Shravan-2021 : શું તમને ખબર છે રાખડી બાંધતી વખતે બોલવાનો આ મંત્ર ? એક મંત્ર કરશે ભાઈની રક્ષા !

આ એક મંત્ર સાથે ભાઈને રક્ષાસૂત્ર બાંધવાથી તે સર્વોત્તમ ફળની પ્રાપ્તિ કરાવે છે. એટલું જ નહીં આ એક મંત્રની શક્તિને લીધે સકારાત્મક ઊર્જા સમગ્ર વર્ષ સ્થિર રહેતી હોવાની પણ માન્યતા છે. પુરાણોમાં ‘રક્ષાસૂત્ર મંત્ર' તરીકે આ મંત્રનો ઉલ્લેખ મળે છે.

Shravan-2021 : શું તમને ખબર છે રાખડી બાંધતી વખતે બોલવાનો આ મંત્ર ? એક મંત્ર કરશે ભાઈની રક્ષા !
એક મંત્ર સમગ્ર વર્ષ કરશે ભાઈની રક્ષા !

શ્રાવણ સુદ પૂર્ણિમાનો (shravni purnima) એટલે કે રક્ષાબંધનનો (rakshabandhan) રૂડો અવસર આવી પહોંચ્યો છે. રક્ષાબંધનનો આ અવસર એ તો ભાઈ બહેનના પવિત્ર પ્રેમ સાથે જોડાયેલો છે. જેમાં બહેન ભાઈના કલ્યાણની કામના સાથે અને પ્રભુ ભાઈની રક્ષા કરે તે લાગણી સાથે ભાઈના કાંડે રક્ષાસૂત્ર બાંધે છે. તો, સામે ભાઈ પણ બહેનને ભેટ આપી સદૈવ તેની રક્ષા કરવાનું વચન આપે છે. પણ, તમે આ રક્ષાબંધનની ઉજવણી કઈ રીતે કરો છો ? શું તમે કંઈ બોલ્યા વિના જ ભાઈને રાખડી બાંધી દો છો ? જો હા, તો હવે એવું ન કરતા !

વાસ્તવમાં ભાઈને રક્ષાસૂત્ર બાંધવાની વિધિ સાથે આપણાં શાસ્ત્રોમાં એક મંત્રનો ઉલ્લેખ મળે છે. કહે છે કે આ એક મંત્ર સાથે ભાઈને રક્ષાસૂત્ર બાંધવાથી તે સર્વોત્તમ ફળની પ્રાપ્તિ કરાવે છે. એટલું જ નહીં આ એક મંત્રની શક્તિને લીધે સકારાત્મક ઊર્જા સમગ્ર વર્ષ સ્થિર રહેતી હોવાની પણ માન્યતા છે. પુરાણોમાં ‘રક્ષાસૂત્ર મંત્ર’ તરીકે આ મંત્રનો ઉલ્લેખ મળે છે.

  • રક્ષાસૂત્ર મંત્ર
    યેન બદ્ધો બલિરાજા, દાનવેન્દ્રો મહાબલઃ ।
    તેનત્વામ પ્રતિ બદ્ધનામિ રક્ષે, માચલ માચલઃ ।।
    આ મંત્રનો અર્થ થાય છે કે, “જે રક્ષાસૂત્રથી મહાન શક્તિશાળી દાનવ રાજા બલિને બાંધવામાં આવ્યા હતા, તે જ ‘રક્ષા’ બંધનથી હું તને બાંધુ છું. એ તારી રક્ષા કરશે !”

ઉલ્લેખનિય છે કે રક્ષા બંધનના પ્રારંભ સાથે રાજા બલિની જ કથા જોડાયેલી છે. કહે છે કે એ શ્રાવણ સુદ પૂર્ણિમાનો જ અવસર હતો કે જ્યારે સ્વયં માતા લક્ષ્મીએ રાજા બલિના હાથે રક્ષાસૂત્ર બાંધ્યું હતું. એટલું જ નહીં, રાજા બલિએ પ્રસન્ન થઈ શ્રીવિષ્ણુને પાતાળલોકની સુરક્ષાની જવાબદારીથી મુક્ત કર્યા હતા. અને પછી શ્રીહરિને દેવી લક્ષ્મી સાથે વિષ્ણુલોકમાં જવા માટે વિદાય આપી હતી. તો, સામે શ્રીવિષ્ણુએ પણ દર વર્ષે ચાર માસ માટે રાજા બલિ પાસે પાતાળલોકમાં જ રહેવાનું વચન આપ્યું હતું.

આમ, એક રક્ષાસૂત્રથી દેવી લક્ષ્મીને તેમના પતિ પરત મળ્યા, તો દાનવ રાજા બલિને શ્રીવિષ્ણુના આશીર્વાદ પણ મળ્યા. કહે છે કે, એટલે જ આ મંત્ર સાથે ભાઈને રાખડી બાંધવાનો વિશેષ મહિમા છે. માન્યતા અનુસાર આ મંત્ર સાથે ભાઈને રક્ષાસૂત્ર એટલે કે રાખડી બાંધવાથી ભાઈનું જીવન સુખમય બને છે. અને ભાઈબહેન બંન્નેના જીવનમાં શુભ શક્તિઓનો સંચાર થાય છે.

આ પણ વાંચો : ભયંકર મુશ્કેલીના સમયમાં કરો કાશીના આ શિવલિંગોના નામનું ઉચ્ચારણ, સર્વ દુઃખને હરી લેશે મહાદેવ !

આ પણ વાંચો : દર્શન માત્રથી કામનાઓને પૂર્ણ કરનાર મનાય છે આ ‘કામના લીંગ’ ! જાણો, વૈદ્યનાથ જ્યોતિર્લિંગનો મહિમા

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati