Viral Video: આ દિવસોમાં છત્તીસગઢના સહદેવ દિરદો (Sahdev Dirdo) સોશિયલ મીડિયાની દુનિયામાં ખુબ ચર્ચામાં છે. સહદેવના ગીત ‘બચપન કા પ્યાર’નો વીડિયો વાયરલ થયા બાદ ચારે બાજુ તેની ચર્ચા થઈ રહી છે.
તાજેતરમાં સહદેવે બોલિવૂડના મશહુર રેપર બાદશાહ (Badshah)સાથે “અપના બચપન કા પ્યાર ગીત” (Apna Bachpan Ka Pyaar) રેકોર્ડ કર્યું છે. ત્યારે મશહુર કલાકારો પણ ‘બચપન કા પ્યાર’ના લેટેસ્ટ વર્ઝન (Latest Version) પર તેમના વીડિયો બનાવી રહ્યા છે. આ દરમિયાન રાનુ મંડલનો એક વીડિયો પણ ચર્ચામાં આવ્યો છે. જેમાં તે સહદેવનું “બચપન કા પ્યાર” ગીત ગાતા જોવા મળી રહી છે.
રાનુ મંડલે ‘બચપનકા પ્યાર’ ગાઇને ખેંચ્યુ લોકોનું ધ્યાન
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં રાનુ મંડલ “બચપન કા પ્યાર” ગીત ગાતી જોવા મળી રહી છે. રાનુ મંડલનો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ (Instagram) પર ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે. અત્યાર સુધીમાંને લાખો લોકોએ આ વીડિયોને નિહાળ્યો છે. વીડિયોમાં (Video)એક વ્યક્તિ માઇક પકડી રહ્યો છે અને સાથે રાનુ મંડલ “બચપન કા પ્યાર” ગીત ગાતા જોવા મળી રહી છે. આપને જણાવી દઈએ કે, વર્ષ 2019 માં ઇન્ટરનેટ (Internet)પર રાનુ મંડલે ખુબ લોકપ્રિયતા મેળવી હતી.
જુઓ વીડિયો
View this post on Instagram
તાજેતરમાં સેકર્ડ અડ્ડા નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Instagram Account) પરથી રાનુ મંડલનો આ વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે. વીડિયોમાં એક વ્યક્તિ રાનુ મંડલના ‘બચપન કા પ્યાર’ ગીતને રેકોર્ડ (Record) કરતો જોવા મળે છે. હાલ,રાનુ મંડલનો આ વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો: Funny : રસ્તા વચ્ચે જોરદાર ઝઘડી બે મહિલાઓ, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