AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rakshabandhan: શું તમે દેવતાઓને બાંધો છો રાખડી ? એક રક્ષાસૂત્રથી દેવતા દેશે સુખી જીવનના આશિષ !

માન્યતા એવી છે કે રક્ષાબંધનના તહેવાર પર ભગવાનને રાખડી બાંધવાથી તે પરિવારમાં સુખ-શાંતિના આશિષ પ્રદાન કરે છે. એમાં પણ વિવિધ દેવતાઓને તેમને પ્રિય એવાં રંગની રાખડી બાંધવાથી તે વિવિધ મનોરથોની પૂર્તિ કરે છે.

Rakshabandhan: શું તમે દેવતાઓને બાંધો છો રાખડી ? એક રક્ષાસૂત્રથી દેવતા દેશે સુખી જીવનના આશિષ !
દેવતાઓને તેમના પ્રિય રંગની રાખડી બાંધો !
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 21, 2021 | 10:48 AM
Share

રક્ષાબંધનનો (rakshabandhan) પર્વ હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંથી એક છે. શ્રાવણ સુદ પૂર્ણિમાના દિવસે આ ઉત્સવની ઉજવણી થાય છે. બહેન પોતાના ભાઈના હાથમાં રક્ષાસૂત્ર (rakshasutra) બાંધી તેના કલ્યાણની કામના કરે છે. તો ભાઈ પણ બહેનને સામે રક્ષાનું વચન આપે છે. પણ, શું તમને એ ખબર છે કે આપણે ત્યાં તો દેવતાઓને પણ રાખડી બાંધવાની પરંપરા છે ? આવો, આજે આ જ વિશે વાત કરીએ.

સામાન્ય રીતે લોકો તેમના પરિવારની પરંપરા મુજબ ઘરના મંદિરમાં બિરાજમાન દેવતાને રાખડી બાંધતા જ હોય છે. માન્યતા એવી છે કે રક્ષાબંધનના તહેવાર પર ભગવાનને રાખડી બાંધવાથી તે પરિવારમાં સુખ-શાંતિના આશિષ પ્રદાન કરે છે. એમાં પણ વિવિધ દેવતાઓને તેમને પ્રિય એવાં રંગની રાખડી બાંધવાથી તે વિવિધ મનોરથોની પૂર્તિ કરે છે. તો ચલો, આજે એ જ જાણીએ કે વિવિધ દેવતાને કેવું રક્ષાસૂત્ર બાંધવાથી તે કરાવશે શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ !

પ્રથમ પૂજ્ય શ્રીગણેશ ભગવાન ગણેશને પ્રથમ પૂજનીય કહ્યા છે. જીવનની તમામ સમસ્યાનું ભગવાન ગણેશ શમન કરી લેનારા છે. એટલે જ રક્ષાબંધનના દિવસે સર્વ પ્રથમ ગણેશજીને લાલ રંગની રાખડી બાંધવી જોઈએ. કારણ કે ગજાનનને લાલ રંગ ખૂબ પસંદ છે. માન્યતા એવી છે કે આવું કરવાથી જીવનના તમામ કષ્ટ અને સંકટ દૂર થઇ જાય છે અને ભક્તને રિદ્ધિ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે.

સુખ દેશે શિવજી રક્ષાબંધનનો તહેવાર શ્રાવણી પૂર્ણિમાના દિવસે ઉજવાય છે. સમગ્ર શ્રાવણ માસ તો મહેશ્વરને જ સમર્પિત છે. એટલા માટે આ દિવસે શિવજીને રાખડી બાંધવાથી તે ખૂબ પ્રસન્ન થાય છે. ભગવાન શિવને વાદળી રંગની રાખડી બાંધવી જોઇએ. કહે છે કે તેનાથી પ્રસન્ન થઈ મહાદેવ વ્યક્તિની તમામ મનોકામના પૂર્ણ થવાના આશીર્વાદ આપે છે. પરિવારમાં સુખ સંપન્નતા આવે છે.

