AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shravan-2021 : ભયંકર મુશ્કેલીના સમયમાં કરો કાશીના આ શિવલિંગોના નામનું ઉચ્ચારણ, સર્વ દુઃખને હરી લેશે મહાદેવ !

આ ચૌદ લિંગ કલ્યાણરૂપ છે. આ સર્વ લિંગોની આરાધના કરવાથી મોક્ષ મળે છે. જે મનુષ્ય આ ચૌદ લિંગોની આરાધના કરે છે તે કદિપણ સંસારમાં પુનઃ આવતો નથી. કાશીનો આ અમૂલ્ય ખજાનો છે !

Shravan-2021 : ભયંકર મુશ્કેલીના સમયમાં કરો કાશીના આ શિવલિંગોના નામનું ઉચ્ચારણ, સર્વ દુઃખને હરી લેશે મહાદેવ !
શિવનગરી કાશીમાં તો અનેક રહસ્યમય અને ફળદાયી શિવલિંગ !
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2021 | 9:53 AM
Share

લેખકઃ પ્રજ્ઞાચક્ષુ ડૉ. કૃણાલ જોષી

સ્કંદપુરાણના કાશીખંડના ઉત્તરાર્ધમાં કાશીમાં (kashi) આવેલા અઠ્ઠાવીસ લિંગોનું વર્ણન કરવામાં આવ્યું છે. શિવ અને પાર્વતીજીના સંવાદ પરથી એ જાણવા મળે છે કે, કયા કયા શિવલિંગો અનાદિસિદ્ધ છે કે જેનું મનુષ્ય જીવનમાં ફક્ત એક જ વાર પૂજન કરવાથી પણ કાશીમાં સ્થિત બધા લીંગો પૂજાય છે.

પાર્વતીજીને ભગવાન શંકર કહે છે કે કાશીમાં સ્થૂળ, સૂક્ષ્મ અને રત્ન નિર્મિત અસંખ્ય શિવલિંગો છે. તેમના નામોના ઉચ્ચારણ માત્રથી બધા પાપો ક્ષીણ થઈ જાય છે અને પુણ્ય પ્રાપ્ત થાય છે. એમાંના કેટલાંક ધાતુના અને પથ્થરના છે, કેટલાય સ્વયંભૂ અને કેટલાય ઋષિઓ અને દેવો દ્વારા સ્થપાયેલા છે. તમે જેનો પરિચય માંગ્યો છે તે બધા કલિયુગમાં ગોપનીય હશે. પણ તેમનો પ્રભાવ તે સ્થાનમાંથી જશે નહીં. જે મનુષ્યો કલિયુગના પાપથી પુષ્ટ થઈને દુષ્ટ અને પાપી હશે તેઓ તો આ સિદ્ધ લિંગોના નામ પણ જાણી નહીં શકે. આ લિંગોમાંથી ચૌદ લિંગોના નામ આ પ્રમાણે છે.

(૧) ૐકારેશ્વર લિંગ (૨) ત્રિલોચન લિંગ (૩) મહાદેવ લિંગ (૪) કૃતિવાસા લિંગ (૫) રત્નેશ્વર લિંગ (૬) ચંદ્રેશ્વર લિંગ (૭) કેદારેશ્વર લિંગ (૮) ધર્મેશ્વર લિંગ (૯) વિરેશ્વર લિંગ (૧૦) કામેશ્વર લિંગ (૧૧) વિશ્વ કર્મેશ્વર લિંગ (૧૨) મણિકાર્ણેશ્વર લિંગ (૧૩) અવિમુક્તેશ્વર લિંગ (૧૪) વિશ્વેશ્વર લિંગ

આ ચૌદ લિંગ કલ્યાણરૂપ છે. આ સર્વ લિંગોની આરાધના કરવાથી મોક્ષ મળે છે. દરેક મહિનાની એકમથી ચૌદશ સુધી આ ચૌદ લિંગની પરિક્રમા અથવા યાત્રા કરવી જોઈએ. જે મનુષ્ય આ ચૌદ લિંગોની આરાધના કરે છે તે કદિપણ સંસારમાં પુનઃ આવતો નથી. કાશીનો આ અમૂલ્ય ખજાનો છે તેને ગુપ્ત જ રાખવો. શિવજી પાર્વતીજીને કહે છે કે, ભયંકર વિપત્તિના સમયે જો આ લિંગોના નામનું ઉચ્ચારણ કરવામાં આવે તો તે સર્વ દુઃખો હરી લે છે. આ પરમ ગોપનીય રહસ્ય છે. આ લિંગો મારા સાનિધ્યની પ્રાપ્તિ કરાવનાર તથા અવિમુક્ત ધામના હદય છે. અહી બધાની મુક્તિ થાય છે એ વાત પાછળ આ ચૌદ લિંગો જ કારણભૂત છે. જેમણે આનંદવનમાં આ લિંગોનું ચિંતન કર્યું છે તેઓ જ વ્રતધારી અને તપસ્વી છે. જેમણે દૂરથી પણ આ લિંગોનું દર્શન કર્યું છે તેઓ જ મહાદાની છે.

ત્યારપછી ભગવાન શંકરે ભક્તોના કલ્યાણઅર્થે અન્ય ચૌદ લિંગોનો પણ આ પ્રમાણે પરિચય આપ્યો છે. જે આ મુજબ છે. (૧) શૈલેશ્વર લિંગ (૨) સંગમેશ્વર લિંગ (૩) સ્વલિનેશ્વર લિંગ (૪) મધ્યમેશ્વર લિંગ (૫) હિરણ્ય ગર્ભેશ્વર લિંગ (૬) ઈશાનેશ્વર લિંગ (૭) ગોમેક્ષેશ્વર લિંગ (૮) વૃષભ ધ્વજેશ્વર લિંગ (૯) ઉપશાન્તેશ્વર લિંગ (૧૦) જ્યેષ્ઠેશ્વર લિંગ (૧૧) નિવાસેશ્વર લિંગ (૧૨) સુકેશ્વર લિંગ (૧૩) વ્યાઘ્રેશ્વર લિંગ (૧૪) જંબુકેશ્વર લિંગ.

ઉપરોક્ત સર્વ લિંગોની સેવાથી પણ મોક્ષ પ્રાપ્ત થાય છે. વૈશાખ સુદ એકમથી ચૌદશ સુધી મનુષ્યે આ લિંગની પૂજા કરવી જોઈએ. આમાંના દરેક લિંગનું અનંત મહત્વ છે.

આ પણ વાંચો : કેવું છે જગદંબાનું સાચું સ્વરૂપ ? નિર્ગુણા કે સગુણા ? જાણો ‘દેવી ભાગવત’ની કથા.

આ પણ વાંચો : ‘હરિ’ના પરમ ભક્તે અહીં કરી ‘હર’ની સ્થાપના ! જાણો, સુરતના કર્મનાથ મહાદેવનો મહિમા

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">