા કરતી વખતે ભૂલથી ખિસ્સામાં રાખેલી બંદૂકનું ટ્રીગર દબાવી દીધુ, જાણો પછી શું થયુ
આ પણ વાંચો –