શ્રીવિષ્ણુને પ્રિય પીળો રંગ ભગવાન વિષ્ણુને પીળો રંગ વધુ પસંદ છે. એટલે તેમને આ દિવસે હળદરનું તિલક કરીને આછા પીળા રંગની રાખડી બાંધવી જોઈએ. અને પીળા રંગની મીઠાઈનો ભોગ લગાવવો જોઈએ. માન્યતા અનુસાર તેનાથી તમારી તમામ મનશા પૂર્ણ થશે.

રક્ષા કરશે શ્રીકૃષ્ણ ! ભગવાન શ્રીકૃષ્ણને દ્રૌપદીએ રાખડી બાંધી હતી. જેના બદલામાં શ્રીકૃષ્ણએ અખૂટ ચીર પૂરી દ્રૌપદીની લાજ રાખી હતી. એ જ કારણ છે કે ભગવાન શ્રીકૃષ્ણને રાખડી બાંધવાનો વિશેષ મહિમા છે. કહે છે કે તેનાથી પ્રભુ દરેક પરિસ્થિતિમાં ભક્તની વ્હારે રહે છે અને તેની રક્ષા કરે છે. તો આ રક્ષાબંધને પ્રભુને લીલા રંગની રાખડી બાંધવી. કહે છે કે તેનાથી જીવનના તમામ કષ્ટ દૂર થઈ જશે.

હનુમાનજીને લાલ રાખડી ! પવનસુત હનુમાનજીને લાલ રંગ ખૂબ પ્રિય છે. એટલે રક્ષાબંધને તેમને લાલ રંગની રાખડી બાંધવી. માન્યતા અનુસાર તેનાથી મંગળ ગ્રહની પણ શાંતિ થશે અને સાથે બળ, બુદ્ધિ, વિદ્યાની પ્રાપ્તિ થશે.

ઉલ્લેખનિય છે કે આ તમામ માહિતી લૌકિક માન્યતા પર આધારિત છે. પણ, ઘણાં શ્રદ્ધાળુઓ આસ્થા સાથે તેનું પાલન કરી પ્રભુ પાસે કલ્યાણની કામના અભિવ્યક્ત કરતા રહે છે.

આ પણ વાંચોઃ શું તમને ખબર છે રાખડી બાંધતી વખતે બોલવાનો આ મંત્ર ? એક મંત્ર કરશે ભાઈની રક્ષા !

આ પણ વાંચોઃ ભયંકર મુશ્કેલીના સમયમાં કરો કાશીના આ શિવલિંગોના નામનું ઉચ્ચારણ, સર્વ દુઃખને હરી લેશે મહાદેવ !

Follow Us
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
લાંચ માગવાના કેસમા અમિત ડોંગરેને ભોપાલ લઈ જઈને બેંક લોકર્સ તપાસાશે
લાંચ માગવાના કેસમા અમિત ડોંગરેને ભોપાલ લઈ જઈને બેંક લોકર્સ તપાસાશે
વ્યાપાર, ધનલાભ અને પ્રેમ સંબંધોમાં પ્રગતિના યોગ, જુઓ
વ્યાપાર, ધનલાભ અને પ્રેમ સંબંધોમાં પ્રગતિના યોગ, જુઓ
આણંદના તત્કાલીન અધિક કલેકટર કેતકી વ્યાસની ધરપકડ
આણંદના તત્કાલીન અધિક કલેકટર કેતકી વ્યાસની ધરપકડ
કપડવંજ APMCના ચેરમેન નિલેશ પટેલનું અચાનક રાજીનામું
કપડવંજ APMCના ચેરમેન નિલેશ પટેલનું અચાનક રાજીનામું
અમદાવાદના ગીતામંદિર બસ ટર્મિનલનું 16 વર્ષ બાદ લોકાર્પણ
અમદાવાદના ગીતામંદિર બસ ટર્મિનલનું 16 વર્ષ બાદ લોકાર્પણ
આગામી ત્રણ કલાક અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાક અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
149મી રથયાત્રામાં તંત્રની મોટી બેદરકારી: 2 અંધ હાથીઓને કરાયા સામેલ
149મી રથયાત્રામાં તંત્રની મોટી બેદરકારી: 2 અંધ હાથીઓને કરાયા સામેલ
g clip-path="url(#clip0_868_265)">